જો તમારે પણ રહેવું હોઈ સ્વસ્થ, તો જરૂરથી ટેસ્ટ કરો આ ‘કાળી ચા’નો સ્વાદ

ભારતભરમાં ચાના રસિકો ઘણી જગ્યાએ જોવા મળે છે. ચા માટે તે ગમે તેટલા પૈસા ખર્ચવા પણ તૈયાર હોય છે. અલગ-આલગ પ્રકારની ચા માટે રસિયા ઘણીએ જગ્યાએ જતા હોય છે.
ચાની લગભગ છ જાતો છે, સફેદ, પીળી, લીલી, ઉલોંગ, કાળી અને પુ.એર. જેમાં બજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ અને કાળી છે. દરેક ચા એક જ ઝાડમાંથી બનાવવામાં આવે છે. પરંતુ જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે. કાળી ચામાં દુધ અને ખાંડ ના હોવાને કારણે શરીરમાં ફેટ જામતો નથી. કાળી ચાના ઘણા ફાયદા છે. કાળી ચા પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શકિત વધવા સહિતના અનેક ફાયદા મળે છે.

કાળી ચા બનાવવી સહેલી

કાળી ચા ઝડપથી અને સહેલાઈથી બનાવી શકાય છે. કાળી ચાના કેટલાક પાન લો તેમાં ઉકળતું પાણી નાખો અને પીવા માંડો. આ કાળી ચામાં તમે એક ચમચી ખાંડ, મધ કે ગોળ વગેરે પણ નાખી થોડીક ગળી પણ કરી શકો છો. કાળી ચા પીવાથી તમને બે રીતે એસિડિટી થઈ શકે છે જો તમે એસિડિક હો અને અવાર-નવાર એસિડિટી થઈ જતી હોય તો તમારે કાળી ચા પીવાથી દુર રહેવું જોઈએ.

કાળી ચામાં ટેનીન-આલ્કેલાઈન:-

કાળી ચામાં રહેલા ટેનીનના કારણે તમને ચા પીવાનું મન થાય છે. ટેનીનથી ઈન્ફલુએન્જા, હિપેટાઈટાસ વગેરે વાયરસથી રક્ષણ મેળવી શકાય છે. કાળી ચામાં આલ્કેલાઈન હોય છે જેનાથી તમારી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

હૃદયરોગનાં દર્દીઓ:-

જો તમને હૃદયરોગનો હુમલો આવી ગયો હોય કે હુમલો આવવાની શકયતા હોય તો તમે કાળી ચા પીને તેને અટકાવી શકો છો. કાળી ચામાં રહેલ ફલેવનોઈડ હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે. ફલેવનોઈડ લોહીમાંના ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. લોહીનું દબાણ પણ ઘટાડે છે. અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે જો તમે દિવસ દરમિયાન ચાર કલાકને અંતરે ત્રણ કપ કાળી ચા પીશો તો તમારા લોહીના દબાણમાં ઘટાડો થશે.

કેફીન એકાગ્રતા વધારે:-

કોફી કરતા કાળી ચામાં કેફીનનું પ્રમાણ ઓછું હોય છે. સવારમાં એક કપ કાળી ચા પીવાથી તમારી એકાગ્રતા વધે છે જોકે કાળી ચા ભુખ્યા પેટે લેવી હિતાવહ નથી.

લોહીમાં ખાંડનું પ્રમાણ જાળવે:-

ભોજન લીધા બાદ પોણો કલાક પછી કાળી ચાનું સેવન કરવામાં આવે તો તમારા લોહીમાં ખાંડનાં પ્રમાણમાં ઘટાડો થાય છે જોકે તેમાં તમારો ખોરાક અને નિયમિત કસરત મહત્વનો ભાગ ભજવે છે.

કાળી ચાથી બેકટેરીયા વધે:-

કાળી ચામાં રહેલા તત્વોને લીધે તમારા શરીરમાં રહેલા અને શરીર માટે ઉપયોગી બેકટેરીયાનો વધારો થાય છે જેના લીધે તમારા આરોગ્યમાં સુધારો થાય છે. તમારી પાચન શકિતમાં પણ સુધારો થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *