30 ની ઉંમર પછી કેવી રીતે તંદુરસ્ત અને ફિટ રહેવું? તો આ રહી ટોપ ટિપ્સ મહિલાઓ માટે

ઘર અને બહાર ના કામો વચ્ચે સંતુલન બનાવું અઘરું છે. પણ મહિલાઓ તેને ખૂબ સારી કરી જાણે છે. પણ શું આ સંતુલન વચ્ચે તે પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી નથી શકતી? શું તમે પણ એજ મહિલાઓ માં ના એક છો જે મીટિંગ ના ચક્કર માં પોતાનો નાસ્તો પણ ભૂલી જાય છે?શું તમે બપોર ના ભોજન માં કાર્બસ, પ્રોટીન અને વસા ને નિયમિત પણે લો છો?આ નાની નાની વાતો નો  તમને 20 ની ઉંમર માં કોઈ ફરક નહીં પડતો હોય પણ 30 ની ઉંમર વતાવ્યા પછી તે એક સમસ્યા બની જાય છે. 

ચાલો જાણીએ 30 ની ઉંમર વટાવ્યા પછી મહિલાઓ એ કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ. 

Image Source Diet PNG Download Image

મહિલાઓ એ મેટાબોલીસમ વધારવા માંટે ખાવા સારા  પોષક તત્વો  

30 ની ઉંમર વટાવ્યા પછી મહિલાઓ માં ચિંતા નો વિષય હોય છે કે ચયાપચય ની ક્રિયા ધીમી થવી. તેમને પોતાની ચયાપચય ની ક્રિયા ને ફાસ્ટ કરવા માંટે પોતાના ખાન પાન પર ધ્યાન રાખવું જોઈએ. જેથી કોઈ પણ સમસ્યા સામે લડી શકાય. 

બેંગલોર ના ન્યુટ્રીશન અંજુ સુદ કહે છે કે આ સમય દરમિયાન ચયાપચય માં કમી આવે છે. અને મહિલાઓ નું વજન પણ આજ કારણ થી વધે છે. અંજુ સુદ કહે છે કે જો આપણે પહેલા ની જેમ જ ભોજન કરતાં હોત  અને  ડેઈલિ ચેક અપ પણ કરતાં હોત તો પણ વજન ઘટાડવું થોડું મુશ્કેલ છે. પણ તેમના અનુસાર મહિલાઓ એ પણ પોતાના ભોજન માં ત્રણ પોષક તત્વો ને શામેલ કરવા જોઈએ.

ત્રણ પોષક તત્વો માં કાર્બસ, પ્રોટીન, વસા નો સમાવેશ કરવો. પ્રોટીન લેવાથી તમારું વજન પણ ઓછું થશે અને ચયાપચય ની ક્રિયા માં પણ સુધાર આવશે. આ સિવાય કોમ્પ્લેક્સ કાર્બોહાયડ્રેટ નું સેવન વધારો. સામાન્ય રીતે કાર્બોહાયડ્રેટ નું સેવન એટલે ભોજન નો 60-70% નો હિસ્સો જ છે. તમારો નાસ્તો દિવસ નો સૌથી મોટું જમણ હોવું જોઈએ. જેનાથી સમાન રીતે કાર્બસ, પ્રોટીન, વસા મળી શકે. જ્યારે તમારું રાત્રિ નું ભોજન હલકું હોવું જોઈએ.

મહિલાઓ એ વજન ઘટાડવા માંટે કરવું જોઈએ ફાઇબર નું સેવન

ન્યુટ્રીશન શિલ્પા અરોરા કહે છે કે જ્યારે તમે 30 ની ઉંમર માં પ્રવેશ કરો છો તો ઉચ્ચ ફાઇબર એ શુગર અને રક્તચાપ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો વધુ વજન વધતું હોય તો ફળો અને શાકભાજી અને વસા નું સેવન કરવાથી વજન ઓછું થશે. 

મહિલાઓ માંટે હોર્મોન સંતુલન ડાયટ છે જરુરી 

જ્યારે તમે 30 ની ઉંમર માં આવી જાવ છો તો તમારા હોર્મોન્સ માં પણ ઘણા ફેરફાર થાય છે. મહિલાઓ એ અશ્વગંધા, મક્કા અને તુલસી નું સેવન કરવું જોઈએ. જે હોર્મોન નું સ્તર જાળવી રાખે છે. ચેસ્ટબેરી એક ફળ છે જે હોર્મોન્સ ને સંતુલિત કરે છે. તે એવું પણ કહે છે કે થાયરોડ ડિસ્ફંકશન ના જોખમ ને તપાસવા માંટે આયોડિન ની તપાસ કરવી જરુરી છે. 

એનર્જી માંટે મહિલાઓ એ ખાવું જોઈએ આયરન રીચ ફૂડ 

ન્યુટ્રીશન શિલ્પા નું કહેવું છે કે આયરન થી ભરપૂર ફૂડ ઉર્જા માંટે ખૂબ જ સારા છે. જે એક બીજો ચિંતા નો વિષય છે જે દરેક મહિલા ને પ્રભાવિત કરે છે. શું તમને ખબર છે દરેક મહાવારી એ મહિલા આયરન ગુમાવી દે છે. એટલે જ બાળક ના જન્મ સમયે તેને આયરન ની જરૂર પડે છે. એનીમિયા થવાનું મેન કારણ આયરન ની કમી હોવાનું. આયરન વટાણા,લીલા શાકભાજી,લાલ માંસ, મરઘી અને દ્રાક્ષ માંથી મળી આવે છે. 

અમેરિકન જનરલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશન માં પ્રકાશિત પેસીલેવિયા સ્ટેટ યુનિવર્સિટી માં આયોજિત એક અધ્યયન ના અનુસાર આયરન ની કમી ને કારણે મહિલાઓ પર માનસિક અને સંજ્ઞાત્મક પ્રભાવ પડે છે. 18-35 વર્ષ ની વચ્ચે સંજ્ઞાત્મક અને આયરન વચ્ચે સંબંધ થાય છે. વધુ આયરન નું સેવન કરતી મહિલાઓ સંજ્ઞાત્મક પરીક્ષણો માં સારો એવો પ્રભાવ પાડે છે. 

Image Source

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ એ ખાવું જોઈએ ફોલેટ થી ભરપૂર ભોજન   

જેમ કે મહિલાઓ 30 પછી ગર્ભધારણ ની યોજના ઘડે છે. તો તેમની માંટે આયરન અને ફોલેટ વધુ જરુરી છે. ફોલેટ એક વિટામિન હોય છે જે ગર્ભવતી મહિલાઓ એ અવશ્ય લેવું. 

ડૉ. રૂપાલી દત્તા – એક સલાહકાર ન્યૂટ્રીશન કહે છે કે જે મહિલાઓ ગર્ભાવસ્થા ની તૈયારી કરે છે તેમણે આયરન, આયોડિન,અને ફોલેટ ની સ્થિતિ ને જાણી ને તેનું સેવન કરવું. બાળક ના રક્ષા માંટે નો પણ ખ્યાલ રાખવો. સ્તનપાન કરતી મહિલાઓ એ આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું. 

તમે તમારા ફોલેટ ના સ્તર ને વધારી શકો છો. બીન્સ ના એક કપ માં 200-300 માઈક્રોગ્રામ ફોલેટ હોય છે. ફોલેટ ડીએનએ માંટે અને નવી સ્વસ્થ કોશિકાઓ માંટે જવાબદાર હોય છે. ફોલેટ તમને લીલા પાંદડા વાળી શાકભાજી અને ખાટા ફળ માંથી મળી રહે છે. 

મહિલાઓ ના હાડકાં માંટે જરુરી છે કેલ્સિયમ 

આ સિવાય હાડકાં કમજોર થઈ જવા એ પણ એક સમસ્યા છે. આ સમસ્યા એ છે કે જે વૃદ્ધ મહિલાઓ થી જોડાયેલ છે. હવે આ સમસ્યા 30 ની ઉંમર  વાળી મહિલાઓ માં પણ જોવા મળે છે. જેમ તમે વૃદ્ધ થાવ છો તેમ તમારા માં એસ્ટ્રોજન નું સ્તર ઘટે છે. જે તમારા હાડકાં ના ઘનત્વ ને પ્રભાવિત કરે છે. એટલે આવા  સમય માં વિટામિન ડી ની સાથે કેલ્સિયમ ની પણ જરૂર પડે છે. મહિલાઓ  ને 1000 મિલી ગ્રામ કેલ્સિયમ ની જરૂર પડે છે. દૂધ, દહી, પનીર,ચિયાબીજ, બદામ, બ્રોકલી વગેરે માંથી મળી આવે છે. 

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે અને ઉપરોક્ત કોઈ પણ ઉપાય અથવા કઈ પણ કરતાં પેહલા ડોક્ટર ની સલાહ આવશ્યક છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *