શિયાળાની ઋતુમાં કઈ રીતે લડ્ડુ‌‌ ગોપાલની સેવા કરવી જોઈએ? જેથી વિશેષ ફળ મળે

Image Source

ઋતુ બદલવાની સાથે સાથે લડ્ડુ‌‌ ગોપાલની સેવામાં બદલાવ જરૂર કરવો જોઈએ, તે જાણવા માટે આ લેખ વાંચો.

ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને લડ્ડુ‌‌ ગોપાલ કેહવામા આવે છે અને આ સ્વરૂપ લગભગ દરેક હિંદુ પરિવારમાં તમને ઘરના મંદિરમાં જોવા મળશે. શાસ્ત્રોમાં લડ્ડુ‌‌ ગોપાલની સેવાના ઘણા નિયમ પણ જણાવવામાં આવ્યા છે. ખરેખર,લડ્ડુ‌‌ ગોપાલની સેવા બિલકુલ તેમજ કરવી જોઈએ જેમકે તમે ઘરે કોઈ બાળકની કરો છો. તેટલું જ નહીં, ઋતુ પ્રમાણે લડ્ડુ‌‌ ગોપાલની દિનચર્યા પણ બદલાતી રહે છે. તેથી તેની સેવા દરમિયાન આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે શિયાળાની ઋતુ છે કે ઉનાળાની.

પરંતુ, શિયાળા અને ઉનાળાની ઋતુમાં લડ્ડુ‌‌ ગોપાલની થતી સેવામાં ખૂબ વધારે ફરક નથી, તો પણ ઘણી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના વિશે અમે ભોપાલ નિવાસી પંડિત અને જ્યોતિષાચાર્ય વિનોદ સોનીજી સાથે વાત કરી. તે કહે છે, “લડ્ડુ‌‌ ગોપાલ ફક્ત તેના ભક્તની શ્રદ્ધા અને આસ્થા જુએ છે, તેને તે વાતથી કોઈપણ ફર્ક પડતો નથી કે તમે તેને શું અર્પણ કરી રહ્યા છો. પરંતુ, જો તમે લડ્ડુ‌‌ ગોપાલની સેવા વિધિ પૂર્વક કરી શકો છો, તો તેનું ફળ પણ તમને જરૂર મળે છે.”

આ સમયે શિયાળાની ઋતુ ચાલી રહી છે, તો તમે લડ્ડુ‌‌ ગોપાલની સેવામાં થોડો ઘણો બદલાવ જરૂર કરો –

Image Source

લડ્ડુ‌‌ ગોપાલને સવારે કયારે ઉઠાડવા

શિયાળાની ઋતુમાં લડ્ડુ‌‌ ગોપાલને 7 વાગ્યાની આજુબાજુ ઉઠાડો. પરંતુ, ઉનાળાની ઋતુમાં તમે લડ્ડુ‌‌ ગોપાલને 5 વાગ્યે જ ઉઠાડી શકો છો, પરંતુ ઠંડીની ઋતુમાં તમે લડ્ડુ‌‌ ગોપાલને થોડા સમય પછી જ ઉઠાડી શકો છો કેમકે શિયાળામાં જેમ આપણને ઠંડી લાગે છે, તેવોજ અનુભવ લડ્ડુ‌‌ ગોપાલ પણ કરે છે.

Image Source

લડ્ડુ‌‌ ગોપાલને સ્નાન કયારે કરાવવું?

લડ્ડુ‌‌ ગોપાલને તેમતો સવારે જ સ્નાન કરાવવું જોઈએ, પરંતુ શિયાળાની ઋતુમાં બની શકે તો લડ્ડુ‌‌ ગોપાલને તડકામાં લઈ જઈને સ્નાન કરાવો. તેટલું જ નહીં, તેના સ્નાનને પાણીને હળવું હુંફાળુ રાખો. સ્નાનના પાણીમાં તુલસીના પાન જરૂર ઉમેરો. પંડિત જી કહે છે, ‘ આગહન મહિનો ચાલી રહ્યો છે જો તમે આ દરમિયાન કોઈ પવિત્ર નદીના પાણીમાં તુલસીના પાન નાખી લડ્ડુ‌‌ ગોપાલને સ્નાન કરાવો છો, તો તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે.’

તેમતો ભગવાન શ્રી કૃષ્ણને ચંદન ઘણું પ્રિય છે. પરંતુ ચંદન ઠંડુ હોય છે તેથી શિયાળામાં ચંદનના બદલે તમે ગુલાબના ફૂલની પાંખડી અથવા તો મધના લેપથી પણ લડ્ડુ‌‌ ગોપાલને સાફ કરી શકો છો.

લડ્ડુ‌‌ ગોપાલનો શૃંગાર કેવો હોવો જોઈએ?

બજારમાં તમને લડ્ડુ‌‌ ગોપાલ માટે ઘણા બધા ગરમ કપડા મળી જશે. પરંતુ તમે સીધા ગરમ કપડાને બદલે પેહલા લડ્ડુ‌‌ ગોપાલને પોશાક પહેરાવો અને ઉપરથી ગરમ કપડા પેહરાવી દો. લડ્ડુ‌‌ ગોપાલનો શૃંગાર તમારે બિલકુલ તેમજ કરવાનો છે જેમ તમે નિયમિત રૂપે કરો છો.

લડ્ડુ‌‌ ગોપાલને ભોગમાં શું ચડાવવું?

શિયાળામાં ગરમ દૂધ, સૂકા મેવા, ગોળના લાડુ, ગાજરનો હલવો, શિયાળામાં આવતા ફળ અને શાકભાજીઓ વગેરેનો ભોગ તમે લડ્ડુ‌‌ ગોપાલને ચડાવી શકો છો. આ ઋતુમાં તમારે ગોળ, ગજક અને તલના લાડુને પણ લડ્ડુ‌‌ ગોપાલને જરૂર ચડાવવા જોઈએ. આ બધી શિયાળાની ઋતુમાં ખાવામાં આવતી વસ્તુ છે, જે ભોગમાં લડ્ડુ‌‌ ગોપાલને અર્પણ કરી શકાય છે.

લડ્ડુ‌‌ ગોપાલને સૂવાનો સમય

લડ્ડુ‌‌ ગોપાલને શિયાળામાં બપોર અને રાતના સમયે જ્યારે તમે સુવડાવો, તો પેહલા તેની આરતી કરો અને તેની પલંગ પર ગરમ ચાદર અથવા શાલ પાથરી દો. તેની સાથેજ, આ ઋતુમાં લડ્ડુ‌‌ ગોપાલને તમે થોડા વહેલા પણ સુવડાવી શકો છો, કેમકે આ ઋતુમાં આપણે પણ વહેલા સૂવાનું પસંદ કરીએ છીએ.

જો તમારા ઘરમાં પણ લડ્ડુ‌‌ ગોપાલ છે, તો તમે પણ તેની સેવા આ રીતે કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment