તમારું હદય કેવું છે, તે ૭૦% ભોજન પર આધારિત છે. જાણો શું ખાવું અને શું ના ખાવું જોઈએ

Image by Ron Mitra from Pixabay

જન બનાવવામાં ઓછા તેલ નો ઉપયોગ કરતા શેકવાની અને બાફવાની રીત અપનાવો.

દૂધ, પનીર અને માંસ માં સંતૃપ્ત ચરબી હોય છે, આ બહુ વધુ ન ખાવું.

કોરોના ને લીધે બધાની શારીરિક ક્રિયાઓ ઓછી થઈ ગઈ છે. તંદુરસ્તી માટે નવા ખતરાઓ સામે આવી રહ્યા છે. ઘરે થી કામ, સ્કૂલ કોલેજો બંધ થઈ જતાં લોકોને બેસવાનો સમય વધી ગયો છે. આનાથી હદય ની બીમારીનો ખતરો દોઢ ગણો વધી ગયો છે. આનાથી બચવાનો ઉપાય છે રોજ ૩૦ મિનિટ હસવું અને અડધો કલાક કસરત કરવી. સાથે જ હદય ને તંદુરસ્ત રાખવા માટે શું ખાવું અને શું ન ખાવું એ પણ જાણવું જરૂરી છે. આજે વિશ્વ હદય દિવસ પર જાણો દિલ થી જોડાયેલી ખાસ વાતો:

શું ખાવું

Image source

સેહતમંદ હદય માટે નિયમિત દિનચર્યા અને કસરત ની ભાગીદારી ૭૦% છે. તંદુરસ્ત હદય માટે ખાવામાં ઓલિવ, નારિયેળ અને સરસવ નું તેલ જેવી તંદુરસ્ત ચરબીનો સમાવેશ કરવો જોઈએ. આખું અનાજ, કઠોળ, ફળ અને શકભાજી માં ફાઈબર હોય છે. પાલક માં વિટામિન કે હોય છે. સ્ટ્રોબેરી, બ્લેકબેરી માં પણ ખરાબ કોલસ્ટરોલ ઘટાડવાની ક્ષમતા હોય છે. ભોજન બનાવવામાં ઓછા તેલ નો ઉપયોગ કરતા શકવાની અને બાફવાની રીત અપનાવવી જોઈએ.

તમારા માટે શું હાનિકારક છે.

Image source

રોજ દિવસ દરમિયાન એક ચમચી થી વધુ મીઠું ન લેવું. જેટલી ખાંડ શરીર ને જોઈએ તે ભોજન માં મળી રહે છે. ઉમેરેલ ખાંડ વાળા પીણાં સ્થૂળતા, વધુ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ નું કારણ બને છે. દૂધ, પનીર અને માંસ માં સંતૃપ્ત ચરબી હોય છે, તે બહુ વધુ ન ખાવું. લાલ માંસ, બેકરી ઉત્પાદન, ચિપ્સ અને તૈયાર ખોરાક પણ હદય ને નુકશાન પહોંચાડે છે. આ બધી વસ્તુ તમને જાડું બનાવે છે અને તમારા હદય માટે પણ નુકશાનકારક હોય છે.


તમારા હદય ને તંદુરસ્ત રાખશે આ ૪ સરળ ઉપાય.

એરોબિક્સ કરે

Image source

કસરત ની જેમ સંગીત ની ધૂન પર થોડું નાચવું પણ તમને તંદુરસ્ત બનાવે છે. આ તો હદય ના ધબકારા તેજ બનાવે છે અને ફેફસાં નું પંપીંગ પણ વધારે છે. માયો ક્લિનિક ના એક રિપોર્ટ મુજબ અડધો કલાક ધીમા તાલ પર નાચવાથી લગભગ ૧૦૦ કેલેરી બળે છે. આનાથી તમારું હદય પણ કાર્યરત રહે છે.

હસો.

Image source

રમુજી ફિલ્મ જોઈ રહ્યા હોય કે મિત્રો સાથે વાતો કરી રહ્યા હોય, થોડું હસી ને બંધ ન થઈ જાવ. મોટેથી હસવાની આદત તમારા માટે ફાયદાકારક છે. અમેરિકન હાર્ટ એશોશિયેસન મુજબ મોટે થી હસવાથી તણાવ ના હોર્મોન્સ ઓછા થાય છે. ધમનીઓ માં સોજા ઓછા થાય છે અને લીપોપ્રોટીન નું સ્તર વધે છે. જેને આપણે સારું કોલેસ્ટ્રોલ પણ કહીએ છીએ.

ચોકલેટ ખાઓ.

Image source

ડાર્ક ચોકલેટ માં હદય તંદુરસ્ત ફ્લેવોનોએડ્સ હોય છે. ન્યુટ્રિશીનલ જર્નલ ના મતે, ફ્લેવોનોએડ્સ હદય રોગ ના ખતરા ને ઓછું કરવામાં મદદ કરે છે. ચોકલેટ કે કૉકો થી ડાયાબિટીસ અને ઉચ્ચ બ્લપ્રેશર નું જોખમ પણ ઓછું રહે છે. બદામ, અખરોટ અને બીજી સુકામેવા વાળી ચોકલેટ પણ તમે ખાઈ શકો છો કેમ કે આ વસ્તુ પણ હદય ને મજબૂત બનાવે છે.

તડકો પણ લેવો.

Image source

એડિનબર્ગ યુનિવર્સિટી ની એક શોધ મુજબ તડકો બ્લડપ્રેશર ને ઓછું કરે છે. સાથે જ હદય હુમલો અને સ્ટ્રોક ના જોખમ ને પણ ઓછું કરે છે. એટલા માટે કૂણાં તડકા માં ફરી શકાય છે. આનાથી તણાવ ઓછો થાય છે અને શરીર મજબૂત બને છે. જૂનો તણાવ, ચિંતા અને ક્રોધ હદય ની સમસ્યાઓ અને સ્ટ્રોક નું જોખમ વધી શકે છે. એટલે આનાથી બચો

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment