લોકડાઉનમાં કેવી રીતે રાખવી પોતાની સંભાળ? સ્વસ્થ અને સુખી જીવન જીવવાના આ 7 મંત્ર

કોરોના વાયરસની મહામારીએ લોકોના મનમાં એક અજીબ પ્રકારનો ભય અને અનિશ્ચિતતા પેદા કરી દીધી છે. અમુક લોકોને તેની નોકરીની ચિંતા સતાવી રહી છે. અમુક લોકોને પોતાનો કારોબાર અંધકારમય નજર આવી રહ્યો છે તો કોઈ ને અભ્યાસ અને કરિયર ની ચિંતા સતાવી રહી છે. કોરોના સંક્રમણના ડરની સાથે સાથે દરેક પ્રકારની આશંકાઓ લોકોને ઘેરીને બેઠી છે.

એવામાં લોકોની માનસિક સેહત પર ઘણો ખરાબ અસર પડ્યો છે. ઈન્ડિયા ટુડે ઈ-કોન્ક્લેવસની સીરીજ દ્વારા સામાન્ય લોકોના આ ભય અને ડરને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઈન્ડિયા ટુડે ઈ-કોન્ક્લેવસના ‘કોરોના વાયરસ: રીસેટ બોડી એન્ડ માઈન્ડ’ સેશન માં ધ ચોપડા ફાઉન્ડેશનના સંસ્થાપક દીપક ચોપડાએ ભાગ લીધો હતો અને સ્વસ્થ અને સુખી જીવનના 7 વિશેષ મંત્રો આપ્યા. 

ડો. ચોપડા એ જણાવ્યું કે લોકડાઉન માં સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાથી છુટકારો મેળવવા પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી.

ધ્યાન અને તાણ મેનેજમેન્ટનું નિયમિત રૂપથી પાલન કરો.

યોગાસન દ્વારા તમારા શરીર ને એક્ટીવ રાખવાની કોશિશ કરવી, લાંબો અને ઊંડો શ્વાસ લો. આવું કરવાથી તમારા અંદર ની બેચેની ઓછી થશે.

મનમાં સ્વસ્થ ભાવનાઓ લાવો. પ્રેમ, ખુશીઓ અને મન ને શાંતિ આપતી વસ્તુઓ વિષે વિચારો.

પ્લાન્ટ બેસ્ટ ફૂડ એટલે કે આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. માણસના શરીરમાં લગભગ ૨૫,૦૦૦ માનવ જીન્સ હોઈ છે, પરંતુ તેના સિવાય 2 મિલિયન થી પણ વધુ બેક્ટેરીયલ જીન્સ પણ છે, જેમાં ફૂડ દ્વારા બદલાવ આવે છે.

પ્રકૃતિ સાથે સારા સંબંધ સ્થાપિત કરવાના પ્રયાસ કરવા.

શરીર, દિમાગ અને સંબંધો ના મામલામાં આત્મ જાગૃતતા વધારવી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment