જો તમને પણ છે વધુ વિચારવાની અને ગુસ્સો કરવાની આદત, તો આ પદ્ધતિથી તેમાં લાવો સુધારો 

Image Source

જો તમે હંમેશા ગુસ્સો આવે છે અથવા તો તમે કોઈ પણ વાતને લઈને પરેશાન રહો છો અથવા વિચાર્યા કરો છો તો આ ટિપ્સ તમને કામ લાગશે.

શું તમારી સાથે પણ પહેલા એવું થયું છે કે તમને તમારા ગુસ્સા પર કાબુ રાખવાની ખૂબ જ જરૂર પડી હોય અને પોતાના ઉપર થી જો એ કાબુ હટી જાય ત્યારે ગુસ્સો અને વધારે વિચારવા ની સમસ્યા ઉભી થઇ જાય છે.અને આ સમસ્યા ઘણા બધા લોકોને તકલીફ માં મૂકી શકે છે ઘણી વખત તો લોકોના મનમાં એ પ્રકારના નેગેટિવ વિચાર આવે છે કે તેમને ડિપ્રેશન થઈ જાય છે. હકીકતમાં એવું થવું જોઈએ નહીં પરંતુ ઘણી વખત આ સમસ્યા આપણે દરરોજની જીંદગીમાં આપણને ખુબ જ હેરાન પરેશાન કરે છે અને તકલીફ ઊભી કરે છે

ઘણી વખત આપણે પોતાની જાત ને સમજાવીએ છીએકે હવે આ વિષયમાં હું ક્યારેય નહીં વિચારુ અને ગુસ્સો પણ નહીં કરું પરંતુ સમય આવે ત્યારે આપણા નેગેટિવ વિચારો વધી જાય છે પરંતુ શું કોઈ એવી રીત હોઈ શકે છે જેનાથી આ નેગેટિવ વિચારો આવે જ નહીં અને ગુસ્સો તથા વધુ પડતા વિચારો પર કાબૂ મેળવી શકાય?

અમે આ વિષય ઉપર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડોક્ટર પૂનમ પુનિયા સાથે વાત કરી અને ગુસ્સો તો થાક વધુ પડતું વિચારવાની ઓછું કરવાની રીત જાણવાની કોશિશ કરીશ પૂનમના અનુસાર આ દરેક વસ્તુ અમુક વધુ પડતો સ્ટ્રેસ અને નેગેટિવ વિચારોને કારણે થાય છે જે આપણને હંમેશા ઘેરે છે.

નેગેટીવ વિચારને ઓછું કરવા માટે શું કરવું જોઈએ?

ડોક્ટર પૂનમ જણાવે છે કે નેગેટિવ વિચાર ને ઓછું કરવા માટે આપણે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે આપણે પોતાની જાતને સારો અનુભવ કેવી રીતે કરાવીએ. જો નેગેટિવ વિચાર તમારા મનમાં આવી રહ્યા છે તો તેનાથી લડવાની કોશિશ કરો. ઘણી વખત આપણે પોતાના વિચારોથી જ એટલા ઘેરાયેલા હોઈએ છીએ કે નેગેટિવ વ્યવહાર બીજા સાથે કરવા લાગીએ છીએ. જો તમને દરરોજ એવી ઈચ્છા થાય કે હું એક્સરસાઇઝ કરીશ નહીં હું આજે બીજા બધાને મળીશ નહીં હું કોઈની વાત માનીશ નહીં તો એક સમય પછી તમારે આ બધા વિચારો સાથે લડવું જોઈએ.

નેગેટિવ વિચારો સાથે લડતી વખતે અમુક બાબતોનું ધ્યાન જરૂર રાખો

કોઈ પણ બદલાવ ધીમે ધીમે આવે છે અને ગુસ્સો તથા વર્કિંગ પણ ધીમે ધીમે જ ઓછી થાય છે.એકદમ પોતાને તકલીફ માં ન મૂકો, ગુસ્સો ધીમે ધીમે ઓછો થશે અને નેગેટિવ વિચાર પણ ધીમે ધીમે જ ઓછા થશે.

માનસિક સમસ્યાઓને લઈને જાગરૂકતા રાખવી ખૂબ જ જરૂરી છે, અને કોશિશ કરો કે તમને જે વિષયમાં સમજ નથી તેની સાથે મગજમારી કરવી જોઈએ નહીં.

પહેલા વિચારો અને પછી બોલો. આ એક નાનકડો નિયમ તમારી ઘણી બધી ફસ્ટ્રેશન ઓછી કરી શકે છે.

ગુસ્સાને કંટ્રોલ કરવા માટે શું કરવું?

નેગેટિવ વિચાર હંમેશા આપણને હતાશા તરફ લઈ જાય છે અને ઘણી વખત આપણે એવું રીએક્ટ કરવા માંગતા નથી તો પણ આપણે તેવું કરી બેસીએ છીએ એવા માણસો આપણને લાગે કે આ યોગ્ય નથી તો ગુસ્સો કરવો આપણી આદત બની જાય છે અને ત્યાર બાદ આ અમુક વસ્તુઓ નું ધ્યાન જરૂર રાખો.

  • જો ગુસ્સો આવે તો ફ્રેશ હવા લેવા માટે તમે બહાર જઈ શકો છો.
  • જો ગુસ્સો બધું આવે તો કંઈ પણ બોલતા પહેલા મનમાં એ વાક્ય બોલો જો તમે એવું નહીં કરી શકો તો વધુ ગુસ્સામાં તમે કંઈક વધુ જ બોલી જશો.
  • કસરત દરરોજ કરો જો તમે કોઈ કસરત કરવા માંગતા નથી તો ચાલવા જરૂર જાઓ અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે આ રીતે તમે ચાલવાની શરૂઆત કરો.
  • જો તમે ગુસ્સો કંટ્રોલ કરી રહ્યા નથી તો માથું ધોઈ ને નાહવાની કોશિશ કરો.
  • જો તમારો દિવસ ખૂબ જ સ્ટ્રેસફુલ રહે છે અને કામનું પ્રેશર રહે છે તો ટાઈમ આઉટ લેવાની કોશિશ કરો નાના બ્રેક તમને ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
  • ચા કોફી નો બ્રેક તમારો સ્ટ્રેસ ઓછો કરવા માટે ખૂબ જ સહાયક હોય છે.
  • કોઈની સાથે નફરત ન રાખો. તમે અંદર ને અંદર ઘૂંટાયા કરશો તે સારું નથી તેથી ગુસ્સાવાળી વાત ને ભૂલવા ની કોશિશ કરો.
  • ઊંડો શ્વાસ લો અને કસરત કરો તમારા માટે ખુબજ સારુ રહેશે.

ઓવરથીંકીંગ ની સમસ્યા કેવી રીતે ઓછી કરવી?

જો સમસ્યા વધુ વિચારવાની છે તો તમને લાગે છે કે તે તમારી દરરોજના કામને ખરાબ કરી રહી છે તો આ પ્રકારના વિકલ્પો ને પસંદ કરો.

જો તમે વધુ સમયથી એકની એક વસ્તુ વિશે વિચારી રહ્યા છો તો તેને તોડવાની કોશિશ જરૂર કરો. આ લુપ છે જે તમને જરૂરથી વધારે તકલીફમાં મૂકી શકે છે અને વધારે વિચારો હંમેશા તમને ખરાબ સ્થિતિમાં લાવી શકે છે.

અન્ય લોકો વિશે ઓછું વિચારો અને પોતાના વાક્યોને હું શબ્દથી શરૂ કરો અને ઉદાહરણ તરીકે તું ક્યારેય પોતાનું કામ નથી કરતી તેની જગ્યાએ ‘મને એ ખરાબ લાગે છે કે તું ક્યારેય પોતાનું કામ નથી કરતી’ આ વાક્ય ઉપર ધ્યાન લગાવો, તેનાથી તમે તમારી લાગણીઓ વિષે વિચારશો.

મેડિટેશન અને યોગા હંમેશા તમને કામ લાગશે જો તમારો વિચાર યોગ્ય નથી તો તેનાથી પણ વધુ અસર નહીં પડે.

જો કોઈપણ વસ્તુ કામ કરતી નથી તો કોઈ સારા સાયકોલોજીસ્ટ ની મદદ જરૂર થયેલો હંમેશાં કોઈ સાઈકોલોજિસ્ટની મદદ લેવી ખૂબ જ સારી સાબિત થઇ શકે છે. હંમેશા કોઈની મદદ લેવી તે બધી સારી સાબિત થઇ શકે છે.દરેક વ્યક્તિનું દિમાગ અલગ-અલગ હોય છે અને એવી પરિસ્થિતિમાં જરૂરી નથી કે કોઈ પણ એક સ્થિતિમાં તમે એક જ પ્રકારનું વર્તન કરો. કોઈપણ વ્યક્તિને જજ ન કરો. અને કોશિશ કરો કે કોઈપણ નકામી વસ્તુઓ તમને હેરાન ન કરે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment