આ ૪ ચિહ્નો દેખાય તો સ્ટ્રોક થવાનું જોખમ થઈ શકે છે

Image source

સ્ટ્રોક ના લીધે દર વર્ષે વિશ્વમાં લાખો લોકો ના મૃત્યુ થાય છે. મગજના એક ખાસ ભાગ સુધી લોહીનો પુરવઠો પહોંચવાથી સ્ટ્રોક ની સમસ્યા થાય છે. આ રોગના લક્ષણો તે વાત પર આધારિત છે કે આખરે લોહીનો પુરવઠો મગજના ક્યાં ભાગમાં પહોંચતો બંધ થયો છે. ન્યુરિલોજીક ડિસઓર્ડર ને લીધે શરીરમાં ઘણા લક્ષણોને જોઇને તમે આ રોગનો ખ્યાલ મેળવી શકો છો.

Image source

જો કોઈ વ્યક્તિ માં સ્ટ્રોકની ચેતવણી ની નિશાની ને ઓળખી જાઓ તો તેમનો જીવ બચાવી શકાય છે. તબીબી વિશ્વના લોકો તેને ટુંકી ભાષામાં ‘ફાસ્ટ ‘ કહે છે. ચાલો વિશ્વ સ્ટ્રોક દિવસના અવસર પર તમને જણાવીએ કે અંતે આ રોગની ચેતવણી ની નિશાની અને લક્ષણો શું છે.

Image source

એફ: ચેહરો ડ્રોપિંગ-

જો કોઈ વ્યક્તિ નો ચહેરો હસતી વખતે એક બાજુથી નિર્જીવ જેવો દેખાય કે ચહેરાનો એક ભાગ સુન્ન હોય તો ભય હોય શકે છે. તેમના હાસ્યમાં પણ એક અજીબ અસમાનતા જોવા મળે છે. ઘણી વાર હસતી વખતે મોઢું ત્રાંસુ લાગે છે.

Image source

એ: હાથની નબળાઈ –

કોઈ વ્યક્તિ ને બંને હાથ ઉંચા કરવાનું કહીએ. જો તેના હાથ નબળા કે સુન્ન લાગી રહ્યા હોય તો મામલો ગંભીર હોય શકે છે. હાથોની વચ્ચે ખરાબ સંતુલન કે તેનું નીચેની તરફ ઢળવું એ સ્ટ્રોક તરફ ઈશારો કરે છે.

Image source

એસ: બોલીમાં મુશ્કેલી –

જો કોઈ વ્યક્તિ ને બોલવામાં તકલીફ થતી હોય કે પછી તે શબ્દોનું ઉચ્ચારણ સરખું કરી શક્તો ન હોય તો તે સ્ટ્રોક સાથે જોડાયેલી સમસ્યા હોય શકે છે. આવા વ્યક્તિને કોઈ સામાન્ય વાક્ય બોલવા માટે કહો. જો તે તેનું સરખું ઉચ્ચારણ નથી કરી શકતો તો મુશ્કેલી વધી શકે છે.

Image source

ટી:કોલ કરવાનો સમય –

જો કોઈ વ્યક્તિ માં આ પ્રકારના લક્ષણો જોવા મળે કે લક્ષણો દેખાતા અચાનક બંધ થઈ જાય તો આરોગ્ય વિભાગ ને ફોન કરી તેના વિશે તરત જાણકારી આપવી. જેથી સમય રહેતા તેને બચાવી શકાય.

Image source

આ ઉપરાંત સ્ટ્રોક ના ઘણા બીજા પણ લક્ષણો હોય છે. તેમાં વ્યક્તિ ના શરીરનો કોઈ ભાગ નબળો કે ખરાબ થઈ શકે છે. તબીબી માં તેને પરેલાઇઝ કહે છે. તેમાં શરીરનો કોઈ ભાગ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે.

શરીરના કોઈ પણ ભાગમાં સુન્નપણુ અને કળતર જેવો અનુભવ થાય છે. ચાલવામાં મુશ્કેલી પડે છે અને શરીરનું સંતુલન બની રહેવું મુશ્કેલ થાય છે.

Images source

ઘણીવાર તેની અસર માણસ ની આંખો પર પણ પડે છે. તેને એક કે બન્ને આંખો થી જોવામાં મુશ્કેલી પડે છે. તેને બધું ઝાંખું દેખાય છે. આ ઉપરાંત ચક્કર આવવા એ પણ તેના લક્ષણો છે.

Image source

આ ઉપરાંત, માથાનો દુખાવો, મુંઝવણ, યાદશક્તિમાં ઘટાડો, વર્તણૂંક માં ફેરફાર, સ્નાયુઓનું જકડાવું અને ગળવું કે ખાવાના મુશ્કેલી પણ આના લક્ષણો છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અને અમે દરેક માહિતી તમારા સારા માટે ઇન્ટરનેટ ઉપર થઈએ એકત્રિત કરેલ છે તો આપ ને વિનંતી છે કે કોઈ પણ રોગ માં ડોક્ટર ની સલાહ આવશ્યક છે..

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *