પતિ-પત્ની નો ચટપટો સંવાદ

પતિ પત્ની નો ચટપટો સંવાદ

પતિ…. “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

પત્ની.. “કેમ? હું તમને જાડી લાગુ છું?”

પતિ…. “અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

પત્ની.. “તમને હું માંદિ લાગુ છું??”

પતિ…. “તારે ન આવવું હો તો પડી રહે!!”

પત્ની.. “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

પતિ…. “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!”

પત્ની.. “હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!”

પતિ…. “જો મેં એવું નથી કહ્યું!!”

પત્ની.. “એટલે હું ખોટું બોલું છું એમ ને?”

પતિ…. “મગજની નસ ખેચવાની રેવા દેને!!”

પત્ની.. “મને કચકચણી કહો છો?”

પતિ…. “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

પત્ની.. “જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!”

પતિ…. “હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

પત્ની.. “મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

પતિ … “રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

પત્ની.. “જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!”

પતિ.(મનમાં ને મનમાં)… “આને ક્યા પોગવું?”

Leave a Comment