ચોમાસા અને નાસ્તા વચ્ચે ગાઢ સંબંધ છે. જ્યારે પણ ભારતમાં ચોમાસા ની શરૂઆત થાય છે ત્યારે લગભગ દરેક ઘરે નાસ્તા બનાવવાનું શરૂ થાય છે. ખાસ કરીને સાંજે ભારતીય લોકો ચા સાથે નાસ્તા ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ચોમાસામાં કેટલાક ઉત્તમ નાસ્તા અજમાવવા માંગતા હો, તો તમારે આ લેખ વાંચવો જ જોઇએ. કારણ કે, આ લેખમાં અમે તમને ચોમાસાના કેટલાક ખાસ નાસ્તાની વાનગીઓ જણાવીશું, જે તમને પણ ગમશે.આ નાસ્તા બનાવવા માટે ખૂબ જ મહેનત પડતી નથી અને સરળતાથી કોઈ નાની પાર્ટીમાં સમાવી શકાય છે, તો ચાલો જાણીએ આ રેસિપિ વિશે-
મગ દાળ ના મંગોડા
સામગ્રી
- મગની દાળ – 2 કપ,
- લીલા મરચા – 2 ઝીણા સમારેલા
- લાલ મરચાનો પાઉડર – 1/2 ટીસ્પૂન,
- વરિયાળી પાવડર – 1/3 ટીસ્પૂન,
- મીઠું – સ્વાદ પ્રમાણે,
- કસૂરી મેથી – 1 ટીસ્પૂન,
- તેલ – 2 કપ,
- કોથમીર – 1 ચમચી
કેવી રીતે બનાવવું
- સૌ પ્રથમ, મગની દાળને એક દિવસ પહેલા પાણીમાં પલાળી રાખો.
- બીજા દિવસે મગની દાળને મિક્સરમાં પીસી લો અને એક વાસણમાં બહાર કાઢો
- હવે આ દાળમાં અન્ય સામગ્રીને ઉમેરો અને તેને બરાબર મિક્ષ કરી લો અને થોડા સમય માટે બાજુ પર રાખો.
- એક બાજુ એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા પછી મગ દાળનું મિશ્રણ કાઢી તેને પકોડા ના આકારમાં બનાવો અને તેને બરાબર ફ્રાય કરો.
- તળ્યા પછી, તેને પ્લેટમાં બહાર કાઢો અને બધું તેલ નીકળી જાય પછી તેને સર્વ કરો.
દાબેલી
સામગ્રી
- પાવ – 4 નંગ
- ડુંગળી – 1 ઝીણી સમારેલી
- ટામેટા – 1 ઝીણું સમારેલું
- બાફેલા બટાકા – 2 છૂંદેલા,
- લાલ મરચાનો પાઉડર – 1/2 ટીસ્પૂન,
- મીઠું – સ્વાદ મુજબ
- દાડમના દાણા – 1/2 કપ,
- સેવ – 1/2 કપ 2 કપ,
- ખમણેલું નાળિયેર – 2 ટીસ્પૂન,
- ધાણા – 1 ટીસ્પૂન,
- બટર – 1 ટીસ્પૂન,
- આમલીની ચટણી – 1/2 ટીસ્પૂન,
- હીંગ – 1 ચપટી
કેવી રીતે બનાવવું
- સૌ પ્રથમ પેનમાં તેલ ગરમ કરો, તેમાં ડુંગળી, કોથમીર, હિંગ અને ટામેટા નાખીને ફ્રાય કરો.
- હવે આ મિશ્રણમાં છૂંદેલા બટાકા, અડધો કપ પાણી, લાલ મરચું પાવડર, અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
- ત્યારબાદ પાવને થોડો ગરમ કરો અને તેને બે ભાગમાં કાપી લો. હવે પાવની વચ્ચે આ મિશ્રણ નાખીને તેમાં ખમણેલું નાળિયેર અને આમલીની ચટણી નાખો.
- હવે આ પાવને પ્લેટ માં મુકો તેને પ્લેટમાં મૂક્યા પછી, ઉપર સેવ અને દાડમના દાણા ઉમેરી સર્વ કરો.
બ્રેડ રોલ
સામગ્રી
- બટાકા – 3 બાફેલા,
- કોથમીર – 2 ટીસ્પૂન,
- મીઠું – સ્વાદ પ્રમાણે,
- બ્રેડ – 5 નંગ,
- લાલ મરચાનો પાઉડર – 1/2 ટીસ્પૂન,
- આમચુર પાવડર – 1/2 ટીસ્પૂન
- ગરમ મસાલા – 1/2 ટીસ્પૂન,
- તેલ – 2 કપ
કેવી રીતે બનાવવું
- સૌ પ્રથમ, કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં લીલા મરચા, છૂંદેલા બટાકા અને મીઠું નાંખો અને થોડો સમય માટે ફ્રાય કરો.
- આ પછી બટાટામાં આમચુર પાઉડર, લાલ મરચું પાવડર, અને ગરમ મસાલો નાખી બરાબર સેકી લો.
- થોડો સમય ઠંડુ થયા પછી, તેને બહાર કાઢો અને તેને અંડાકારનો આકાર આપો.
- એક પેન માં તેલ નાંખો અને તેને ગરમ કરો. આ પછી બ્રેડને થોડા પાણીમાં પલાળી લીધા પછી બટેટાંનું મિશ્રણ મધ્યમાં નાંખો અને તેને રોલનો આકાર આપી તેલમાં બરાબર ફ્રાય કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team