સંપૂર્ણ માહિતી – ડિલિવરી પછી ત્વચા અને વાળ ની સંભાળ કેવી રીતે રાખશો

ડિલિવરી પછી તમારા વાળ અને ત્વચા માં ખૂબ બદલાવ આવે છે. પણ સારી વાત એ છે કે થોડાક જ સમય માં તે સારા પણ થઈ જાય છે. ગર્ભાવસ્થા પછી મહિલા ઓ બાળક ની પાછળ એટલી વ્યસ્ત થઈ જાય છે કે કે તેમને ત્વચા પર ધ્યાન આપવાની સમય જ નથી મળતો. 

ગર્ભાવસ્થા પછી વાળ અને ત્વચા માં ખૂબ પરિવર્તન આવે છે. કેટલીક મહિલા ઓ ને કરચલીઓ ખીલ,ત્વચા ખેચાઈ જવી,આંખો સૂજી જવી, વાળ ઉતરવા વગેરે જેવી સમસ્યા થવા લાગે છે. 

જો કે બાળક આવ્યા પછી મહિલા પોતાની માંટે ખૂબ ઓછો સમય ફાળવી શકે છે. પણ વાળ અને ત્વચા ને સારું રાખવા માંટે 10 min નો ટાઇમ જરુર થી કાઢો.

આજ ના આ લેખ માં તમને ત્વચા અને વાળ ની કાળજી કેવી રીતે લેવી તે જણાવીશું. 


Image by Marfa Bogdanovskaya from Pixabay

બાળક ના જન્મ પછી વાળા માં થતી સમસ્યા

  1. વાળ ખરવા એ ગર્ભવસ્થા માં થતી સૌથી સામાન્ય વાત છે. જે તમને ગર્ભાવસ્થા ના 3-4 મહિના થી જ પરેશાન કરે છે. આ સમસ્યા ની શરૂઆત આ પ્રમાણે થાય છે. 
  2. ગર્ભાવસ્થા દરમિયાન વાળ વધવાની દિશા માં હોય છે. એટલે તે સમયે વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે. 
  3. પ્રેગનેન્સી  દરમિયાન હોર્મોન માં વૃદ્ધિ થાય છે જેના કારણએ તમારા વાળ શાનદાર થઈ જાય છે. 
  4. પ્રસવ પછી હોર્મોન સામાન્ય અવસ્થા માં આવી જાય છે. અને પછી વાળ ના ઊગવા અને ખરવાની પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે. 
  5. આ રીતે તમે વાળ ખરવાના ચક્ર માં આઈ ગયા છો તો તે ચક્ર ચાલ્યા જ કરે છે. પણ તે સામાન્ય જ હોય છે. તેની ચિંતા કરવાની જરૂર નથી. 
  6. આ અવસ્થા માં વાળ ખારવા સામાન્ય હોય છે. 

ડિલિવરી પછી વાળ ની સમસ્યા નો ઉપાય

વાળ ને ખરતા અટકાવા માટે આ વાતો ને ધ્યાન માં રાખો,

Image by silviarita from Pixabay

સ્વસ્થ આહાર લેવો

  1. એંટિ ઓક્સિડેંટ યુક્ત આહાર ખાવો 
  2. તેની માંટે સ્ટ્રોબેરી, સફરજન, રાજમા,વગેરે નું સેવન કરવુ.
  3. એંટિ ઓક્સિડેંટ વાળ ની જડ ને મજબૂત રાખે છે. 

તમારા માથા ને અને વાળ ને સાફ રાખો.

  1. માથા ની સફાઇ માંટે એંટિ હેર લોસ શેમ્પૂ નો ઉપયોગ કરવો.  
  2. વાળ ને તૂટતાં બચાવા માંટે conditioner કરવું. 
  3. જો તમારી પાસે સમય ઓછો છે તો લિવ ઇન conditioner કરવું. 

Image by StockSnap from Pixabay

વાળ ને ખેચવા કે બાંધવા નહીં 

  1. તમારે વાળ ને ફિટ બાંધવા નહીં. કારણ કે તેનાથી ખોપડી ખેચાશે અને વાળ તૂટશે. 
  2. આમ કરવાથી વાળ ના ખરવાના આ ચરણ માંથી મુક્તિ મળશે.

વિટામિન સપ્લીમેન્ટ્સ  

  1. પ્રસવ પછી શરીર માં તાકાત લાવા માંટે તમારે કેટલાક સપ્લીમેન્ટ્સ ની જરૂર પડે છે. 
  2. વાળ ને ચમકદાર કરવા માંટે વિટામિન બી, વિટામિન સી અને અન્ય વિટામિન પણ લેતા રહો. 

કેમિકલ ટ્રીટમેન્ટ

  1. વાળ ને કલર કરવા, સ્ટ્રેટ કરવા, કર્લી કરવા માંટે કોઈ ઉપકરણ નો ઉપયોગ ના કરો. કારણ કે તેના ઉપયોગ થી વાળ ખરી પડે છે. 
  2. તે ઉપરાંત તેને સાચવવા ખૂબ જ અઘરા પડી જાય છે. જો તમારે કોઈ પ્રસંગ માં ન જવાનું હોય તો આ ઉપકરણ થી દૂર જ રહો. 

વાળ ને કાપી નાખવા

  1. જો તમારા વાળ ખૂબ જ ખરતા હોય તો તેને કપાવી દો. તેના થી તમારા વાળ ઘટાદાર દેખાશે. અને આત્મવિશ્વાસ પણ વધશે. 

પ્રસવ પછી ત્વચા સંબંધી સમસ્યા

Image by Kjerstin Michaela Noomi Sakura Gihle Martinsen Haraldsen from Pixabay

ખીલ 

ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટરોન ના વધતાં સ્તર ને કારણે સ્કીન ઓઈલી થઈ જાય છે. જેના કારણે ખીલ થાય છે. ગર્ભાવસ્થા પછી તમારા હોર્મોન માં થતાં બદલાવ ને કારણે પણ ખીલ થાય છે. 

પિગમેન્ટેશન 

પિગમેન્ટેશન અથવા તો મોલાસમાં ત્વચા પર થનાર કાળા ડાઘ કે સ્પોટ છે. જે ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટરોન અને એસ્ટ્રોજન ના સ્તર વધવાને કારણે થાય છે. તમારા શરીર પર ડાર્ક પેચ અને પેટ ના નીચે ની રેખા ઓ જાતે જ મટી જાય છે. 

ડાર્ક સર્કલ અને સુજેલી આંખો 

તે હોર્મોન્સ માં થતી ઉતાર ચઢાવ અને બાળક થયા પછી ઊંઘ પૂરી ન થવાને કારણે થાય છે. તમારી આંખો પાસે ના કાળા ડાઘ અને આંખો ના સોજા થી થકાવટ સાફ દેખાઈ જ જાય છે. 

સ્ટ્રેચ માર્ક

ખેચાણ ના નિશાન સૌથી જિદ્દી સમસ્યા માથી એક છે. જેમ કે નામ થી જ ખબર પડે છે કે તે ખેચાણ ના કારણે થાય છે. પ્રસવ પછી અચાનક સંકૂચન થવા ના કારણે ત્વચા કેટલીક જગ્યા પર ફાટી જાય છે. આવું ખાસ કરી ને પેટ, સ્તન, નિતંબ,ઘૂટણ ના ભાગ માં વધારે થાય છે. 

ડીલેવરી પછી ત્વચા સમસ્યાઓ નો ઉપાય 

ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસવ પછી ત્વચા ની સમસ્યા ઓ ને ઓછી કરવા માંટે કેટલાક ઉપાય બતાવ્યા છે. 

ખીલ માંટે 

  1. દિવસ માં બે વાર હલકા ક્લીનજિંક થી ચહેરો સાફ કરવો. 
  2. સવારે અને રાતે હલકું ઓઇલ ફ્રી મોઈશ્ચરાઈજર જરૂર થી લગાવો. 
  3. અઠવાડિયા માં એક વાર નરમ સ્ક્રબ નો ઉપયોગ કરી શકો છો. 
  4. એલોવેરા અને યુકેલિપ્સ જેવા પ્રાકૃતિક અવયવ નો ઉપયોગ કરી શકો છો.

પિગમેંટેશન માંટે  

  1. બાળક ના જન્મ પછી એક વર્ષ માં તમારા ચહેરા ના સ્પોટ ઓછા થઈ જશે. અને થોડા સમય પછી તે ગાયબ જ થઈ જશે. 
  2. રોજ સનસ્ક્રીન લોશન નો ઉપયોગ કરવો. ભલે તમે ઘર ના અંદર રહો પણ તેનો ઉપયોગ કરવાનું ન ભૂલો. 
  3. જો તમે દિવસ ભર ઘર માં રહો છો તો, તમે એસપીફ 15 યુક્ત સનસ્કીન લોશન લગાવું. 
  4. જો તમે 10 min થી વધુ સમય માંટે બહાર નીકળો છો તો, એસપીફ 30 કે પછી એસપીફ 50  યુક્ત સનસ્કીન લોશન લગાવું. 
  5. દૈનિક મોઈશ્ચરાઈજર ના રૂપ માં તમે એવઉ મોઈશ્ચરાઈજર લગાવો કે જેનાથી પિગમેન્ટેડ ત્વચા ને રાહત મળે. 

ડાર્ક સર્કલ અને સુજેલી આંખો માંટે  

  1. દિવસ માં કમ સે કમ 8 ગ્લાસ પાણી પીવો અને સ્વસ્થ આહાર લો. 
  2. જ્યારે બાળક સૂતું હોય ત્યારે તમે પણ સૂઈ જાવ. કારણકે તેની દેખભાળ કરતાં કરતાં તમે પણ થાકી જાવ છો. 
  3. પ્રતિષ્ટિત બ્રાન્ડ ની આઇ ક્રીમ લગાવી. જે આંખો ની નીચે થયેલા કાળા ડાઘ અને સોજા ને ઓછું કરવામાં મદદ કરે છે. 

સ્ટ્રેચ માર્ક માંટે 

  1. ખેચાણ ના નિશાન થી બચવા માંટે, જેવુ તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો,જૈતૂન ના તેલ ના મોઈશ્ચરાઈજર કે એંટિ સ્ટ્રેચ માર્ક ઉપયોગ કરી શકો છો. 
  2. તમે તમારા પેટ ના નીચે ના ભાગ માં અને સ્તન ની માલિશ જૈતૂન ના તેલ થી કરી શકો છો. આ તેલ ખેચાણ ના નિશાન ને રોકે છે. 
  3. બાળક ના જન્મ પછી જો તમને સ્ટ્રેચ માર્ક થી જાય તો પ્રભાવિત ક્ષેત્રો પર એંટિ સ્ટ્રેચ માર્ક ક્રીમ લગાવી. 
  4. સ્વસ્થ આહાર અને વ્યાયામ ખેચાણ ના નિશાન ને મટાડવા માંટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. 
  5. ડિલિવરી પછી ડોક્ટર ની સલાહ થી તમે વ્યાયામ કરી શકો છો. જેમ કે ચાલવું, હલકા યોગ કરવા વગેરે. આના થી તમને ખેચાણ ના ડાઘ ઓછા કરવા માં મદદ મળશે. 

ત્વચા અને વાળ ની કાળજી   

માતૃત્વ ના આ નવા સફર માં તમારું સ્વાગત છે. તમે અત્યાર સુધી તમારા શિશુ ના રડવાનો આવાજ સાંભળ્યો હશે. એની સાથે જ સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ પણ કર્યો હશે. શિશુ ના જન્મ ના પહેલા જ કલાક માં તમને તેની સાથે ઘણી ભાવના ઑ જોડાઈ જાય છે. અમને ખબર છે કે તમારું પૂરું ધ્યાન તમારા નવજાત શિશુ પર જ રહેશે. પણ એ વાત નું ધ્યાન રહે કે પ્રસવ પછી નવી માં નું ધ્યાન રાખવું એટલું જ જરુરી છે જેટલું નવજાત શિશુ નું. 

પ્રસવ પછી નવી માં નું ધ્યાન રાખવું એટલું જ જરુરી છે જેટલું પ્રસવ પહેલા. શિશુ ના જન્મ પછી માં નું ધ્યાન રાખવું એટલું જ જરુરી છે. તે ખૂબ મહત્વ નું થઈ જાય છે. કારણકે માતૃત્વ ના સફર માં પહેલું કદમ મૂકવો એનો મતલબ એ છે કે મહિલા ના શારીરિક અને ભાવાત્મક રૂપ માં જેનાથી સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. પ્રસવ પછી નવી માં ની દેખભાળ શરૂઆત ડિલિવરી પછી હોસ્પિટલ થી જ શરૂ થઈ જાવી જોઈએ. દેખભાળ ની આ પ્રક્રિયા 6 થી 8 અઠવાડિયા સુધી થવી જોઈએ. 

નવી માં બન્યા પછી તમારા માં તાકાત નું પુનઃનિર્માણ કરવું જોઈએ. અને સાથે જ આ વાત નું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા પાર્ટનર તમારા શિશુ ની ધ્યાન કેવી રીતે રાખે છે. તમે તમારા શિશુ ને કેવી રીતે જન્મ આપ્યો છે c સેક્શન થી કે પછી નોર્મલ ડિલિવરી થઈ છે એ કોઈ જરુરી નથી. 

પ્રસવ પછી તમારે 2 મહત્વપૂર્ણ ક્ષેત્રો પર કામ કરવું જોઈએ. 

Image by fancycrave1 from Pixabay

પ્રસવ પછી નવી માં એ કરવો જોઇયે ભરપૂર આરામ

નવા પેરેન્ટ્સ બનવાનો મતલબ એ છે કે તમારે તમારા શિશુ ના શારીરિક સ્થિતિ પ્રમાણે પોતાને એડજસ્ટ કરવું. જો શિશુ રડે છે તો તેને ચૂપ કરવાની જવાબદારી પણ તમારી જ થાય છે. તેનું પેટ ભરવા માંટે દૂધ પીવડાવું પડે છે. દર 2-3 કલાક માં તેનું ડાયપર બદલવું પડે છે. જન્મ પછી સ્ટાર્ટિંગ માં શિશુ 16-18 કલાક સુવે છે. તે દરમિયાન તેઓ 8-10 વખત દૂધ પીવા જાગે છે. આવા માં તમારી ઊંઘ પૂરી કરવા માંટે સારો સમય મળી રહે છે. જ્યારે તમારું શિશુ ઊંઘતું હોય ત્યારે તમે પણ સૂઈ જાવ. જો કે તે પર્યાપ્ત નથી થતી કારણકે વયસ્ક ને 7-8 કલાક ની ઊંઘ જોઈએ.

સાથે જ તમને શિશુ ના દેખભાળ થી જોડાયેલ બીજા ઘણા કામો પણ હોય છે. શિશુ નું ધ્યાન રાખવું, ડકાર અપાવો, દૂધ પીવડાવું, ડાયપર ચેંજ કરવું. એટલે પ્રસવ પછી થકાવો વધુ લાગે છે. આ સમય દરમિયાન તમારા શરીર એ ઘણું બધુ સહન કર્યું હોય છે. તમારે પ્રસવ ની તકલીફ થી પણ બહાર આવાનું હોય છે. આટલું જ નહીં પ્રસવ પછી થતાં મૂડ સ્વિંગ પણ હેરાન કરે છે.

Image by Iuliia Bondarenko from Pixabay

પ્રસવ પછી નવી માં ને પોષણ ની જરૂરિયાત 

શિશુ ના જન્મ પછી તમારે વજન ઘટાડવાની ની કોશિશ ન કરવી. આ સમય દરમિયાન તમારું મુખ્ય લક્ષ્ય એ હોવું જોઈએ કે તમારે સ્વસ્થ કેવી રીતે રહેવું. સામાન્ય રીતે તો પ્રસવ દરમિયાન પ્રાકૃતિક રૂપ થી મહિલા નું વજન ઓછું થઈ જાય છે. એવું જ હોય તો તમે ડિલિવરી ના 8 અઠવાડિયા પછી તમે પોસતપાર્ટમ વેટ લોસ શરૂ કરી શકો છો. આ દરમિયાન તમારે તમારા શરીર ને પોષણ મળી રહે તેનું ધ્યાન રાખવું.

Image by samuel Lee from Pixabay

પ્રસવ પછી આરામ કરવાનું મહત્વ

રિસર્ચ માં આ વાત સાબિત થઈ ગઈ છે કે આપણું શરીર અને મગજ સારી રીતે કામ કરી શકે તે માંટે ઊંઘ ખૂબ જ આવશ્યક છે. પ્રસવ પછી તમારી ઊંઘ પૂરી થવી આ 2 કારણ માંટે ખૂબ જ જરુરી છે.

પહેલું: તમારું શરીર પ્રસવ દરમિયાન ઘણું બધુ સહન કરી ચૂક્યું હોય છે. પ્રેગનેન્સી પછી પેરીઓડસ આવવા, પ્રસવ પછી યોનિ માં લાગેલા ટાંકા, દુખાવો અને હોર્મોન્સ અસંતુલિત થવા અને આ બધા ના લીધે નવી માં ને થકાવો લાગે છે. પ્રસવ પછી થોડા સમય માંટે તમારી માશપેશીઓ માં સોજા આવી જાય છે. અને કમજોરી લાગે છે. અને તમારા ગર્ભાશય ને અંદર જવા માંટે અને નોર્મલ થવા માંટે થોડો સમય લાગે છે. 

બીજું: નવી માં ને બીજી જવાબદારી પણ ઉઠાવી પડતી હોય છે. જેમ કે શિશુ ને નવડાવું, દૂધ પીવડાવું, ડાયપર બદલવું, વગેરે. આ બધા કામ ને લીધે માં ને થકાવો વધુ લાગે છે. 

આવા માં તમને આ ટિપ્સ જરૂર થી કામ લાગશે.

  • તમારા નવજાત શિશુ ને દૂધ પીવડાવ્યા સિવાય બીજા કામ માંટે તમારા જીવનસાથી, કોઈ ભરોસા વાળી વ્યક્તિ કે પછી સગા સંબંધી ને કામ સોંપી શકો છો. યાદ રાખો કે તમે તમારું ધ્યાન નહીં રાખો તો તેની સીધી અસર તમારા બાળક પર પડે છે. 
  • તમારું બાળક સૂઈ જાય તો તમે પણ સૂઈ જાઓ જેથી તમને પણ આરામ મળે. 
  • તમારા બાળક ને તમારી નજીક જ રાખો પણ તેને તમારી પથારી માં ના સુવડાવો. શિશુ ના ઘોડિયા ને તમારી નજીક જ રાખો જેથી તમારે વારે વારે ઉઠી ને શિશુ ને જોવા ન જવું પડે. જેથી તમને થકાવો ઓછો લાગે. 
  • તમારા પરિવાર ના સદસ્ય ભલે તમને કે તમારા શિશુ ને જોવા આવે પણ તેમની માંટે તમારું રૂટિન ચેંજ ન કરો. 
  • રોજ ઓછા માં ઓછું 1 કલાક માંટે ઘર ની બહાર નીકળો જેથી તમને તાજી હવા મળી રહે. 

Image by Satya Tiwari from Pixabay

નવી માં માંટે પોષણ અને પ્રસવ પછી નું ડાયટ

તમને ખ્યાલ જ હશે કે પ્રેગ્નન્સી દરમિયાન શું ખાવું અને શું ન ખાવું એનો ખ્યાલ હશે. પ્રેગ્નન્સી દરમિયાન તમારું જે વજન વધ્યું છે એ તમને પ્રસવ પછી કામ આવશે. પણ આ સમય દરમિયાન તમને સંતુલિત ભોજન કરવાની જરૂર છે. જેમાં ફળ, શાકભાજી, ડેરી પ્રોડક્ટસ, પ્રોટીન શામેલ થાય. તમારા ડાયટ માં ફાઈબર થી ભરપૂર વસ્તુ નો સમાવેશ કરવો. જેથી પ્રસવ પછી કબજિયાત ની પ્રોબ્લેમ ન રહે.

આ ઉપરાંત તમારે નટ્સ પણ ખાવા જોઈએ. અને શરીર માં પાણી ની કમી ન થાય તેની માંટે પાણી અને દૂધ પણ પીવો. કારણકે તમે શિશુ ને બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો તો એ પણ જરુરી છે. અને પ્રસવ પછી ડીહાયડ્રેશન ની ઉણપ ના થાય. જો તમારા શરીર માં વિટામીન્સ ની કમી હશે તો ડોક્ટર તમને તેની દવા પણ આપશે.

Image by PublicDomainPictures from Pixabay

નોર્મલ ડિલિવરી પછી માં ની દેખભાળ

જો તમારી નોર્મલ ડિલિવરી થઈ છે તો પ્રસવ પછી તમે સારી રીતે કાળજી રાખી શકશો. આ દરમિયાન જેટલું થઈ શકે તેટલો આરામ કરવો. પોષણ યુક્ત આહાર નું સેવન કરવું. ચાલો જાણીએ નોર્મલ ડિલિવરી પછી શું શું ધ્યાન રાખવું જોઈએ.

નોર્મલ ડિલિવરી પછી યોનિ માં દર્દ

નોર્મલ ડિલિવરી પછી યોનિ માં ટાંકા લાગે છે. જો તમારી સાથે પણ આવું થયેલું હોય તો થોડા સમય માંટે તમને પણ ત્યાં દુખાવો રહેશે. જો ટાંકો ખૂબ લાંબો હોય તો તેને ભરવામાં થોડું વધુ સમય લાગે છે. આવા માં દુખાવા ને ઓછું કરવા માંટે તમે આ ઉપાય અજમાવી શકો છો.

  • તમારા ડોક્ટર ને કોઈ દર્દ નિવારક ક્રીમ કે સ્પ્રે માંટે પૂછવું. 
  • કબજિયાત થી બચવા માંટે તમને લેકટિસેવ ની પણ જરૂર પડી શકે છે. 
  • તમારી ઈચ્છા અનુસાર તમે ગરમ પાણી કે ઠંડા પાણી ના ટબ માં બેસી શકો છો. 
  • દર્દ અસહ્ય હોય તો તરત ડોક્ટર ની સલાહ લો. 

નોર્મલ ડિલિવરી પછી યોનિ માં થી સ્ત્રાવ

પ્રેગ્નેન્સી દરમિયાન ગર્ભવસ્થા ની બાહરી પરત પર એક મ્યુકસ મેમ્બ્રેન હોય છે. જે પ્રસવ પછી તરત જ ખસી જાય છે. આજ કારણ થી પ્રસવ પછી સ્ત્રાવ થાય છે. જેમા મેમ્બ્રેન ની સાથે જ લોહી પણ વહેવા લાગે છે. જે કેટલાક દિવસ સુધી ચાલુ જ રહે છે. શરૂઆત માં સ્ત્રાવ લાલ રંગ નો અને ખૂબ જ વધારે હોય છે. પણ ધીરે ધીરે તે પાણી ની જેવો થઈ જાય છે. અને તેનો રંગ પણ ગુલાબી કે પીળો થઈ જાય છે. આ સમસ્યા થી નિજાત પામવા માંટે માર્કેટ માં પેડ્સ પણ મળે છે. જો તમને હદ થી વધુ દુખે છે અને બ્લીડિંગ થાય છે તો ડોક્ટર નો સંપર્ક કરવો. 

નોર્મલ ડિલિવરી પછી દર્દ અને સંકૂચન

પ્રસવ પછી સંકૂચન અને દર્દ થવું સામાન્ય વાત છે. તેને આફ્ટરેટન પણ કહે છે. આ સંકૂચન ને કારણે શરીર રક્તવહીનીઓ ને પણ સંકુચિત કરે છે. જેથી બ્લીડિંગ ઓછું થઈ જાય. ખાસ કરી ને બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન આવું સંકૂચન મહેસુસ થાય છે. કારણકે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન શરીર માંથી ઑક્સીટોસીન નીકળે છે. અને આ એક નેચરલ પ્રક્રિયા છે. જો દુખાવો વધુ થતો હોય અને તમે સહન ન કરી શકતા હોવ તો ડોક્ટર નો  સંપર્ક કરવો.

નોર્મલ ડિલિવરી પછી યુરીન પર કંટ્રોલ ન રહેવો

સામાન્ય રીતે નોર્મલ ડિલિવરી પછી એવું થાય છે કે યુરીન પર કંટ્રોલ રહેતો નથી. અને પેશાબ નીકળી જાય છે. એવું એની માંટે થાય છે કારણકે નોર્મલ ડિલિવરી દરમિયાન પેડુ સ્ટ્રેચ થાય છે અથવા તેમા કઈ વાગી ગયું હોય. કેટલાક અઠવાડિયા માં આ સમસ્યા પણ નોર્મલ થઈ જાય છે. તમે ચાહો તો કીગલ કસરત થી તેમા રાહત મેળવી શકો છો. 

નોર્મલ ડિલિવરી પછી બવાસીર

જો મળ ત્યાગ દરમિયાન તમને દર્દ થાય છે અને મલાશય માં સોજો આવી જાય છે તો તમને બવાસીર ની સમસ્યા હોઈ શકે છે. આવા માં મળ ત્યાગ ન કરતાં આ ટિપ્સ અપનાવી શકો છો. 

  • ફાઈબર થી ભરપૂર વસ્તુ નું સેવન કરવું અને ખૂબ પાણી પીવું. તેનાથી મળ સોફ્ટ થઈ જશે અને જલ્દી થી બહાર આવી જશે. તમે ચાહો તો તમે રોજ એક ચમચી અલસી ખાઈ શકો છો. 
  • બવાસીર ના ઈલાજ માંટે તમારા ડોક્ટર ની સલાહ લઈ શકો છો. 
  • મલાશય માં સોજા થી રાહત પામવા માંટે તમે હૂંફાળા પાણી માં 2-3 કલાક બેસી શકો છો. 

પ્રસવ પછી વજન ઓછું કરવું

પ્રેગનેન્સી દરમિયાન વજન વધવું સામાન્ય વાત છે. પ્રસવ દરમિયાન શિશુ ની જોડે જોડે પલેસેન્ટા પણ શરીર થી બહાર નીકળે છે. એટલે પ્રસવ પછી તમારું ઘણું વજન ઓછું થઈ જાય છે. જો કે ગર્ભાશય બરાબર અંદર ન જવા પર પણ બેબી બંપ જોવા મળે છે. ગર્ભાશય ને સામન્ય થવા માંટે પણ થોડો સમય લાગે છે. એટલે થોડી ધીરજ રાખો. વજન ઘટાડવા ના ચક્કર માં શરીર પર કોઈ પ્રેશર ના આપો. અને ડાયટીન્ગ જરા પણ ન કરો. પ્રસવ પછી તમને ખૂબ પોષણ ની જરૂર પડે છે. જો તમારે વજન ઘટાડવું ખૂબ જરુરી જ હોય તો ડિલિવરી પછી ના 8 અઠવાડિયા થી શરૂ કરી શકો છો. 

C સેકશન થતાં પ્રસવ પછી આ રીતે રાખો ધ્યાન

જો ડોક્ટર એવું કહે છે કે તમારા કે તમારા શિશુ એ કોઈ ખતરો છે તો તમારે સિજર કરાવું પડશે તો નોર્મલ ડિલિવરી કરતાં સિજર માં રિકવરી આવતા થોડો ટાઇમ લાગી શકે છે. C સેકશન માં 45 મિનિટ થી 1 કલાક નો ટાઇમ લાગી શકે છે. અને સર્જરી દ્વારા શિશુ ને બહાર કાઢી શકાય છે. આ સમય દરમિયાન માં ને નોર્મલ એનેસથેસિયા આપવામાં આવે છે અને બે ચીરા પાડવામાં આવે છે એક ગર્ભાશય ની પાસે અને પેટ ના નીચે ના ભાગ માં . 

C સેકશન દરમિયાન ચીરા નું ધ્યાન કેવી રાખશો

C સેકશન દરમિયાન પેટ પર કરેલાં ચીરા નું જો ધ્યાન ન રાખવામાં આવે તો ઇન્ફેકશન થઈ શકે છે. C સેકશન દરમિયાન દુખાવો થવો, થકાવો લાગવો વગેરે સામાન્ય વાત છે. આ સિવાય બીજી ઘણી વાતો નું ધ્યાન રાખવું જરુરી છે. 

  • ડોક્ટર તમને જરુરી દર્દ નિવારક દવાઑ આપશે. જેથી ઘા માં જલ્દી હી રુજ આવી જાય. પણ ધ્યાન રહે તમે ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે જ દવાઑ લો. 
  • ખૂબ આરામ કરવો અને તમારા શિશુ ને ઉચકવા સિવાય બીજી કોઈ પણ ભારે વસ્તુ ન ઊચકો. યાદ રાખો કે તમને અને તમારા શિશુ ને જે વસ્તુ ની જરૂર હોય તે તમારી આજુ બાજુ જ રાખો. 

C સેકશન પછી બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે કરાવું

જો કે તમારા પેટ પર ઘાવ છે તો આવા માં તમને બેસી ને શિશુ ને દૂધ પીવડાવું થોડું અઘરું થઈ જાય છે. આ સમયે તમને ધ્યાન રાખવું પડશે કે તમારા ટાંકા પર કોઈ પણ જાત નો ભાર ન લાગે. શિશુ ને દૂધ પીવડવા માંટે આ પોજિશન નો ઉપયોગ કરી શકો છો.

  • સાઇડ લોઇન્ગ હોલ્ડ: તમારી ડાબી કે જમણી બાજુ ફરી ને બાળક ને આજ રીતે સુવડાવી ને દૂધ પીવડાવી શકો છો. એક હાથ થી શિશુ ને સપોર્ટ કરો અને બીજા હાથ થી નિપલ એ શિશુ ના મોઢા માં નાખો. 
  • ફૂટબોલ હોલ્ડ: તમારા શિશુ ને સાઇડ માં રાખો અને તમારા હાથ અને કોણી ની મદદ થી શિશુ ને સપોર્ટ કરો. બીજા હાથ થી શિશુ ને બ્રેસ્ટ પકડી ને મોઢા માં નાખવા માંટે મદદ કરો. 

C સેકશન ડિલિવરી માં પ્રસવ પછી દેખાતા લક્ષણ

નોર્મલ ડિલિવરી પછી દેખાતા લક્ષણ પણ C સેકશન પછી પણ દેખાય જ છે. એવું એની માંટે થાય છે કે સર્જરી માંથી રિકવર થતાં ની સાથે સાથે તમારે પ્રેગનેન્સી માંથી પણ રિકવર થવાનું હોય છે. આ સમયે તમને ભલે યોનિ માં દર્દ ન થાય પણ સંકોચન, યોનિ માંથી સ્ત્રાવ,બ્રેસ્ટ માં દુખાવો વગેરે થતું હોય છે કારણકે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો. વાળ ખરવા, મૂડ ચેંજ બધુ જ થતું હોય છે. 

C સેકશન પછી પણ પોસ્ટ પાર્ટમ નો ખતરો બનેલો હોય છે. એટલે તેના થી પણ સતર્ક રહો. તમારી બધી જ ભાવના ને પાર્ટનર ને કહો. મૂડ સ્વિંગ થતો હોય, મન માં ડિપ્રેશન થી જોડાયેલ કોઈ વાત હોય, શિશુ ના જન્મ પછી ખુશી ન થતી હોય તો તમાર ડોક્ટર સાથે વાત કરો.     

આ વાતો નું રાખો ખાસ ધ્યાન

Who અનુસાર પ્રસવ દરમિયાન ઘણી માં અને શિશુ ની મોત થઈ જાય છે. જેમા 50 % મોત તો 24 કલાક માં જ થઈ જાય છે. પ્રસવ પછી ના 24 કલાક ખૂબ જ મહત્વ ના હોય છે. તેમા ખૂબ કેર ની જરૂર હોય છે. જેથી નવી માં અને શિશુ ની તબિયત સારી રહે. 

પ્રસવ પછી પોસ્ટ પાર્ટમ પિરીઓડ ને 3 ભાગ માં વહેચવા માં આવે છે. પ્રસવ પછી ના 6-12 કલાક ને ઍક્યુટ ફેજ કહે છે. 2-6 અઠવાડિયા નો સમય બીજો ફેજ હોય છે. અને છેલ્લો ફેજ 6 મહિના નો હોય છે. અને નવી માં નું શરીર ફરીથી પહેલા જેવુ થવા લાગે છે. 

તમે નવી માં છો તો તમારા ખાન પાન નું ધ્યાન પણ રાખવું. સ્વસ્થ અને સંતુલિત ભોજન કરો. અને તમારા પાર્ટનર ની સાથે સાથે તમારા ડોક્ટર જોડે પણ વાત કરો કે તમને કેવું ફીલ થાય છે. 80% માં પર બેબી બલૂસ ની અસર થાય છે. તેની માંટે શરમ ની કોઈ જરૂર નથી. બેબી બલૂસ ની સમસ્યા જાતે જ સારી થઈ જાય છે. પણ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન પર ધ્યાન આપવાની જરૂર છે. આ બંને જ પ્રોબ્લેમ હોર્મોન ના અસંતુલન માંટે થાય છે. તમારા જીવન સાથી, મિત્રો, ડોક્ટર ની મદદ થી તમે તેમાંથી જલ્દી જ બહાર આવી શકશો. 

બાળક ને બ્રેસ્ટ ફીડિંગ કરાવું સહેલું નથી. તમે ચાહો તો તેમા તમારા કોઈ વૃદ્ધ વ્યક્તિ ની સલાહ લઈ શકો છો. જો તરત જ સફળ ન થાવ તો તેમા ઘભરવાની જરૂર નથી. પ્રસવ પછી ના કેટલાક લક્ષણ અસ્થાયી હોય છે. જેમ કે સ્કીન અને વાળ માં બદલાવ આવવો. તમે ચાહો તો તેના માંટે ઘરેલુ નુસખા પણ અપનાવી શકો છો. પ્રેગનેન્સી ના વજન ને ઓછું કરવા માંટે થઈ ને ઘભરાશો નહીં. અને શિશુ જોડે સંબંધ મજબૂત કરો અને ખુશ રહેવા નો પ્રયત્ન કરો. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team  

Leave a Comment