વર્ષ 2021ના ‘વેલેન્ટાઇન ડે’ પર મેલ કે ફીમેલ તેના લવલી પાર્ટનરને આવી મજેદાર ગીફ્ટ આપશે તો પાર્ટનર ખુશ થઇ જશે

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ પ્રેમીઓમાં જોશ જોવા મળે છે કારણ કે આ મહિનો જ એકદમ જોશીલો છે. તમને ખબર છે કે આ મહિનામાં શું હોય છે? આપને જણાવી દઈએ કે આ મહિના જ કપલ માટેનો સ્પેશીયલ ડે ‘વેલેન્ટાઇન ડે’ આવે છે. તો આપને આ જાણીને ઉત્સાહ થયો હશે ખરું?

પણ ખરેખર કહીએ તો મોટાભાગના કપલને આ સ્પેશ્યલ ડે માટેનું ક્ન્યુઝ્ન રહેતું હોય છે કારણ કે એ જ સમજમાં નથી આવતું કે લવિંગ પાર્ટનરને શું ગીફ્ટ આપવી અને પ્રેમને જાહેર કઈ રીતે કરવો? એવામાં ઘણા વ્યક્તિઓ માટે વેલેન્ટાઇન ચિંતાજનક બનીને રહી જાય છે.

પણ હવે તમે આ ચિંતા કરી રહ્યાં હોય તો એકદમ ફ્રી થવાનો સમય આવી ગયો છે કારણ કે અમે તમે એ જણાવી દઈએ કે પાર્ટનરને શું ગીફ્ટ આપવી? એટલે કે ખાસ કરીને વેલેન્ટાઇન ડે ના અવસર પર મેલ અને ફીમેલ પાર્ટનરને કઈ ગીફ્ટ આપવી?

તો ચાલો જાણીએ કે તમે મેલ છો તો ફીમેલ પાર્ટનરને કેવી ગીફ્ટ આપી શકો છો અને તમે એક ફીમેલ છો તો આપના પ્રિય એવા મેલ પાર્ટનરને કેવી કેવી ગીફ્ટ આપી શકો છો? વધુ જાણીએ આગળ એ પહેલા તમને જણાવી દઈએ કે આજનો આર્ટિકલ પ્રેમીઓ માટે બહુ મહત્વનો છે તો આપ છેલ્લે સુધી આ આર્ટિકલને વાંચવાનું ભૂલશો નહીં.

સૌથી પહેલા જાણીએ ફીમેલ પાર્ટનરને મેલ પાર્ટનરને શું ગીફ્ટ આપવી જોઈએ?

બેસ્ટ કાર્ડ :

આમ તો આપણે સામાન્ય રીતે કોઈ સ્પેશ્યલ ડે પર કાર્ડ આપતા હોઈએ છીએ. એવી રીતે વેલેન્ટાઇન ડે પર પણ તમે બેસ્ટ કાર્ડ આપી શકો છો. અને ઓછા ખર્ચમાં પણ પ્રેમીને અથવા પતિને કાર્ડ આપીને તમે વેલેન્ટાઇન ડે વિશ કરી શકો છો. ઉપરાંત પ્રેમીને કાયમી માટે સાચવવા જેવી ગીફ્ટ હોય તો એ કાર્ડ છે. કારણ કે કાર્ડને તિજોરીમાં સાચવીને મૂકી શકાય છે અને એથી વિશેષ કાર્ડને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે. એટલે વેલેન્ટાઇન ડે ને ખાસ બનાવવા માટે મેલ પાર્ટનરને કાર્ડ ગીફ્ટ કરી શકાય છે.

ફૂલ :

ફૂલ કોઇપણ સ્પેશ્યલ ડે ને વધારે સ્પેશ્યલ બનાવી શકે છે. ફૂલ એ સુંદરતા અને ભગવાને બનાવેલ અદ્દભુત ક્રિએશનની અંદર ગણવામાં આવે છે. તમે ફૂલની પસંદગી પાર્ટનરને ગમતા કલર મુજબ કરી શકો છો. મેલ પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટેનો આ એક નવો તરીકો છે. બજારમાંથી ફૂલની ખરીદી આસાનીથી કરી શકાય છે અને ઓછી કિંમતમાં ખાસ આઇટેમની રોતે ફૂલ આપીને વેલેન્ટાઇન ડે ને કાયમી માટે યાદગાર બનાવી શકાય છે.

કેક :

સામાન્ય રીતે સેલિબ્રેશન માટે આપણે અવારનવાર કેક લાવતા હોઈએ છીએ પણ જો એ છતાં પણ તમે કેક કટિંગ કરીને સ્પેશ્યલ ડે ને સેલિબ્રેટ કરવા માટેના શોખીન હોય તો કેક એ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. મેલ પાર્ટનર સાથે હોય ત્યારે તેના માટે કેક લઇ જાઓ અને વેલેન્ટાઇન ડે ને સેલીબ્રેટ કરો.

ફોટોઝ :

વેલેન્ટાઇન ડે ને તમે ખાસ દિવસ તરીકે યાદ રાખવા માટે ફોટોઝ પણ બહુ યાદગાર વસ્તુ છે. તમે એક દિવસની ગીફ્ટને કાયમી યાદ રહે એવું કરવા ઇચ્છતા હોય તો ફોટોઝ એ બેસ્ટ ગીફ્ટ બની શકે છે. મેલ પાર્ટનરને પોતાનો જ ફોટો ગીફ્ટ કરવાની મજા કઇંક અલગ જ છે! તો આ યાદને કાયમી સાચવી રાખવા માટે પણ ફોટોઝનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે.

વોલેટ એન્ડ બેલ્ટ :

આમ તો આ બંને મેલ પાર્ટનર માટે એક સામાન્ય વસ્તુઓ બની ગઈ હોય છે કારણ કે બર્થ ડે પર આવી ગીફ્ટ આવતી રહેતી હોય છે. એટલા માટે આ ગીફ્ટને બદલે અન્ય ગીફ્ટના ઓપ્શન અજમાવી શકાય છે.

અન્ય ગીફ્ટ માટેની વસ્તુઓ :

પતિને અથવા બોયફ્રેન્ડને વેલેન્ટાઇન ડે પર ખુશ કરવા માટે અન્ય ગીફ્ટ આઇટેમોમાં ઘણી બધી વસ્તુઓ આપી શકાય એવી હોય છે, જે તેને ખુશ પસંદ પડતી હોય છે. જેમ કે, પરફ્યુમ, રીંગ, ગોગલ્સ, પેન સ્ટેન્ડ, ટેબલ લેમ્પ, સ્ટાઇલીશ પેન વગેરે… આ બધી ગીફ્ટસ પણ એવી છે જેનાથી તમે મેલ પાર્ટનરને ખુશ કરી શકો છો અને વેલેન્ટાઇન ડે ને કાયમી માટે યાદગાર બનાવી શકો છો.

હવે આટલી માહિતી જાણ્યા પછી એ પણ જાણીએ કે મેલ પાર્ટનર તેની પ્રિય ફીમેલ પાર્ટનરને કઈ કઈ ગીફ્ટ આપી શકે છે? તો આ માહિતી પણ આજના આર્ટિકલમાં જાણી લઈએ કે કઈ છે એવી વસ્તુઓ જેનાથી ફીમેલ પાર્ટનર વેલેન્ટાઇન ડે પર ખુશ કરી શકાય?

ફીમેલ પાર્ટનરને વેલેન્ટાઇન ડે પર ખુશ કરવા માટે નીચે જણાવ્યા મુજબની વસ્તુઓ આપી શકાય છે :

ઈયરીંગ :

તમે તમારા ફીમેલ પાર્ટનરને આ પ્રકારની ગીફ્ટ પણ આપી શકો છો. ઈયરીંગ ચાંદી, સોના અને ઇમીટેશનના પણ મળતા હોય છે. અને હવે તો એક ગ્રામ સોનામાં મળી શકે એવા ઈયરીંગ પણ બજારમાંથી મળી જાય છે. તો કૈંક અલગ રીતે વેલેન્ટાઇન ડે માં ગીફ્ટ આપવા માટેનું વિચારી રહ્યા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.

એંકલેટ :

આજકાલ ટાઈટલવાળા એંકલેટની ફેશન બહુ ચાલે છે એટલે આપના ફીમેલ પાર્ટનરને ખુશ કરવા માટે તેને વેલેન્ટાઇન ડે ના ગીફ્ટમાં એંકલેટ આપી શકાય છે. ગર્લફ્રેન્ડ કે પત્નીને ખુશ કરવા ઈચ્છતા હોય તો વેલેન્ટાઇન ડે ની ગીફ્ટની પસંદગી સારી રીતે પસંદ આવે એ રીતની કરવી જોઈએ. તો એ માટે તમે ફીમેલ પાર્ટનરને એંકલેટ આપી શકો છો. ઓનલાઈન પણ એંકલેટની એક કરતા વધારે વેરાયટી મળી જતી હોય છે એટલે હજી થોડા દિવસ બાકી છે ત્યાં ઓનલાઈન ઓર્ડર કરીને એંકલેટની ખરીદી કરી શકાય છે.

રિંગ :

રિંગ, એ એક ફીમેલ માટેની એવી વસ્તુ છે જે તેના હાથની શોભામાં વધારો કરે છે. તો તમે ફીમેલની પસંદગી મુજબની અને ખાસ તમારા બજેટ મુજબની રિંગ ખરીદી શકો છો. વેલેન્ટાઇન ડે ને લાંબા સમય માટે યાદગાર બનાવવા માટે આ બેસ્ટ ઓપ્શન છે.

વોલ વોચ :

અત્યારે વોલ વોચમાં એટલી વેરાયટી મળે છે કે એક જોઈને એક ભૂલીએ! તો પછી જરા પણ સમયને વેડફશો નહીં અને તમારું ફીમેલ પાર્ટનર જો ઘરને વધારે સજાવીને રાખતી હોય તો તેને બેશક વોલ વોચ વેલેન્ટાઇન ડે ના દિવસે ગીફ્ટ કરી શકાય છે.

મગ :

સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે માં આપેલ આ વસ્તુ બહુ પ્રિય રહે છે અને એ પણ લાંબા સમય માટે કારણ કે ચા કે કોફી તો પીવાની ટેવ મોટેભાગે હોય જ છે પણ એ માટેનો મોટો એવો મગ ઘરમાં હોતો નથી તો તમારા ફીમેલ પાર્ટનરને વેલેન્ટાઇન ડે ના દિવસે ગીફ્ટ આપવા માટે મગ બેસ્ટ ઓપ્શન બની શકે છે.

સ્કેચ પેઈન્ટીંગ :

એકવારની ગીફ્ટ આજીવન યાદ રહે એવું કરવું હોય તો આ બેસ્ટ ગીફ્ટ આઈડિયા છે. કારણ કે પોતાનો જ મસ્ત રીતે બનાવેલ ફોટો કોને ન ગમે! તમે ફીમેલ પાર્ટનરને તેનું જ ખુબસુરત ફોટો સ્કેચ કરાવીને ફોટોફ્રેમ સાથે ગીફ્ટ કરી શકો છો.

ચોકલેટ બોક્સ :

ચોકલેટ તો હર કોઈને પસંદ આવતી હોય છે એમાં પણ વાત જો ગર્લ્સની કરીએ તો ખાસ કે તેને તો અતિ હદથી ચોકલેટ ભાવતી હોય છે. એવામાં તમે વેલેન્ટાઇન ડે ના દિવસે પણ ચોકલેટ બોક્સ આપીને ફીમેલ પાર્ટનરને ખુશ કરી શકો છો.

છે ને વેલેન્ટાઇન ડે માટેના મજેદાર ગીફ્ટ આઈડીયાઝ! તો પછી તમે પણ વર્ષ 2021ના વેલેન્ટાઇન ડે ને એકદમ યાદગાર બનાવી દો અને તમારા પાર્ટનરને ગીફ્ટ આપીને ખુશ કરી દો.

આશા છે કે આજની માહિતી તમને વધારે પસંદ આવી હશે. તો આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *