જો તમે વાયરલ તાવથી પરેશાન છો, તો ઘરે રહીને ઘરેલું નુસખાથી વાયરલ તાવને હરાવો.

Image Source

કોરોનાને કારણે લોકોમા તાવને લઇને ખૂબ જ વધારે ભય રહે છે, બીજી તરફ બદલાતા વાતાવરણને કારણે વાયરલ તાવની ઋતુ ચાલી રહી છે. વરસાદ પછી સખત તડકો અને સળગતી ગરમી લોકોને બિમાર કરી રહી છે. બદલાતા હવામાન અને તાપમાનમાં બદલાવને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે તાવના બેક્ટેરિયા શરીરમાં સરળતાથી પ્રવેશ કરે છે. વાયરલ તાવ
આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેના કારણે શરીરમાં ચેપ ખૂબ ઝડપથી વધી જાય છે. વાયરલ ચેપ એક વ્યક્તિથી બીજામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.

વાયરલ હોવાને લીધે શરીરમાં કેટલાક આ પ્રકારના લક્ષણો દેખાય છે જેમ કે, ગળામાં દુખાવો, ઉધરસ, માથાનો દુખાવો, થાક અને સાંધાના દુખાવાની સાથે ઉલટી અને ઝાડા થવા, આંખો લાલ થવી અને માથાનું ખૂબ વધારે ગરમ થવું વગેરે. આ વાયરલ તાવ મોટાની સાથે બાળકોમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આવી સ્થિતિમાં ઘરે રહીને તમે તેની સારવાર કરી શકો છો.

ઘરેલુ ઉપાયથી તાવની સારવાર કરો:

1. હળદર અને સૂંઠનો પાવડર:

હળદર અને સુંઠમા ઘણા એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, તેથી તેનો ઉકાળો બનાવવો અને દિવસમાં ઓછામાં ઓછો બે વાર પીવો. આદુમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ તાવ મટાડે છે. એક ચમચી કાળા મરીનો પાવડર, એક નાની ચમચી હળદર પાવડર અને એક ચમચી સુંઠ એટલે કે હળદર પાવડરને એક કપ પાણી અને થોડી ખાંડ નાખીને ગરમ કરી લો. જ્યારે આ પાણી ઉકાળ્યા પછી અડધું થઈ જાય ત્યારે તેને ઠંડુ કરીને પીવું, તેનાથી વાયરલ તાવથી આરામ મળે છે.

Image Source

2. તુલસીનો ઉપયોગ:

તુલસીના પાનને તમે સરળતાથી ચાવી શકો છો. તે તમારા શરીરમાંથી વાયરસને દૂર કરે છે. સાથે સાથે એક ચમચી લવિંગનું ચુર્ણ અને 10 થી 15 તુલસીના તાજા પાનને લગભગ એક લિટર પાણીમાં નાખીને તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધુ થઈ જાય. ત્યારબાદ તેને ગાળી લો અને ઠંડુ કરીને દર એક કલાકે પીવું. તેનાથી તમને ઘણો આરામ મળશે.

 

3. મીઠું, અજમા અને લીંબુ:

એક નાની ચમચી સફેદ મીઠું અને થોડા અજમાને એકસાથે શેકી લો. ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી ભેળવીને એક લીંબુ નીચોવી લો. આ દર્દીને દિવસમાં બેથી ત્રણ વાર પીવડાવુ.

4. ધાણાની ચા:

ધાણા સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે તેથી તે વાયરલ તાવ જેવા ઘણા રોગોને દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી ધાણા, થોડું દૂધ અને ખાંડ નાંખીને ઉકાળો અને દર્દીને દિવસમાં બે વાર પીવડાવો. વાયરલ તાવને દુર કરવા માટે ધાણાની ચા ખુબજ અસરકારક ઔષધિનું કામ કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment