નવરાત્રી ના ઉપવાસ કરી રહ્યા છો તો આ વાતોનું પણ ધ્યાન રાખો

નવરાત્રિ ની તક પર ભક્ત માતા ની આરાધના માં લીન રહે છે. પૂરા નવ દિવસ માતાની પૂજા કરે છે, અને વ્રત રાખે છે. જો તમે પણ પૂરા નવ દિવસ નું વ્રત કરો છો, તો તમારે તમારી તંદુરસ્તી નો ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. કેમ કે નિરંતર વ્રત રાખવાથી શરીર માં નબળાઈ પણ આવી શકે છે. તેમજ ઘણા લોકો ને ઉપવાસ માં ચક્કર આવવાની સમસ્યા પણ થવા લાગે છે. ચાલો આપણે જાણીએ કે ઉપવાસ માં ચક્કર આવવાથી બચવા માટે તમારે કઈ વાતો પર ધ્યાન આપવું જોઈએ.

૧. પેહલું અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું.

જી હા, દિવસ દરમિયાન જો વધુ કઈ ખાઈ નથી રહ્યા, તો ખૂબ પાણી પીવું, જેથી શરીર હાઇડ્રેટ થતું રહે અને ઓક્સીજન નું સ્તર પણ જળવાઈ રહે. આ રીતે તમને ઊર્જા ની ઉણપ પણ નહી વર્તાય અને ચક્કર આવવાનો તો સવાલ જ ન રહે.

૨. પ્રાણાયામ:

પ્રાણાયામ કરી ને તમે ઓકસીજન નું સ્તર વધારી શકો છો જેથી ચક્કર આવવાની સમસ્યા નહી થાય. તેના માટે જરૂરી છે ઊંડા શ્વાસ લેવા, જેથી મન, શરીર અને મસ્તિષ્ક વચ્ચે સંતુલન જળવાઈ રહે. આ રીતે તમે સંપૂર્ણ રીતે દિવસ ભર તરોતાજા રહી શકશો.

૩. આમળાં:

વિટામિન સી થી ભરપુર આમળાં નું સેવન કરો. જેથી થાક ઓછો લાગે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તમે ઇચ્છો તો તેનું જ્યુસ પણ પી શકો છો. તેની સાથે લીલા ધાણા નું સેવન પણ ઉત્તમ છે.

૪. સૂકા ધાણા:

એક ચમચી સૂકા ધાણા ખાધા પછી પાણી પીવું, કે પછી ધાણા ના પાવડર ને પાણી મા મિક્સ કરી ને પીવો. પરંતુ તેનું સેવન તમારે સવાર સવાર માં કરવું પડશે. આ ચક્કર આવવાની સમસ્યા થી બચાવશે.

૫. દહીં:

જ્યારે પણ તમને ચક્કર જેવો અનુભવ થાય ત્યારે દહીં નું સેવન કરવું. આ ગરમી પણ ઓછી કરશે અને ઊર્જા પણ આપશે, જેના થી તમને ચક્કર આવવાની સમસ્યા નહી થાય.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ronak Bhavsar & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *