અત્યારે શિયાળો છે તો આ દિવસોમાં નહાતી વખતે આ ખાસ વાતોનું ધ્યાન રાખો.

Image source

સામાન્ય રીતે આપણે બધા શિયાળાની ઋતુમાં ગરમ પાણીથી નહાયે છીએ. પરંતુ સ્ત્રીઓને શિયાળા દરમિયાન આ ૫ દિવસોમાં ખાસ કરીને ગરમ પાણીથી નહાવું જોઈએ. તેની સાથેજ થોડી જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે પીરીયડ દરમિયાન થનારી ઘણા પ્રકારની સમસ્યાઓથી બચી શકો…..

ઘરની સ્ત્રીઓને સવારના સમયે ઘણા કામકાજ કરવાના હોય છે. તેવામાં હંમેશા તે ઠંડા કે તાજા પાણીથી ન્હાઈ લે છે. તેમ કરવું તેના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ખાસ કરીને પીરીયડના દિવસોમાં. અહી જાણો આ દિવસોમાં નહાતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ….

પૈડ્સ બદલતા પહેલા અને પછી હાથ ધોવા:

Image source

  • નહાતી વખતે પેડ્સ બદલતા પહેલા અને પેડ્સ બદલ્યા પછી બંને વાર હાથને સાબુથી ખૂબ સારી રીતે સાફ કરો. તેમ કરવાથી હાનિકારક બેક્ટેરિયાના સ્થળાંતરનું જોખમ ઓછું થઈ જાય છે.

નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો:

Image Source

  • પીરીયડ દરમિયાન નહાવા માટે તમે ગરમ પાણીનો ઉપયોગ કરો. ઘ્યાન રાખો કે પાણી તેટલું પણ ગરમ ના થાય કે ત્વચાને બાળી દે.
  • ગરમ પાણીથી ન્હાવાથી તમારા સ્નાયુઓમાં રાહત વધશે અને તમને દુખાવામાં આરામ મળશે. સાથેજ તમારું શરીર હળવું લાગશે.

ગરમ પાણીમાં સિંધવ મીઠું અને બાથનું મીઠું નાખો:

  • નહાતી વખતે ગરમ પાણીમાં સિંધવ મીઠું અથવા બાથના મીઠાનો ઉપયોગ કરો. મીઠું એક પ્રાકૃતિક પીડા નિવારણ છે . સિંધવ મીઠામાં ગરમ પાણી નાખીને નહાવાથી તમારી ત્વચાના રોમ છિદ્રોમાં જામેલી ગંદકી સાફ થશે અને દુખાવો પણ ઓછો થશે.

નહાયા પછી આ રીતે કરો:

Image Source

  • પીરીયડ દરમિયાન નહાયા પછી આખા શરીર પર સરસવનું તેલ કે નારિયેળ તેલ લગાવો. તે તમારા શરીર પર એક પ્રાકૃતિક સ્તર બનાવવાનું કામ કરશે, સાથેજ શરીરને જલ્દી ગરમ પણ કરશે.
  • ધ્યાન રાખો કે તેલની માત્રા એટલી ન લગાવવી કે ત્વચા પર ચીકાશ રહી જાય અને કપડા ખરાબ થઈ જાય. તેલ ખૂબ ઓછી માત્રામાં લેવું.

થોડું ગરમ પ્રવાહી જરૂર લેવું:

image source

  • નહાયા પછી ગરમ પાણી અથવા ગ્રીન ટી નું સેવન કરો. તેમ કરવાથી શરીરને ગરમ રાખવામાં મદદ મળશે અને દુખાવો ઓછો થશે. આ દરમિયાન દૂધની બનેલી ચા પીવાથી બચવું જોઈએ. તને ઇચ્છો તો બ્લેક ટી નું સેવન કરી શકો છો. સવારના સમયે આ બધા સાથે એક – બે બિસ્કીટ અથવા ટોસ્ટ જરૂર લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *