લાંબા સમય સુધી નહીં બગડે છોલેલું લસણ…ફક્ત આ 5 રીતે કરો સ્ટોર..

તમને પણ વારે વારે લસણ છોલવું પસંદ નથી અથવા તો તેને સ્ટોર કરવાની ટિપ્સ નથી ખબર તો ચાલો જાણીએ આજ ની આ પોસ્ટ માં..

લસણ ને છોલવું અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરવું તેમજ તાજા પણ રાખવા આ કામ થોડું મુશ્કેલ બની જાય છે. આ એક એવું ingredient છે કે દરેક ના રસોઈ ઘર માં આસાની થી મળી જાય છે. અને ખાવામાં તેનો સ્વાદ લાજવાબ હોય છે. પરંતુ લોકો ને તે કેવી રીતે સ્ટોર કરવુ તેની સમસ્યા થતી હોય છે.

Image Source

લસણ ને ડાયટ માં સામેલ કરવું ખૂબ જ સારી વાત છે. પરંતુ તમને જો તે સ્ટોર કરવામાં મુશ્કેલી આવતી હોય તો અહિયાં કેટલીક ટિપ્સ બતાવેલી છે તે તમે અજમાવી શકો છો.

1. એક અઠવાડિયા સુધી છોલેલા લસણ ને આ રીતે રાખો ફ્રેશ.

Image Source

આ ટીપ છોલેલા લસણ માટે છે. જો તમે વીક એન્ડ માં લસણ છોલી ને રાખો છો અને તેને આખું અઠવાડિયુ ઉપયોગ કરવા માંગો છો. તો તેની માટે ખૂબ સરળ રીત છે. એક એર ટાઇટ જાર માં લસણ છોલી ને રાખો. અને તેને ફ્રીજ માં મૂકી દો. ધ્યાન રાખવું કે જાર માં કોઈ પણ જાત નુ moisture ન હોવું જોઈએ. જો moisture હશે તો લસણ ખરાબ થઈ જશે.

2. છોલેલા લસણ ને 2-3 અઠવાડિયા સુધી રાખો ફ્રેશ

Image Source

તમે છોલેલા લસણ ને સારી રીતે સ્ટોર કરવા માંગો છો તો આ ઉપાય અજમાવી જુઓ. સૌથી પહેલા લસણ ને છોલીને કાપી લો. ત્યાર બાદ કઢાઈ માં ઘી નાખી ને લસણ ને તેમા નાખી દો. તેમા થોડું મીઠું પણ નાખો. મીઠું એક પ્રેસર્વેટિવ નું કામ કરે છે. જેનાથી તમે તેને 2-3 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. લસણ ને થોડુંક જ સંતાળવાનું છે.

3. લસણ નો પેસ્ટ બનાઈ ને આ રીતે કરો સ્ટોર

Image Source

એક બ્લેંડર માં લસણ લઈ ને તેમા થોડું મીઠું નાખી ને બ્લેન્ડ કરો. માપ પ્રમાણે કહું તો જો તમે એક કપ ભરી ને લસણ લીધું હોય તો તેમ એક ચમચો ભરી ને મીઠું નાખવું. અને તેમા 2 ચમચા ભરી ને તેલ પણ ઉમેરવું. તમે આને નાના નાના જાર માં ભરી શકો છો. તમે તેને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ એક દમ બેસ્ટ આઇડિયા છે જો તમારે કોઈ મસાલાવાળુ શાક બનાવું હોય તો.

4. 1 વર્ષ સુધી આ રીતે કરો સ્ટોર

જે રીતે આપણે તેલ અને મીઠું નાખી ને લસણ નો પેસ્ટ બનાવ્યો છે. તેને એક અલગ રીતે સ્ટોર કરો તો તે 1 વર્ષ સુધી પણ ચાલી શકે છે. આની માટે સૌથી પહેલા લસણ નો પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પારદર્શી શીટ(ફૂડ પેક કરવા માટે વપરાતી કોથળી )ની ઉપર લસણ ની વડીઓ નાખો. હવે આને તડકા માં સુકાવા મૂકી દો. આમ કરવા થી તમે જોશો કે લસણ ની વડીઓ બ્રાઉન રંગ ની થઈ જશે. ફક્ત એક દિવસ તડકા માં સુકાવા થી લસણ નો કલર એટલો બ્રાઉન થઈ જશે કે તેને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાશે. આને કોઈ એર ટાઇટ કંટેનર માં સ્ટોર કરો. જ્યારે પણ તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને ગરમ તેલ માં નાખી દો. તેને આ રીતે ખાવા થી તેનો સ્વાદ પણ તેવો જ રહેશે.

5. ગાર્લિક પાવડર

Image Source

જો તમે ઈચ્છાતા હોવ કે તમારે બહાર થી ગાર્લિક પાવડર નથી ખરીદવો અને ઘરે જ બનાઈ ને તેનો યુઝ કરવો છે. તો લસણ ની વડીઓ ને grinder માં નાખી ને તેને દળી લેવું. આ ગાર્લિક પાવડર બહુ જ સ્વાદિષ્ટ બને છે. તમે આ પાવડર ને કોઈ પણ ડીશ માં ઉપયોગ માં લઈ શકાય છે.તેને લસણ ની સુકી ચટણી જ સમજો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment