શું તમે પણ વંદા થી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Image Source

વરસાદ ની ઋતુ માં વંદા ના કારણે ઘણી તકલીફો ઊભી થાય છે. વરસાદ ની ઋતુ માં ભેજ નું પ્રમાણ વધી જાય છે એટલે કીડી, મકોડા અને વંદા જોવા મળે છે. આજ સમય હોય છે કે જ્યારે વંદા વધી જાય છે તે ખાસ કરી ને રસોડા માં કે પછી સ્ટોર રૂમ માં વધુ જોવા મળે છે. આવા માં ઘર માંથી વંદા ને કાઢવા માંટે ઘણા બધા પ્રકાર ના ઉપાયો કરવા માં આવે છે. જો કે બજાર માં એવા ઘણા બધા પ્રકાર ના ઉત્પાદનો હોય છે કે જે દાવો કરતાં હોય છે કે તે વસ્તુ ના વપરાશ થી વંદા દૂર થાય છે. બજાર માં મળતા રાસાયણિક ઉત્પાદનો વ્યક્તિ ના સ્વાસ્થ્ય  માટે ખૂબ હાનિકારક હોય છે.ખાસ કરી ને તમારા ઘર માં જો નાના બાળકો હોય તો. એટલા માંટે આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું જેનાથી તમારા ઘર ના વંદા નો નાશ થાય.

Image Source

તમાલ પત્ર નો ઉપયોગ    

આમ તો હમણાં સુધી તમાલ પત્ર નો ઉપયોગ રસોઈ માં જ કર્યો હશે. તેના ઉપયોગ થી ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પણ તમે શું જાણો છો કે આ તમાલ પત્ર ના ઉપયોગ થી ઘર ના વંદા ને ભગાડી શકો છો. થોડુંક તમને અટપટું લાગશે પણ હા આ વાત સાચી છે કે તમાલ પત્ર થી વંદા ને ભગાડી શકાય છે. ખરેખર તો તમાલ પત્ર ની સ્મેલ થી વંદા ભાગી જાય છે. તમારા ઘર માં જ્યાં પણ વંદા નીકળતા હોય ત્યાં તમાલ પત્ર ને મસળી ને નાખી દો. પત્ર ની સુંગન્ધ થી વંદા ભાગી જશે. જ્યારે તમે તમાલ પત્ર ને મસળશો ત્યારે તમારા હાથ માં તેલ જરૂર થી છૂટશે. જેની ગંધ ને કારણે વંદા દૂર થશે. સમય સમય પર પત્ર બદલતા રહો.

બેકિંગ પાવડર અને ખાંડ ને મિક્સ કરી રાખો

વંદા ભગાડવા માંટે બેકિંગ પાવડર નો ઉપયોગ કરો. સૌથી પહેલા તો એક વાટકા માં બેકિંગ પાવડર અને ખાંડ લો. હવે આ મિશ્રણ ને ત્યાં છાંટી દો કે જ્યાં વંદા આવતા હોય. ખાંડ નો મીઠો સ્વાદ વંદા ને આકર્ષે છે. અને બેકિંગ સોડા મારવા નું કામ કરે છે. સાથે જ આ મિશ્રણ નું સ્થાન પણ બદલતા રહો.

લવિંગ ની ગંધ

શું તમને ખબર છે કે લવિંગ ની મદદ થી તમે વંદા ને તમારા ઘર માંથી કાઢી શકો છો. જો તમે બધા જ ઉપાય કરી ચૂક્યા છો અને તો પણ તમારા ઘર માંથી વંદા નો નાશ નથી થઈ રહ્યો તો તમે લવિંગ નો ઉપયોગ કરી શકો છો. સ્ટ્રોંગ સુગંધ વાળી લવિંગ પણ વંદા ને ભગાડવામાં મદદ કરે છે. તમે તમારા રસોડા માં તેમ જ તિજોરી માં લવિંગ ના કેટલાક ટુકડા મૂકી શકો છો. આમ કરવાથી તમારા ઘર માંથી થોડાક જ દિવસો માં વંદા દૂર થઈ જશે.

બોરેક્સ નો ઉપયોગ

તમે ચાહો તો બોરેક્સ ના ઉપયોગ થી પણ તમે વંદા ને ભગાડી શકો છો. જ્યાં વધુ વંદા હોય ત્યાં બોરેક્સ પાવડર છાંટી દો. તેના ઉપયોગ થી વંદા જલ્દી જ ભાગી જશે. પણ ધ્યાન રહે કે બોરેક્સ પાવડર ખૂબ જ ખતરનાક હોય છે. એટલે તેનો છંટકાવ કરતાં સમયે બાળક ને આજુ બાજુ ન આવા દો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment