ભોજન કર્યા પછી જો તરત જ પેટ ફૂલવા લાગે છે, તો આ ઘરેલૂ ઉપચારથી તરત જ આરામ મળશે.

ભોજન કર્યા પછી પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલુ ઉપાયો તમારી આ સમસ્યામાં રાહત આપી શકે છે. જાણો આ ઘરેલુ ઉપાયો કયા છે.

સારું ભોજન કોને પસંદ નથી હોતું. પરંતુ ઘણીવાર આ જ ભોજન માથાનો દુખાવો બની જાય છે. ઘણા લોકોને સમસ્યા હોય છે કે ભોજન કરતાની સાથે તેનું પેટ ફૂલવા લાગે છે. જે લોકોને ભોજન કર્યા પછી પેટ ફુલવાની સમસ્યા હોય તેઓને સમજાતું નથી કે શું કરવું. કારણકે ઘણીવાર થોડું ખાવાથી પણ આ સમસ્યા થાય છે. જો તમે પણ ભોજન કર્યા પછી પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલુ ઉપાયો તમને આ સમસ્યામાં રાહત આપશે. જાણો આ ઘરેલુ ઉપાયો કયા છે…

  • પેટની સમસ્યાને કારણે
  • આહાર યોગ્ય ન હોવો
  • ભોજન યોગ્ય રીતે ચાવીને ખાવું.
  • તૈલીય તેમજ મસાલેદાર ભોજનનું વધારે સેવન કરવું.
  • ભોજનમાં કાર્બોહાઈડ્રેટ યુક્ત વસ્તુઓનું વધારે સેવન કરવું.
  • તણાવમાં રહેવું
  • શરીરમાં ઓક્સિજનની ઉણપ હોવી.

આ ઘરેલૂ ઉપાયથી પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળશે.

સરકો, ઇસબગૂલનું પાણી ભેળવીને આ પીણાં પીવો:

જો ભોજન કર્યા પછી તમારું પેટ ફૂલવા લાગે છે, તો તમે ભોજન કર્યા પહેલા આ પીણું પીશો તો તમને આ સમસ્યાથી રાહત મળશે. તેના માટે તમે ફક્ત એક ચમચી ઇસબગુલ, એક ચમચી સફરજનના સરકાને એક ગ્લાસ પાણીમાં ભેળવી લો. તેને ભોજન કરવાના અડધો કલાક પહેલા પી લો.

અજમાનું સેવન કરો:

આ સમસ્યા સામે લડી રહેલા વ્યક્તિને ભોજન કર્યા પછી તરત જ ૧/૪ ચમચી અજમાને નવશેકા પાણી સાથે ખાઈ લેવા.
આમ કરવાથી પેટ હળવું લાગશે અને તમને આરામ મળશે.

ફુદીનાનાં પાંદડાં પણ અસરકારક:

ભોજન કર્યા પછી ચારથી પાંચ ફુદીનાનાં પાંદડાં લઈને એક ચપટી મરી સાથે ભેળવીને ચાવી લો. ત્યારબાદ થોડું નવશેકુ પાણી પી લો. તેનાથી તમને આરામ મળશે.

એલચી ખાવ:

પેટ ફુલવાની સમસ્યામાં એક નાની એલચી પણ તમને રાહત આપશે. તેના માટે ફક્ત તમે ભોજન કર્યા પછી નાની એલચી ખાઈ લો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment