એક ચપટી મીઠું તમારા સ્વાસ્થ્ય માટે છે કેટલું ઉપયોગી! ચાલો જાણીએ

Image Source

મીઠું એ માત્ર ખાદ્ય ચીજ જ નથી, પણ શક્તિનો સ્રોત પણ છે. મીઠું આપણા શરીર માટે એક આવશ્યક તત્વ છે, જે રક્તશોધક તરીકે નું  કામ કરે છે અને શરીરના હાનિકારક જીવાણુ ને નષ્ટ કરી ને તેનાથી થતાં રોગોથી પણ રક્ષણ આપે છે.

જો લાંબા સમય સુધી મીઠાનું સેવન ન કરવામાં આવે તો નબળાઇ આવે છે, પરંતુ એ એક તથ્ય છે કે મીઠાનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. દરરોજ છ ગ્રામ જેટલું મીઠું લેવું એ સામાન્ય શરીર માટે પૂરતું માનવામાં આવે છે. અહીં આપણે મીઠાના કેટલાક અન્ય ફાયદાઓ વિશે શીખીશું:

  • એક લિટર ગરમ પાણીમાં 4 ચમચી મીઠું નાખીને પીવાથી સંધિવાથી રાહત મળે છે.
  • જીભ પર એક ચપટી મીઠું મૂકો અને દસ મિનિટ પછી એક ગ્લાસ પાણી પીવો. માથાના દુખાવા  માં રાહત મળશે.
  • જો તમને પેટમાં દુખાવો થાય છે, તો એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું નાખી ને પીવું.
  • શરદીમાં સિંધવ મીઠું, મરી અને હળદર બરાબર પીસી લો. ત્યારબાદ ઠંડા પાણીમાં અડધી ચમચી આ પાવડર નાખી ને ખાધા પછી પીવો.
  • ત્વચાની શુષ્કતામાં પણ મીઠું ફાયદાકારક છે. જો હાથ અને પગમાં ફાટતાં હોય તો ગરમ પાણીમાં મીઠું નાખીને ધોઈ લો. તે ત્વચાને નરમ બનાવશે.
  • જો ખાંસી થઈ હોય અથવા કફ ભેગો થયો હોય, તો સિંધવ મીઠુ ધીમે ધીમે ચૂસવાથી ફાયદો થાય છે.
  • જો તમે એડકી થી પરેશાન થાવ છો, તો પછી ¼ ચમચી કાળું મીઠું, અડધા લીંબુનો રસ અને એક ચમચી મધ સાથે પાણીમાં મેળવીને પીવો.
  • સૂકી ખાંસી માં છાતી પર તેલ લગાવીને મીઠાની ની પોટલી ને ગરમ કરી ને શેકવું. તેનાથી ઘણો લાભ થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment