જો સ્માર્ટફોન લોક થઈ જાય તો માત્ર 10 જ સેકન્ડમાં કરી શકો છો તેને અનલોક, જાણો કઈ રીતે

મિત્રો જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે સ્માર્ટફોન ના આ જમાનામાં દરેક નાના થી લઇ મોટા ઘરડા સુધીના લોકો પણ સ્માર્ટ ફોન વાપરતા જ હોઈ છે. અને આપણે બધા જ આ સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા પિન, પેટર્ન અથવા કઈ ને કઈ પાસવર્ડ જરૂરથી રાખીએ જ છીએ. આવા લોક સિવાય પણ એક ફીચર વધુ આવે છે જે છે ફેસલોક. આપણે આ બધા જ લોક નો ઉપયોગ કરીએ છીએ જેથી બીજા લોકો આપણી અગત્યની વસ્તુ જોઈ ના જાઈ. પરંતુ એવામાં ઘણા લોકો તેના ફોનનો પિન અથવા પાસવર્ડ ભૂલી જતા હોઈ છે. તો એવી પરિસ્થતિમાં સુ કરવું એ વિચારવા જેવું છે. પરંતુ આજે અમે તમને બે એવી સરળ રીત શીખવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે ચપટી વગાડતા જ તમારા લોક લાગેલા ફોનને અનલોક કરી શકો છો. આવો જાણીએ કઈ છે તે સરળ રીત…

દોસ્તો, સૌથી પહેલા સ્માર્ટફોનને અનલોક કરવા માટે તમારી અન્ય મોબાઇલ કે કોમ્પ્યુટર બ્રાઉઝરમાં જઇને https://myaccount.google.com/find-your-phone-guide યુઆરએલ ટાઇપ કરો અને પછી ઓકે કરો. તે બાદ તમારા તે જીમેઇલ એકાઉન્ટથી લોગ ઇન કરો. જે તમારા લોક થયેલા ફોનમાં ઓપન હતું.

લોગઇન થયા પછી તમને તે બધા સ્માર્ટફોનની લિસ્ટ મળશે જેમાં તમારું જીમેઇલ એકાઉન્ટ ખુલ્લું છે. આવું કર્યા પછી, તે ફોન પસંદ કરો કે જેને તમે અનલોક કરવા માંગો છે.

તમને તમારી સ્ક્રીન પર Lock Your ફોનનો ઓપ્શન જોવા મળશે. જેની પર ક્લિક કરવું પડશે. તે બાદ તમારે નવો પાસવર્ડ પિન કે પેટર્ન તરીકે નાખવું પડશે. આટલું કર્યા બાદ તમે તમારા સ્માર્ટફોનનો પાસવર્ડ બદલાઇ જશે. હવે તમારા ફોનનું લોક ખુલી જશે. જોકે, આ રીત માટે જે ફોનને અનલોક કરવો છે તેમા ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.

બીજી રીત માટે તમે ગૂગલ આસીસ્ટન્ટની મદદ લઇ શકો છો. જો તમે તમારું ગૂગલ આસિસ્ટન્ટ પહેલાથી સેટ કર્યું છે અને તમારો વોઇસ રેકોર્ડ કર્યો છે અને સાથે જ ‘Unlock with voice’ના વિકલ્પ પર ક્લિક કર્યું છે તો તમે માત્ર ‘Ok Google’ કહીને પણ તમારો સ્માર્ટફોન અનલોક કરી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *