આ છે ઊંઘ કરવાની સાચી રીત અને તેના ફાયદા..

કહેવાય છે કે આપણાં ઊંઘવાની ટેવ પણ આપણાં સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડે છે. અને વાસ્તવ માં તે સાચું પણ છે. દરેક વ્યક્તિ ની સુવાની ટેવ અલગ હોય છે. પણ મોટા ભાગે લોકો ને સુવાની સાચી રીતે વિશે ક્યારે પણ ખબર નથી પડતી. જેના કારણે તેઓ તેમની સુવાની પોતાની ટેવ ને સુધારી નથી શકતા. આજ ના લેખ માં આપણે સુવાની સાચી રીત, તેના ફાયદા અને તેના નુકશાન વિશે જાણીશું.

સુવાની સાચી પોજિશન ડાબી બાજુ એ સૂવું.

Image Source

ડોક્ટર અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ નું માનવું છે કે ડાબી બાજુ એ સૂવું એ ફાયદાકારક હોય છે. તે સુવાની સારી પોજિશન છે. સામાન્ય લોકો માટે આ પોજિશન ફાયદાકારક તો છે જ સાથે જ ગર્ભવતી મહિલા માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. આ પોજિશન માં સુવાથી દરેક વ્યક્તિ ના શરીર ને આરામ મળે છે.

સુવાની સાચી રીત સ્ટારફિશ પોજિશન.

આ પોજિશન સુવા માટે ની સર્વોતમ રીત છે. સ્ટારફિશ પોજિશન માં સુવા માટે પીઠ ના બળે સૂઈ જવું. અને બંને પગ ને આ રીતે ફેલાવો કે પગ ના વચ્ચે ની જગ્યા ઓછી હોય. અને હાથ ને ઉપર ઉઠાવી ને માથા પર મૂકવું. તે આરામદાયક પોજિશન છે.

પીઠ ના બળે સુવે કે પછી સીધા સૂવું.

મોટા ભાગ ના લોકો આ પોજિશન માં સૂતા હોય છે. કારણકે તે સામાન્ય પોજિશન છે. આ એક આરામદાયક પોજિશન છે. જેમા શરીર ને રાહત મળે છે સાથે જ શરીર ના વિકાર પણ દૂર થાય છે.

સુવાની સાચી રીત ભ્રૂણ પોજિશન

Image Source

સુવાની સાચી રીત અંતર્ગત ભ્રૂણ પોજિશન ને સર્વોતમ માનવામાં આવે છે. આ પોજિશન માં ઘૂટણ ને હલકું વાળી ને છાતી બાજુ વાળી ને મૂકો. આ પોજિશન માં સૂવું એટલે પણ સારું ગણવામાં આવે છે કારણકે વ્યક્તિ ખૂબ સારી રીતે પડખું બદલી શકે છે. અને હાડકાં માં અધિક તણાવ પણ નથી આવતો.

સુવાની રીત, તેમના ફાયદા અને તેમના નુકશાન..

ચાલો જાણીએ સુવાની રીત, તેના ફાયદા અને તેના નુકશાન વિશે.

1. ડાબી બાજુ સુવાના ફાયદા.

ચાલો જાણીએ ડાબી બાજુ સુવાના શું ફાયદા થાય છે.

ડાબી બાજુ સુવાથી પાચન માં ફાયદો થાય છે.

આપણાં શરીર માં અન્નાશય ડાબી બાજુ હોય છે. એટલે ડાબી બાજુ સુવાથી તે પ્રાકૃતિક રૂપ થી સારી રીતે કામ કરે છે. અને ભોજન પેટ માં બહુ સરળતા થી પહોંચઈ જાય છે. અને જરૂર પડવા પર તે આસાની થી અન્નાશય ના એન્જયમ નું પણ સ્ત્રાવ કરે છે. જેનાથી પાચન ક્રિયા સારી થાય છે. ડાબી બાજુ સુવાથી ભોજન ને પાચક એન્જયમ સારી રીતે મળી જાય છે. કારણકે અમાશય ડાબી બાજુ આવેલ હોય છે. જેમા ભોજન ના પાચન માટે ના આવશ્યક પાચન એન્જયમ મળે છે. જે ભોજન થી મળી ને પાચન ને સરળ બનાવે છે. એટલે જ પાચન ડાબી બાજુ સુવાથી જ સારી રીતે થાય છે.

ડાબી બાજુ સુવાથી હર્દય સ્વસ્થ રહે છે.

Image Source

આપણાં શરીર માં હર્દય પણ ડાબી બાજુ એ હોય છે. જેના કારણે ડાબી બાજુ સુવાથી હર્દય માં રક્ત પ્રવાહ સરળતા થી થાય છે. અને હર્દય મજબૂત થાય છે અને હર્દય રોગ નથી થતો.

ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક છે.

આમ તો ગર્ભવતી મહિલા ને એવી જ સલાહ આપવામાં આવે છે કે બને ત્યાં સુધી ડાબી બાજુ એ સૂવું. જેનાથી પીઠ પર વધુ ભાર ન આવે. અને ગર્ભાશય અને ભ્રૂણ માં રક્ત નો પ્રવાહ સારો થાય. ડાબી બાજુ સુવાથી ગર્ભનાલ માં પોષક તત્વો આસાની થી પહોંચી જાય છે. જેનાથી શિશુ નુ  સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ડાબી બાજુ સુવાથી નસકોરાં નથી વાગતા.

સામાન્ય રીતે નસકોરાં થી છુટકારો મેળવવા માટે લોકો ઘણા ઉપાય કરતાં હોય છે. પણ તમને એ જાણી ને નવાઈ લાગશે કે ડાબી બાજુ સુવાથી નસકોરાં નથી વાગતા. આ સ્થિતિ માં સુવાથી જીભ અને ગળું બંને એક જ લાઇન માં રહે છે. જેનાથી વાયુ માર્ગ થી સ્વાસ લેવા માં આસાની રહે છે અને નસકોરાં નથી વાગતા.

ડાબી બાજુ સુવાના નુકશાન

  • ડાબી બાજુ સુવાથી પેટ અને ફેફસા પર ભાર આવે છે જેનાથી તમને તકલીફ થઈ શકે છે.
  • ડાબી બાજુ સુવાથી ખભો અને હાથ સુન્ન થઈ શકે છે જેના કારણે અનિંદ્રા ની તકલીફ થઈ શકે છે.
  • ડાબી બાજુ સુવાથી ખભા માં દુખાવો થઈ શકે છે. જે જલ્દી સારો પણ નથી થતો.
  • ડાબી બાજુ સુવાથી કેટલીક વખત વ્યક્તિ ની જીભ દાંત ની વચ્ચે આવી જાય છે. અને તેમને સ્વાસ લેવા માં તકલીફ થાય છે.
  • ડાબી બાજુ સુવાથી ગરદન અકળાઈ જાય છે.

2. જમણી બાજુ સુવાના ફાયદા

અનિંદ્રા ની બીમારી દૂર થાય છે.

જમણી બાજુ સૂવું એ લોકો માટે સુથી વધારે ફાયદાકારક છે કે જે અનિંદ્રા નો શિકાર થયા હોય. આવા માં જમણી બાજુ સુવાથી વધુ રાહત મળે છે. શરીર ની યાંત્રિક ક્રિયા પણ સારી થાય છે.

જમણી બાજુ સુવાથી વ્યક્તિ ની  ઉમર ને રોકી શકાય છે.

સ્ટડિ દ્વારા જાણવા મળ્યું છે કે જમણી બાજુ મોઢા ની નીચે તકીયુ રાખવાથી વ્યક્તિ ની ઉમર ને રોકી શકાય છે. અને તે હમેશા જવાન જ રહે છે. તે ઉપરાંત મોઢા પર ખીલ પણ નથી થતી.

શરીર ના જેરિલા પદાર્થ ને દૂર કરવામાં મદદ મળે છે.

જમણી બાજુ સુવાથી લીંફ નોડ વધુ સક્રિય થાય છે. જેનાથી શરીર ના જેરિલા તત્વો બહાર નીકળે છે. તે ઉપરાંત બ્લડ નું સરક્યુંલેશન પણ સારું થાય છે. અને છાતી માં બળતરા પણ નથી થતી.

જમણી બાજુ સુવાના નુકશાન..

  • જમણી બાજુ સુવાથી કરોડરજ્જુ માં દુખાવો થાય છે.
  • કેટલાક વિશેષ મામલા માં ઊંઘતા સમયે જમણી બાજુ એ કાન દબાવાથી કાન માં દુખાવો થાય છે.
  • આ પોજિશન માં સુવાથી ખભો ખૂબ દુખે છે.
  • જો સૂતા સમયે પસીઓ વધુ થતો હોય તો આ પસીનો કાન માં પણ જઈ શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment