આદું છોલવાની સરળ રીત..

આદું છોલવામાં લાગે છે સમય તો આજે જ અપનાવો 3 ટિપ્સ અને 2 જ મિનિટ માં છોલાઈ જશે આદું.

ભારતીય રસોઈ ને સ્વાદિષ્ટ બનાવા માટે ઘણા મસાલા ની સાથે હર્બસ નો પણ ઉપયોગ થાય છે. આદું પણ એક હર્બસ જ છે. જે ખાવાના સ્વાદ ની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આદું નો ઉપયોગ ચા, સમર ડ્રિંક્સ, ચટણી વગેરે માં થાય છે. કેટલાક ઘર માં દવા ની રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. આદું ના અર્ક માંથી બનાવેલ કાઢો ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરી ને શરદી,ખાંસી, અને તાવ માટે આદું કોઈ વરદાન થી ઓછું નથી.

Image Source

આટલા બધા ગુણો  થી ભરપૂર આદું ને કેટલાક ઘર માં તો સ્ટોર કરી ને રાખે છે. પણ જ્યારે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેને છોલવામાં ઘણી તકલીફ થાય છે. કેટલીક વખત તો લોકો તેને છાલ કાઢ્યા વગર જ વાપરી નાખે છે. પણ આદું ની છાલ સ્વાદ માં ઘણી કડવી હોય છે. તેને ખાવા થી ભોજન માં થોડી કડવાહટ આવી જાય છે. જો કે તેની છાલ ને કાઢવાની ઘણી સરળ રીતો પણ છે. ચાલો જાણીએ સરળ ટિપ્સ..

1. સાચા સમયે ફ્રીજ માંથી કાઢો.

Image Source

આદું બગડે નહીં તે માટે લોકો તેને ફ્રીજ માં રાખે છે. આ રીત સારી પણ છે. જો તમે તેને બહાર રાખશો તો તે જલ્દી જ સુકાઈ જશે. પછી તેની છાલ કાઢવામાં ઘણી મુશ્કેલી થાય છે. આવા માં ફ્રીજ માં આદું ને રાખવું,અને તેને ફ્રેશ રાખવું જરુરી છે. પરંતુ તમને જ્યારે આદું ને છોલવાનું હોય ત્યારે તમે તેને 10 મિનિટ પહેલા જ ફ્રીજ માંથી કાઢી લો. જ્યારે આદું રૂમ temperature આવે ત્યારે છોલવા થી તે જલ્દી થી છોલાઈ જશે.

2. ચમચી નો ઉપયોગ કરવો.

Image Source

ઘણા લોકો આદું ને છોલવા માટે ચાકુ કે પિલર નો ઉપયોગ કરે છે. પણ ચાકુ થી છોલવું થોડું અઘરું થઈ જાય છે. અને ચાકુ થી છોલવામાં તેમા સમય વધુ લાગે છે. કોશિશ કરવી કે ધારદાર ચમચી થી આદું છોલવાથી તે જડપ થી છોલાશે.

3. નાના ટુકડા માં કાપી લેવું.

આદું નો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એવા માં તમે તેને નાના ટુકડા માં કાપી લેશો તો તમને છોલવા માં આસન રહેશે. તમે આદું ને 1-2 ઇંચ ના ટુકડા માં કાપી શકો છો. ત્યારબાદ તમે તેને ફ્રીજ માં સ્ટોર કરી શકો છો. આમ કરવાથી આદું જલ્દી થી ખરાબ પણ નહીં થાય અને લાંબા સમય સુધી ટકશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *