જો તમે પણ તમારા બ્લડપ્રેશર ને નિયંત્રણમા રાખવા ઈચ્છતા હોવ તો આ પાંચ ફૂડનુ કરો સેવન..

image source

મિત્રો, બ્લડપ્રેશર એ એક એવી સ્થિતિ છે  કે જેનાથી આપણે હવે સારી રીતે વાકેફ હોઈએ છીએ. આ બીમારી આપણા નબળા આહાર અને જીવનશૈલીને કારણે થઈ શકે છે.જો તમે બ્લડપ્રેશર ની સમસ્યા અંગે ચિંતિત છો અથવા તો તેનો ઇલાજ કરવામા અસમર્થ છો, તો આજે અમે તમને એવા પાંચ સુપર ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈપણ પ્રકારના પરિશ્રમ વિના તમારા બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખશે.

image source

બદામ:

આ વસ્તુમા ઓમેગા-૩ ફેટી એસિડ પુષ્કળ માત્રામાં સમાવિષ્ટ હોય છે. તે પોટેશિયમનો સારો સ્રોત છે. હૃદયને મજબૂત કરવા અને હૃદયરોગને મટાડવા માટે તે ખુબ જ સહાયરૂપ સાઈટ થાય છે. ઉનાળાની ઋતુમા બદામ પલાળી સેવન કરવુ વધુ સારું છે.

image source

કેળા:

આ એક એવું ફળ છે,જેનું સેવન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. પોટેશિયમ સમૃદ્ધ કેળા સરળતાથી છાલ કાઢીને ખાઈ શકાય છે. તેમાં સમાવિષ્ટ પોટેશિયમ સોડિયમની નકારાત્મક અસરોને ઘટાડવામાં મદદ કરે છે.

image source

પાલક :

આ એક પોટેશિયમયુક્ત ભોજન છે, જે ખાવામા વધારે સ્વાદિષ્ટ નથી પરંતુ, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ માત્રમાં મેગ્નેશિયમ પણ સમાવિષ્ટ હોય છે, જે હૃદય માટે ક્લ્હુબ જ લાભદાયી સાબિત થાય છે.તમે પાલકનો  ઉપયોગ સલાડ, સૂપ, જ્યુસ  અને શાકભાજી બનાવીને  કરી શકો છો.

image source

ઓછી ચરબીયુક્ત દહીં:

નિષ્ણાતોના મતેહાઈબ્લડ પ્રેશરવાળા લોકો માટે અઠવાડિયામાં માત્ર બે વાર ઓછી ચરબીવાળા દહીંનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો જો તમે પણ આ હૈ બ્લડ પ્રેશર ની સમસ્યાથી પીડાતા હોવ તો આ વસ્તુનો તમારા રોજીંદા ડાયટમાં અવશ્યપણે સમાવેશ કરો.

image source

બીટરૂટ:

આ એક લાલ રંગની શાકભાજી છે, જે હૃદય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે પોષકતત્વોથી ભરપુર હોય છે. આ સાથે જ તેમાપોટેશિયમ પણ હોય છે. આ સિવાય આ સબ્જીમા ફાઇબર, ફોલેટ, મેંગેનીઝ, આયર્ન અને વિટામિન સી પણ સમાવિષ્ટ હોય છે. જો તમે દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવો છો, તો તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *