કોવિડ-19 માટે બાળકો ને આ રીતે ટેવ પાડો માસ્ક પહેરવાની..તમારું બાળક રહેશે સુરક્ષિત..

તમારા બાળક ને માસ્ક પહેરવાની આદત નથી તો આ ટિપ્સ લાગશે કામ અને તમારું બાળક રહેશે સુરક્ષિત.

Image Source

કોરોના મહામારી ના સમય માં પોતાની અને બીજા ની સુરક્ષા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરુરી છે. ક્યાંય પણ બાહર જવું હોય તો માસ્ક પહેરો અને તમારા બાળક ને પણ તેની આદત પાડો. બાળક ને માસ્ક પહેરવાની આદત આસન નથી. બાળક ને દરેક સમયે ઘર માં તો ન જ રાખી શકીએ પણ માસ્ક વગર બહાર લઈ જવું પણ તેટલું જ રિસ્કી છે. જો તમારી પણ આ જ સમસ્યા છે કે તમારું બાળક માસ્ક નથી પહેરતું. તો કેટલીક ખાસ વાતો થી તમે તેને માસ્ક પહેરાવી શકો છો.

જો 5 વર્ષ થી મોટું બાળક હોય તો,

જો તમારું બાળક 5 વર્ષ થી મોટું છે તો થોડું સહેલું છે કે તેને માસ્ક ની આદત પડી જાય.

1. સૌથી પહેલા તો તેની જરૂર કેમ છે તે સમજાવું.

Image Source

બાળક ને પહેલા તો એ સમજાવો કે માસ્ક ની  જરૂર કેમ છે? તે સમજાવો કે માસ્ક થી શું સારું થઈ શકે છે. અને સાથે જ એ પણ કહો કે કોરોના વાઇરસ થી કેમ ડરવું જોઈએ. જો તેમને દવા અને injection ની બીક લગતી હોય તો તમે સમજાવી શકો છો કે માસ્ક ન પહેરવા થી વાઇરસ ફેલાશે અને તે જો તેમના શરીર માં આવી જશે તો દવા અને injection લેવા પડશે.

2. બાળકો ને પૂછવું કે તેમને શું ખબર છે.

ટીવી, ઇન્ટરનેટ થી જોડાયેલ બાળક આજ કાલ ઓનલાઇન ક્લાસ પણ ભરે છે. આવા માં તેમને ઘણું બધુ ખબર હશે કોરોના વાઇરસ વિશે અને માસ્ક વિશે. જો તેમના કોઈ સવાલ હોય તો તેના જવાબ પણ આપો.

3. રમત રમત માં શીખવાડો માસ્ક પહેરવું.

Image Source

હોમ મેડ માસ્ક બનાવું.પેંટિંગ કરવું. માસ્ક થી જોડાયેલ ગેમ્સ રમાડવી. તેમને હમેશા એ યાદ કરવો કે બહાર જતા સમયે માસ્ક પહેરવું. ડોક્ટર-નર્સ જેવી ગેમ પ્લાન કરો. જેમાં માસ્ક પહેરવું જરુરી હોય.

જો બાળક 5 વર્ષ થી નાનું હોય તો,

મોટા છોકરાઓ ને સમજાવું થોડું સરળ છે પણ જો તમારું બાળક નાનું છે તો તેને સમજાવા માટે અલગ ઉપાય વિચારવો પડશે.

1. તેમની માટે Comfortable માસ્ક બનાવા.

નાના બાળકો માટે comfortable માસ્ક તૈયાર કરવા જેથી તેમને પહેરવામાં તકલીફ ન થાય.

2. ઘર માં પણ માસ્ક પહેરો.

Image Source

આટલા નાના બાળકો ચહેરો જોઈને જ પોતાની ઓળખ બનાવી લે છે. એવા માં તમે જો એકદમ     માસ્ક પહેરીને બહાર જશો તો તે ડરી જશે. આજુ બાજુ ના લોકો પણ માસ્ક પહેરશે તો બાળક સહજ થઈ જશે.

3. શરૂઆત થોડી થોડી વારે કરવી.

નાના બાળકો ને માસ્ક પહેરાવાની શરૂઆત થોડી થોડી વારે કરવી એક સાથે લાંબા સમય સુધી માસ્ક પહેરી જ રાખે એવી જીદ ન કરવી.

આ ટિપ્સ અજમાવીને તમારા બાળક ને સુરક્ષિત રાખી શકો છો. સુરક્ષા ખૂબ જરુરી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment