હગ અને કિસ થી ‘લવ હોર્મોન’ વધે છે અને સાથે ત્વચા નો નૂર પણ વધે છે

Image Source

કિસ કરવી અને હગ કરવું ત્વચાને સુંદર બનાવા ની એક રીત છે, હગ કરવા નો ફાયદો ફક્ત તમારા સંબંધોને જ નહીં પરંતુ ત્વચા પર પણ થાય છે

તમે તમારા સંબંધોની સાથે જ તમારી ત્વચાને પણ સુંદર રાખવા માંગતા હશો, તો રોજ તમારા જીવનસાથીને હગ કરો. કારણ કે આમ કરવાથી, તમારી ત્વચામાં ‘લવ હોર્મોન અથવા કડલ હોર્મોન’ ની વૃદ્ધિ થાય છે અને તમારું આકર્ષણ વધે છે. પાર્ટનર ને ગળે લાગવાથી શરીર અને મગજમાં કેવા પરિવર્તન થાય  છે અને સાથે જ તમારી સુંદરતા પર પણ કેવી અસર થાય છે, તે મેક્સ હોસ્પિટલના ડૉક્ટર રાજેશ કુમાર જણાવશે.

Image Source

વૈજ્ઞાનિક કારણ ને લીધે જરુરી બને છે હગ કરવું

શું તમે ક્યારે પણ આ વાત વિશે વિચાર્યું છે કે જ્યારે પણ તમે તમારા પાર્ટનર ને ટચ કરો છોત્યારે તમારા અને તમારા જીવનસાથી ને પહેલા શું અનુભવ થાય છે? ત્યારે સૌથી પહેલા એ વ્યક્તિ માં મન માં સૌથી પહેલા સુરક્ષા નો ભાવ જાગશે.

 • જ્યારે ત્વચા ઉપર બીજા વ્યક્તિસ્પર્શ કરે છે, ત્યારે ત્વચામાં હાજર રીસેપ્ટર્સ મગજને તરત જ સંકેતો આપે છે. આ સંકેતની સાથેતેમાં ટચ ની ભાવના પણ છુપાયેલી છે. એટલે કે તે સ્પર્શ સારો છે કે ખરાબ.
 • જ્યારે તમે તમારા જીવનસાથીને હગ કરો છો અથવા સ્પર્શ કરો છો, ત્યારે મગજમાં સેન્સેશન પહોંચે છે અને તેના કારણે મગજ ચોક્કસ હોર્મોન મુક્ત કરે છે. આ હોર્મોનનું નામ ઓક્સીટોસિન છે, તેને કડલ હોર્મોન પણ કહેવામાં આવે છે. આ હોર્મોન આપણાં મગજ માં ફીલિંગ, ઇમોશન અને બોંડિંગ બનાવવા નું  અને વધારવા નું કામ કરે છે. તે વિશ્વાસ કરવાની ભાવના  ને વધારે છે.

Image Source

ઓક્સીટોસિન નું ત્વચા પર પ્રભાવ

 • ઓક્સીટોસિન આપણી ત્વચા ને રીગ્લોઇંગ કરવા માં મદદ કરે છે. કારણ કે તે આપણી ત્વચાની અંદર કોષીકા ની રચનાની પ્રક્રિયાને વેગ આપે છે અને નવી કોશિકા ને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તે ત્વચા પર એન્ટીઓકિસડન્ટોની જેમ કાર્ય કરે છે.
 • ઓક્સીટોસિન ત્વચાના ડેડ સેલ ની પ્રક્રિયા ને સીમિત કરે છે. કારણ કે તે એન્ટીઓકિસડન્ટોની જેમ કાર્ય કરે છે, તે ત્વચાને ચેપથી પણ બચાવે છે.

Image Source

ત્વચા ખરાબ થતી બચાવે છે.

 • તમે જોયું જ હશે કે તમારા શરીર પરની ઘૂંટણ અને કોણીની ત્વચા બીજી ત્વચા કરતાં કાળી, જાડી અને રફ હશે. આ કારણ છે કે શરીરના આ ભાગો ની ત્વચામાં કેરીનોસાઇટ્સની માત્રા વધારે હોય છે.
 • હગ કરવા થી અથવા ગળે લાગવા થી શરીરના અંદર થી રિલીસ થયેલ ઓક્સીટોસિન તમારી ત્વચાની અંદર આ કેરીનોસાઇટ્સ ઘટાડવાનું કામ કરે છે. જે તમારી ત્વચાને નરમ,મુલાયમ અને ચળકતી બનાવે છે. એટલે કે, જ્યારે તમારા શરીરમાં ઓક્સીટોસિનની ઉણપ હોય છે, તો પછી ત્વચા રફ અને જાડી બને છે. તેથી તમારા જીવનસાથીને દરરોજ હગ કરો.

Image Source

ઓક્સીટોસિન ત્વચા પર ત્રણ રીતે કાર્ય કરે છે

ત્વચા પર ઓક્સીટોસિનની અત્યાર સુધીની તમામ અસરો અને ફાયદા વિશે જાણ્યું છે એ વાત પર થી એ સાબિત થાય છે કે આ હોર્મોન ત્વચાને જુવાન રાખવામાં મદદ કરે છે. તે આ ત્રણ રીતે ત્વચા પર કામ કરે છે.

 • એન્ટિઓક્સિડન્ટ
 • રિગ્રોથ માં મદદ કરે છે.
 • કાર્રિનોસાઇટ્સ ઓછું કરે છે.

આ સાથે, આ હોર્મોન ત્વચામાં બનતા નવા કોષો બનાવવામાં મદદ કરે છે અને પોષણ આપીને તેમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તમને જણાવી દઈએ કે ત્વચા માં કોશિકાઓ નું મૃત થવું અને ફરી થી નવી કોશિકાઓ બનવી આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે.

હગ થી ઓછુંથાય છે સ્ટ્રેસ હોર્મોન

 • હગ અથવા ગળે લાગવા થી સ્ટ્રેસ ના હોર્મોનનું સ્તર ઘટે છે. કોર્ટિસોલ એક એવું હોર્મોન છે જે સ્ટ્રેસ ના સ્તર ને વધારે છે.જ્યારે આ હોર્મોનનું સ્તર શરીરની અંદર ઓછું થાય છે, ત્યારે તમે વધુ ખુશ થાવ છો.
 • કોર્ટીસોલ એક એવું હોર્મોન છે જે આપણી ત્વચામાં ઓક્સિડેન્ટની જેમ કાર્ય કરે છે. જે ત્વચાની અંદર મૃત કોશિકા ઓ ને વધારવા નું કામ કરે છે, પિગમેન્ટેશન વધારે છે, ત્વચા નો  કુદરતી ગ્લો ઘટાડે છે અને ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે.

કાર્ટિસોલ થી ત્વચામાં કરચલીઓ વધે છે

 • આપણી ત્વચા ઘણા સ્તરોમાં વહેંચાયેલી હોય છે. તેમાં ચરબીનો એક સ્તર પણ છે. કોર્ટિસોલ હોર્મોન ત્વચા ની નીચે જમા થયેલ ચરબી ને વધારે છે. જો આ ચરબી વધે તો ત્વચાની જડતા ઓછી થાય છે અને ત્વચા ઢીલી થવા લાગે છે, આમ કરચલીઓ વધી જાય છે.
 • એવું એના માંટે થાય છે કારણ કે વધેલી ચરબીને કારણે ત્વચા ની કોશિકાઓ માં લોહીનો સપ્લાય બરાબર થતો નથી. તેથી ત્વચા ઢીલી અને નિસ્તેજ થાય છે, જેના થી પછી ધીમે ધીમે કરચલીઓ થાય છે.

Image Source

30 વર્ષ ની ઉમર માં જ વૃદ્ધ દેખાવાનું શરૂ થાય છે

 • ત્વચામાં કરચલીઓ અને ચરબીને લીધેત્વચા એજિંગ ઇફેક્ટ દેખાવા લાગે છે અને તમે તમારી વાસ્તવિક ઉમર કરતાં વૃદ્ધ દેખાવ છો. જો 30 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિમાં કાર્ટિસોલ નું પ્રમાણ વધે છે તો પછી તરત જ તે વ્યક્તિ તેની ઉંમર કરતા ઘણી વૃદ્ધ દેખાય છે.
 • કાર્ટિસોલ હોર્મોન થી ત્વચા પર આ પ્રકારે નકારાત્મક અસર જોવા મળે છે. આપણે અત્યાર સુધી જે કઈ પણ જાણ્યું તેમા એ વાત તો સાફ છે કે કોર્ટિસોલ હોર્મોન થી તમારી ત્વચાને આ રીતે નુકસાન થઈ શકે છે.
 • સ્કીન ડેમેજ
 • પિગમેન્ટેશન
 • ત્વચામાં ચરબી જમા થવી
 • સ્કીન લૂસ થવી
 • કરચલીઓ વધવી

Image Source

કોર્ટીસોલ વધવાના કારણો

હવે તમારે આ કારણો પણ જાણવા જોઈએ જેના કારણે શરીરની અંદર કાર્ટિસોલ હોર્મોનનો વધારો થાય છે. મુખ્ય કારણો નીચે મુજબ છે…

 • વધુ સમયસુધી તણાવમાં રહેવું
 • હગ અથવા ટચ ન કરવું અથવા ઓછું કરવું
 • સેક્સ લાઇફ સારી ન હોવી
 • સંબંધોમાં વિશ્વાસ ની કમી
 • કોઈ ને પોતાના ન ગણવા
 • જો તમારા જીવનમાં તણાવ તો છે જ પણ કોઈની સાથે ભાવનાત્મક રીતે પણ જોડાયેલા નથી. તો પછી કાર્ટિસોલ હોર્મોનનું સ્તર તમારા શરીરમાં વધે છે.

Image Source

ત્વચા પર ખૂબ જ ખરાબ અસર થાય છે

તેની તમારી ત્વચા પર ખરાબ અસર પડે છે અને તમારી ત્વચા ની ચમક ઓછી થતી જાય છે. જેનાથી તમે  સમય પહેલાં જ વૃદ્ધ દેખાશો. આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે જો લાંબા સમય સુધી શરીરમાં જો  કોર્ટિસોલનું સ્તર વધતું રહ્યું તો પછી ડાયાબિટીઝ જેવા જીવલેણ રોગનું જોખમ પણ વધી જાય છે. તમે પહેલાથી જ જાણો છો કે ડાયાબિટીઝ થી ત્વચા રફ અને ઢીલી થઈ જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *