જો તમે પણ કરો છો ઘરમાં લડ્ડુ ગોપાલની પૂજા, તો તેમના કપડાંને આ રીતે કરો સાફ 

Image Source

હિન્દુ ધર્મમાં લડ્ડુ ગોપાલને ખૂબ જ વધુ મહત્વ આપવામાં આવે છે. લડ્ડુ ગોપાલને ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને હિન્દુ પરિવારમાં જે પોતાના ઘરમાં લડ્ડુ ગોપાલને સ્થાપિત કરે છે તે એક બાળકની જેમ તેમનું પાલન-પોષણ કરે છે.

લડ્ડુ ગોપાલની સેવા ના ઘણા નિયમ છે જેમાંથી સૌથી મહત્વનો નિયમ છે લડ્ડુ ગોપાલને સ્નાન કરાવવું અને નિયમિત રૂપથી તેમના વસ્ત્ર બદલીને તેમનો શૃંગાર કરવો. પરંતુ અમુક લોકો એવું નિયમિત ન કરીને મહિનામાં એક વખત અથવા દર પંદર દિવસે એક વખત કરે છે અને ફરીથી લડ્ડુ ગોપાલને તે વસ્ત્ર પહેરાવતા નથી જે લડ્ડુગોપાલ પહેલા પહેરી ચૂક્યા છે.

ત્યાં જ અમુક લોકો નિયમિત રૂપથી લડ્ડુ ગોપાલને વિધિથી સ્નાન કરાવે છે અને તેમના વસ્ત્ર પણ બદલે છે.તેમની માટે દરરોજ ઠાકોરજીને એક નવું વસ્ત્ર પહેરવું આસાન હોતું નથી તે ખબર છે, લડ્ડુ ગોપાલ ના બજારમાં સાધારણ અને ડિઝાઇનર બંને પ્રકારનાં વસ્ત્રો આવે છે જેને સાફ કરવા સરળ નથી કારણ કે એમ કરવાથી તે ખરાબ થઈ જવાનો ભય રહે છે.

અમે તમને જણાવીશું કે જો તમે લડ્ડુ ગોપાલના કપડા સાફ કરવા માંગો છો તો તમે કઈ રીત અપનાવીને વસ્ત્રને સાફ કરવા જોઈએ જેનાથી વસ્ત્ર પણ થઈ જાય અને ખરાબ પણ ન થાય.

Image Source

ગુલાબ જળથી કરો સાફ

જો લડ્ડુ ગોપાલના ડ્રેસ ડિઝાઈનર છે અને તેની ઉપર મિરર વર્ક, મોતી વર્ક કે પછી સ્ટોન વર્ક કરવામાં આવ્યો છે તો તમે તેવા ડ્રેસ ને ક્યારેય પાણીમાં પલાળો. ખરેખર આ દરેક કામ ડ્રેસ ઉપર ગુંદર ની મદદથી કરવામાં આવે છે અને જ્યારે ડ્રેસ પાણીના સંપર્કમાં આવે છે ત્યારે ગુંદર નો પ્રભાવ ઓછો થવા લાગે છે અને ડ્રેસ ઉપર કરેલું કામ ખરાબ થઈ જાય છે.

તેથી લડ્ડુ ગોપાલ ની ડિઝાઈનર ડ્રેસ ને ગુલાબ જળથી સાફ કરવામાં આવે છે. તેની માટે તમારે કોટનને ગુલાબ જળમાં પલાળીને ત્યાર બાદ તમે ડ્રેસ ઉપર હલકા હાથથી લુછો.

શેમ્પુ થી કરો વૉશ

જો પ્રિન્ટેડ અથવા ગોટા વર્ક વાળો ડ્રેસ છે તો તમે શેમ્પુની મદદથી તેને સાફ કરી શકો છો. તેની માટે એક ડોલ માં એક પાઉચ શેમ્પુ રાખો તેનાથી અધિક શેમ્પૂનો ન નાખો. કારણ કે પછી તેને ડ્રેસમાંથી કાઢવું કઠિન થઈ જશે.આ વાતનું ધ્યાન રાખો કે તમારે ડ્રેસને ડિટર્જન્ટ થી સાફ કરવાનું નથી અને રગડવાનું નથી.જો તમે ડ્રેસને રગડશો તો તેની પ્રિન્ટ અથવા ગોટા વર્ક ખરાબ થઈ શકે છે.

Image Source

પાણીથી કરો વૉશ

જો લડ્ડુ ગોપાલ ની ડ્રેસ ખૂબ જ વધુ ખરાબ નથી થઈ તો તમે તેને માત્ર પાણીથી પણ વૉશ કરી શકો છો. તેની માટે તમારે ડ્રેસને પાંચથી દસ મિનિટ માટે સાધારણ પાણીમાં મિક્સ કરીને રાખો. ડ્રેસને સૂકવવા માટે તમે તેને નીચોવવા ની ભૂલ ન કરો. તમારે માત્ર ડ્રેસને પાણીથી બહાર કાઢવાનું છે અને કોઈ ટેબલ ઉપર લાવીને મૂકી દેવાનું છે આમ કરવાથી અમુક સમય પછી છે સુકાઈ જશે તમે ઈચ્છો તો તાપ માં પણ ડ્રેસ ને મૂકીને સુકવી શકો છો.

ડ્રાય ક્લીન

જો તમારા લડ્ડુ ગોપાલનો ડ્રેસ મોંઘો છે અને જરી વર્ક વાળો છે તો તમે તેને ઘરે સાફ ન કરો તમે તેને કોઈ સારી જગ્યાએ ડ્રાય ક્લીન કરાવો આમ કરવાથી લડ્ડુ ગોપાલ ની ડ્રેસમાં નવી ચમક આવી જશે.

લડ્ડુ ગોપાલ ની ડ્રેસ જો તમે ઘરે સાફ કરી રહ્યા છો તો તેને સંપૂર્ણ રીતે સુકાઈ ગયા બાદ જ સ્ટોર કરીને મુકો. એક વાતનું ધ્યાન રાખો કે જો ડ્રેસમાં કોઈ દાગ કે ધબ્બા દૂર કરવા માટે તેને રગડવું જરૂરી છે તો તમે એક નવા બ્રશની મદદથી તેને સાફ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment