એવું તો શું થયું કે બધા પતિદેવ તેની પત્નીને ખંભા પર બેસાડીને દોડતા હતા – જુઓ બધા ફોટા તો ખબર પડે…

પતિ તેની પત્નીને ઊંચકીને બેડ પર સુવડાવે આવા સીન તમે ફિલ્મ, સીરીયલ કે વિડીયોમાં રોમેન્ટિક મૂડમાં જોયા હશે. પરંતુ વાસ્તવિક લાઈફમાં પણ પતિદેવ પત્નીઓને ઊંચકવાની સીસ્ટમ ફોલો કરે છે. ક્યાં અને કેવી રીતે? જુઓ આ તસવીરો અને વાંચો આ આર્ટીકલ એટલે તમને બધું જાણવા મળી જશે.

તમે બોલીવૂડ ફિલ્મ “દમ લગા કે હઈશા” તો જોઈ હશે અને ન જોય હોય તો આ તસવીર જુઓ. પ્રેમ પ્રકાશ તેની પત્ની સંધ્યાનેપીઠ પર બેસાડીને રેસ જીતવા માટે જાય છે. બસ, આ જ વાત છે

અમુક લોકોએ આવું જ કર્યું છે. જો કે, એ તો ફિલ્મનો સીન હતો પરંતુ વાસ્તવમાં આવી એક પ્રતિયોગીતા યોજવામાં આવે છે, જેમાં પતિદેવ તેની પત્નીને ખંભા પર ઊંચકીને જીતવાની હોય છે.

વિદેશમાં વાઈફ કેરીંગ ચેમ્પિયનશીપની સ્પર્ધા યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં પતિ તેની પત્ની અથવા બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને ખંભા પર બેસાડીને દોડતો જોવા મળે છે.

આ તસવીર જુઓ એટલે ચોખ્ખી મગજમાં ક્લીયર થઇ જશે. જેમાં પતિ કે બોયફ્રેન્ડ તેની ફીમેલ પાર્ટનરને ખંભા પર બેસાડીને પ્રતિયોગીતા જીતવા માટે દોડી રહ્યા છે.

આ વર્ષે પણ આ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની અંદર આ શો યોજાયો હતો. આ રેસમાં પતિ એ કે બોયફ્રેન્ડે તેની પત્નીને કે ગર્લફ્રેન્ડને ખંભા પર બેસાડીને એક કલાક દોડવાનું હોય છે.

આ દરમિયાન પતિ પર ઘણી અડચણો ઉભી કરવામાં આવે છે. જેમાં પાણીથી બચીને પડ્યા વગર દોડવું પડે છે. એટલું જ નહીં પતિને રેતીવાળી જમીનમાંથી પાર થવું પડે છે. ઉપરાંત એવી વસ્તુ પણ અડચણ માટે રાખવામાં આવે છે જેને પાર કરવા માટે બહુ તકલીફ પડે છતાં ઘણા પુરૂષો તેની ફીમેલ પાર્ટનરને લઈને આ પ્રતિયોગીતાનો હિસ્સો બનવા માટે આવે છે. દર વર્ષે આયોજન થતી આ પ્રતિયોગીતામાં દેશમાં ખૂણે-ખૂણેથી કપલ્સ આવીને અહીં ભાગ લે છે.

આ સ્પર્ધા ૨૪ વર્ષથી યોજવામાં આવે છે. જેનું આયોજન આંતરરાષ્ટ્રીય લેવલે કરવામાં આવે છે. આ વર્ષે યુકેના ‘ક્રિસ હેપવર્થ’ અને તેની પત્ની ‘તનીષા’ વિનર થયા હતા. આ કપલ આ પહેલા પણ યુકેની ‘વાઈફ કેરીંગ રેસ’ જીતી ગયા હતા પણ આ વખતે તેને ઈન્ટરનેશનલ પ્રતિયોગીતા જીતવાનો મોકો મળ્યો હતો. એ સિવાય સ્વીડન, યુએસ, બ્રિટન અને સ્ટોનિયા જેવા અનેક દેશોના પ્રતિસ્પર્ધિઓ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે એકઠા થાય છે. તમે બધી તસવીરો જુઓ બહુ મજા પડે એવી છે. આ સ્પર્ધામાં પ્રોફેશનલ લોકો ભાગ લઈને વધુ શાનદાર બનાવે છે.

હજુ, આપણા ભારતમાં તો આવી સ્પર્ધામાં યોજાઈ નથી. બાકી ઘણા કપલ્સ ઉત્સાહભેર આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે જરૂરથી આવે. તમને કેવી લાગી આ સ્પર્ધા??? કમેન્ટમાં કાંઈ મનની વાત હોય તો લખવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *