મહાશિવરાત્રી પર કઈ વસ્તુઓથી કરવો જોઈએ શિવજીનો રુદ્રાભિષેક, જાણો તેની ખાસ બાબતો અને લાભ વિશે

મહાશિવરાત્રી ભગવાન શિવની પૂજાનો સૌથી ખાસ પર્વ છે. આ દિવસે કોઈપણ ખાસ મનોરથની પૂર્તિ માટે નિમ્ન અનુસાર પૂજા સામગ્રી અને વિધિથી રુદ્રાભિષેક કરવામાં આવે છે તો તેના ઘણા લાભ પ્રાપ્ત થાય છે.

રુદ્રાભિષેકની વિભિન્ન પૂજાના ફાયદા આ પ્રકાર છે

  • 1. પાણીથી અભિષેક કરવા પર વર્ષા થાય છે.
  • 2. અસાધ્ય રોગોને શાંત કરવા માટે કુશોદકથી રુદ્રાભિષેક કરો.
  • 3. ભવન વાહન માટે દહીંથી રુદ્રાભિષેક કરો.
  • 4. લક્ષ્મી પ્રાપ્તિ માટે શેરડીના રસથી રુદ્રાભિષેક કરો.
  • 5. ધનવૃદ્ધિ માટે મધ અને ઘીથી અભિષેક કરો.
  • 6. તીર્થના પાણીથી અભિષેક કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  • 7. અત્તર ભળેલા પાણીથી અભિષેક કરવાથી રોગ દૂર થાય છે.
  • 8. સંતાન સુખ માટે દૂધથી અને જો સંતાન જન્મીને મૃત્યુ પામે છે તો ગાયના દૂધથી રુદ્રાભિષેક કરો.
  • 9. રુદ્રાભિષેકથી યોગ્ય અને વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થાય છે.
  • 10. તાવની શાંતિ હેતુ શીતળ પાણી, ગંગા જળથી રુદ્રાભિષેક કરો.
  • 11. સહસ્ત્રનામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ધૃતની ધારાથી રુદ્રાભિષેક કરવા પર વંશ આગળ વધે છે.
  • 12. પ્રમેહ રોગની શાંતિ પણ દુગ્ધાભિષેકથી થઇ જાય છે.
  • 13. ખાંડ ભેળવેલા દૂધથી અભિષેક કરવા પર જડ બુદ્ધિ વાળા પણ વિદ્વાન થાય છે.
  • 14. સરસવના તેલથી અભિષેક કરવા પર શત્રુ પરાજિત થાય છે.
  • 15. મધ દ્વારા અભિષેક કરવા પર યક્ષ્મા દૂર થાય છે.
  • 16. પાતકોને દૂર કરવાની કામના થવા પર પણ મધથી રુદ્રાભિષેક કરો.
  • 17. ગાયના દૂધથી અને શુદ્ધ ઘી દ્વારા અભિષેક કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
  • 18. પુત્રની પ્રાપ્તિ વાળા લોકો ખાંડ ભળેલ પાણીથી અભિષેક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment