શું તમારે પણ લગ્ન પછી રોમાન્સ રાખવો છે બરકરાર તો જાણી લો આ ટિપ્સ

પતિ-પત્નીનો સંબંધ એકદમ ખાસ હોય છે. આ સંબંધમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને મધુરતા જળવાઇ રહેવી જોઇએ. જો આ બધુ જળવાઇ ન રહે તો વૈવાહિક જીવન નરક સમાન બની જાય છે. ઘણા લોકો આ પ્રકારના સંબંધોમાં રૂટીન લાઇફ જીવવા લાગે છે અને કોઇપણ પ્રકારની ખુશી અનુભવતા નથી. તેમના માટે આ બોજ સમાન લાગવા લાગે છે. તે વિચારે છે કે લગ્ન એવો સંબંધ છે, જેમાંથી છુટકારો મળી ન શકે.

દરેક પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝગડા તો થતા રહેતા હોય છે. જેના કારણે વાત ડિવોર્સ સુધી પણ આવી જાય છે. પરંતુ એ લોકો એ નથી વિચાર કરતા કે આ ઝગડો શા કારણે થયો, જેથી એનું સમાધાન નીકળી શકે. આજે અમે તમને એવી જ અમુક બાબત વિશે જણાવીશું જેનાથી પતિ પત્ની બંને વચ્ચે ઝગડો પણ નહિ થાય અને પ્રેમ પણ વધશે.

ખુશ રહેવા માટે સાથે રહેવાની વાત હવે ઘણી જૂની થઇ ચુકી છે. એક સ્ટડી થી એ ખબર પડે છે કે જે કપલ કામ ની બાબત માં એક બીજા થી દૂર રહેતા હોય છે, તે એક બીજા ન ખુબ જ વધારે પ્રેમ કરે છે અને એની વચ્ચે હંમેશા પ્રેમ અને નજદીકિયા રહેતી હોય છે. આ વાત નો અહેસાસ એને ત્યારે થાય છે જયારે તે ઘણા બધા દિવસો પછી એક બીજા ને મળે છે.

આમ તો આ દુરી પાંચ દિવસ થી વધારે ન હોવી જોઈએ. એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે દરેક દસ લોકો માંથી તે ચાર લોકો એમના રીલેશનશીપ થી ખુશ હતા, જે એમના કામ ના કારણ થી એમના પાર્ટનર રહી દૂર રહે છે.

ટ્રેવેલોજ માં એકાઉન્ટ નું કામ કરતા વ્યક્તિ ૩૫ વર્ષ ના રિચર્ડ સ્કોટ ઘણી વાર એના કામ ની બાબત માટે પત્ની થી દૂર જાય છે. એમનું કહેવું છે કે સમય ની સાથે સાથે અમુક દિવસો માટે એક બીજા થી અલગ રહેવું પણ જરૂરી થઇ જાય છે. એનાથી એક બીજા ની અહેમિયત નો અહેસાસ થાય છે અને બંને વચ્ચે થોડો પ્રેમ પણ વધે છે.

આ સર્વે માં અમુક લોકો આ વાત થી ખુશ પણ જોવા મળ્યા કે કામ ની બાબત થી બહાર જવું અને હોટલ ના મોટા મોટા રૂમ માં એકલા રહેવામાં એને એક સુકુન નો અહેસાસ થાય છે. અમુક દિવસ સુધી ઘર ની બધી જવાબદારી થી દૂર રહેવા થી મગજ પણ ફ્રેશ રહે છે. અહી દસ માંથી ચાર લોકો નું કહેવું હતું કે દૂર રહી ને પછી જયારે તે કામ પરથી પાછા ફરી ઘરે આવે છે તો એનું સ્વાગત ખુબ જ ખાસ તરીકે થાય છે જે એને ખુબ  જ પસંદ આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment