આઈએએસ કે આઈપીએસ? જાણો કોણ હોય છે વધુ પાવરફૂલ અને બંનેમાં શું હોય છે અંતર 

Image Source

યુનિયન જાહેર સેવા આયોગ (UPSC EXAM ) પાસ કર્યા પછી જ આઈએએસ, આઈપીએસ,આઈઈએસ, અથવા આઈએફએસ અધિકારીનું સિલેક્શન થાય છે. આ દરેક અધિકારીઓ નું કામ અલગ-અલગ હોય છે અને તેમની ભૂમિકા પણ અલગ-અલગ હોય છે.

યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ, આઈપીએસ બની શકાય છે. આ ટ્રેનિંગમાં ખૂબ જ અંતર હોય છે. આઈએએસ, આઈપીએસ ની જવાબદારી અને તેમની શક્તિઓ પણ અલગ-અલગ હોય છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ(UPSC EXAM)ની ભારતમાં સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે અને તેની એકઝામ ને પાસ કર્યા પછી જ આઈએએસ, આઈપીએસ,આઈઈએસ, અથવા આઈએફએસ અધિકારીનું સિલેક્શન થાય છે. આ દરેક અધિકારીઓ નું કામ અલગ-અલગ હોય છે અને તેમની અલગ અલગ ભૂમિકા જોવા મળે છે તમને જણાવી દઈએ કે આઈએએસ, આઈપીએસ માં શું ફરક હોય છે અને બંને માંથી કોણ વધુ પાવરફૂલ હોય છે.

Image Source

કેવી રીતે થાય છે આઈએએસ,આઈપીએસ નું સિલેક્શન

યુપીએસસીની એકઝામનું રિઝલ્ટ આવ્યા બાદ ઉમેદવારને એક ડીટેલ એપ્લીકેશન ફોર્મ ભરવાનું હોય છે જેના આધાર ઉપર પર્સનાલિટી ટેસ્ટ થાય છે.ફોર્મમાં ભરેલી જાણકારીઓ ના આધાર ઉપર ઇન્ટરવ્યૂ દરમિયાન સવાલ પૂછવામાં આવે છે.ઇન્ટરવ્યૂમાં મળેલા નંબરને જોડી ને એક મેરિટ લિસ્ટ તૈયાર થાય છે અને તેના આધાર પર ઓલ ઇન્ડિયા રેન્કિંગ બનાવવામાં આવે છે. અલગ અલગ કેટેગરી અનુસાર રેન્કિંગ ની તૈયારી કરવામાં આવે છે.આ રેન્કિંગના આધાર પર આઈએએસ, આઈપીએસ,આઈઈએસ, અથવા આઈએફએસ અધિકારીનું સિલેક્શન થાય છે. ટોપ રેન્ક વાળા પ્રેફરન્સ આઇપીએસ અથવા તો આઈઆરએસ હોય છે અને નીચા રેન્ક વાળા ને પણ આઈએએસ ની પોસ્ટ મળી શકે છે ત્યારબાદ પછીના રેન્ક વાળાને આઇપીએસ અને આઈએફએસ ની પોસ્ટ મળે છે.

Image Source

કેવી રીતે હોય છે આઇએએસ અને આઇપીએસ ની ટ્રેનીંગ?

આઇએએસ અને આઇપીએસ માટે પસંદગી કર્યા બાદ તેમની ટ્રેનીંગની શરૂઆત મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન માં ફાઉન્ડેશન કોર્સ માં થાય છે. જેમાં સિવિલ સેવા માટે પસંદગી કરેલા દરેક કેન્ડિડેટ ને ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે આ કોર્સમાં બેઝિક એડમિનિસ્ટ્રેટિવ શીખવવામાં આવે છે. જેને જાણવું દરેક સિવિલ સેવા અધિકારી માટે જરૂરી હોય છે. એકેડેમી ની અંદર અમુક ખાસ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે.જેમાં મેન્ટલ અને ફિઝિકલ મજબૂતી માટે હિમાલયનું કઠિન ટ્રેકિંગ પણ તેમાંથી એક છે.

તે સિવાય દરેક ઓફિસરો માટે ઇન્ડિયા ડે નો આયોજન પણ કરવામાં આવે છે. જેમાં દરેકને પોત પોતાના રાજ્યની સંસ્કૃતિ નું પ્રદર્શન કરવાનું હોય છે તેમાં વિવિધ સેવા અધિકારીના પહેરવેશ લોક નૃત્ય અને ખાવાના આધાર ઉપર દેશની ‘વિવિધતામાં એકતા’ દર્શાવવામાં આવે છે. તે સિવાય અધિકારીઓને ગામડાના વિઝીટની ટ્રેનીંગ પણ આપવામાં આવે છે.આ દરમિયાન ઓફિસરોને દેશના કોઇ સુંદર ગામમાં જઈને સાત દિવસ રહેવાનું હોય છે. જેનાથી તેમને ગામની જિંદગીના દરેક પાસાને ઝીણવટપૂર્વક સમજવાનો મોકો મળે છે. સિવિલ સેવા અધિકારીનો ગામના લોકોનો અનુભવ અને તેમની સમસ્યાનો સામનો થાય છે.

Image Source

ત્રણ મહિના પછી અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે

આઈએએસ ઓફિસર અને આઇ.પી.એસ.ની ટ્રેનિંગ વચ્ચે ખૂબ જ અંતર હોય છે. ત્રણ મહિનાની ફાઉન્ડેશન ટ્રેનિંગ બાદ આઇપીએસ અધિકારીને હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી મોકલવામાં આવે છે. જ્યાં તેમને પોલીસ ની ટ્રેનીંગ આપવામાં આવે છે આઈપીએસની પસંદગી પછી વધુ અઘરી ટ્રેનિંગ માંથી પસાર થવું પડે છે. આ ટ્રેનિંગમાં ઘોડે સવારી અને હથિયાર ચલાવવાનું પણ સામેલ હોય છે. ત્યાં જ આઈએએસ ટ્રેનિંગ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન માં જ કરવામાં આવે છે. ત્યારબાદ આઇએએસ અધિકારીની પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ થાય છે અને તેમાં એડમિનિસ્ટ્રેશન અને ગવર્નરની સાથે દરેક સેક્ટરની જાણકારી પણ આપવામાં આવે છે.

Image Source

આઇએએસ અને આઇપીએસ ની જવાબદારી

 બિઝનેસ ઇનસાઇડર ના રિપોર્ટ અનુસાર આઈએએસ અધિકારીઓની જવાબદારી માં ક્ષેત્ર, જિલ્લો, વિભાગનું પ્રશાસન સામેલ હોય છે. તેમને પોતાના સંબંધી ક્ષેત્રોના વિકાસ માટે પ્રસ્તાવ બનાવવાની આવશ્યકતા હોય છે અને તેમને દરેક નીતિ લાગુ કરવાની સાથે-સાથે કાર્યકારી શક્તિઓની સાથે મહત્વપૂર્ણ  નિર્ણય લેવાની પણ શક્તિ આપવામાં આવે છે. જ્યારે આઇપીએસ અધિકારીને અપરાધની તપાસ કરવાની હોય છે અને તે ક્ષેત્રમાં કાનૂની વ્યવસ્થા બનાવવાની હોય છે જ્યાં તેમને મુકેલા હોય છે. એક આઇએએસ ઓફિસર ને કોઈ ડ્રેસ કોડ હોતો નથી તે ફોર્મલ ડ્રેસમાં રહે છે. ત્યાં જ આઇપીએસ અધિકારી ડ્યુટી દરમિયાન વર્ધી પહેરે છે. આઈએએસ અધિકારીને પોસ્ટ ના અનુસાર બોડીગાર્ડ મળે છે જ્યારે આઇપીએસ સાથે સંપૂર્ણ પોલીસ ફોર્સ જાય છે.

Image Source

આઇએએસ અને આઇપીએસ માં કોણ હોય છે વધુ પાવરફુલ?

આઇએએસ અને આઇપીએસ ની જવાબદારી અને તેમની શક્તિ બિલકુલ અલગ હોય છે.આઈએએસ અધિકારીઓને કર્મચારી અને તાલીમ વિભાગ અને કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન દ્વારા નિયંત્રિત કરે છે. ત્યાં જ બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલય આઇપીએસ કેડરને નિયંત્રિત કરે છે . આઈએએસ અધિકારી નું વેતન આઇપીએસ અધિકારીની તુલનામાં થોડું વધુ હોય છે. તેની સાથે એક ક્ષેત્રમાં માત્ર એક આઇએએસ અધિકારી હોય છે જ્યારે એક ક્ષેત્રમાં આઇપીએસ અધિકારી ની સંખ્યા આવશ્યકતાથી વધુ હોય છે. અંતમાં જોઈએ તો આઈએએસ અધિકારી નું પદ અને વેતન તથા અધિકારના દ્રષ્ટિએ એક આઇપીએસ અધિકારી થી ખૂબ જ બહેતર હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment