કોરોનામાંથી સ્વસ્થ થયા પછી થાક અને નબળાઈ  કેવી રીતે દૂર કરવી? સંપૂર્ણ સ્વસ્થ થવા માટે અપનાવો આ ઉપાય

Image Source

કોરોનાનો ઈલાજ કરાવવા થી કોરોના સંક્રમિત લોકો સાજા થઈ જાય છે, પરંતુ સાજા થયા પછી તેમનામાં થાક અને કમજોરી ઘણા દિવસ સુધી રહી શકે છે. એવામાં જરૂરી છે કે તમે એવી વાત પર ધ્યાન આપો કે રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી શું ખાવુ જોઈએ,અને કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ, જેનાથી તમે પૂરી રીતે સ્વસ્થ થઈ જાવ. સામાન્ય દિનચર્યામાં પાછા ફરવા માટે સારૂ પોષણ ખૂબ જરૂરી છે.

covid-19 પછી થાક ને કેવી રીતે દૂર કરવો?

ડોક્ટરની સલાહ અનુસાર સુરક્ષાત્મક પ્રોટોકોલનું પાલન કરતી વખતે પોષણ, તંદુરસ્તી અને આરોગ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે.

 • સરળ કસરત કરો, ધીમે ધીમે ચાલો, અને શ્વાસ ની કસરત તથા મેડિટેશન થી શરૂઆત કરો.
 • તમારા શરીરને આરામ ની જરૂર હોય છે,  તેથી સખત વર્કઆઉટ કરવાનું ટાળો.
 • દરરોજ સવારે 30 મિનિટ કુણા તાપ માં બેસો.
 • એક ખજૂર, થોડી દ્રાક્ષ ,બે બદામ
 • બે અખરોટ, રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરો.

 • હલકું અને સરળતાથી પચી જાય તેવું ભોજન જેમકે, દાળનો સૂપ અને ભાત જેવા ખોરાક નો ઉપયોગ કરો.
 • વધારે પડતી ખાંડ વાળા , તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ નો ઉપયોગ ન કરો.
 • એકાંતરે દિવસે પૌષ્ટિક ખીચડી નું સેવન કરો.
 • અઠવાડિયામાં બે થી ત્રણ વાર સરગવાની સીંગ નો સૂપ પીવો.
 • જીરૂ,ધાણા અને વરિયાળી ની ચા દિવસમાં બે વખત પીવો અથવા તો જમ્યાના એક કલાક પછી પીવો.
 • રાત્રે જલદી ઊંઘી જાવ. તમે જેટલું ઊંઘશો તેટલા જ જલ્દી તમે સ્વસ્થ થશો.

Image Source

 • સવારે જલ્દી ઉઠીને સવારનો કૂણો તાપ લેવાથી તમે ઊર્જાવાન, સકારાત્મક અને ગતિશીલ અનુભવશો. સવારે કસરત કરવાથી તમને આખો દિવસ ઉર્જાનો અનુભવ થશે અને તે સિવાય તમારા મૂડમાં પણ સુધારો આવશે.
 • પ્રાણાયામ જેવા કે અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભ્રામરી,અને ભસ્ત્રિકા  દરરોજ કરવા જોઈએ, જેનાથી તમે શારીરિક અને માનસિક રૂપથી સારા બનો છો. તમે ઘરે જ હર્બલ ચા પી શકો છો જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદરૂપ થશે.
 • ગેઝેટ નો ઉપયોગ મર્યાદિત રીતે કરો, સમાચાર જુઓ. પરંતુ એક કલાકથી વધારે નહીં.
 • જ્યારે પણ તમારે બહાર નીકળવું હોય ત્યારે માસ્ક પહેરો અને સામાજિક અંતર નું ધ્યાન રાખો.
 • તમારે દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ જેનાથી તમારું શરીર હાઈડ્રેટ રહે.

તમે આ ઉપાયોને ધ્યાનમાં રાખીને તેનું પાલન યોગ્ય રીતે કરશો તો તમે જલ્દીથી સ્વસ્થ થઈ જશો.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો આપ ને ખાસ વિનંતી છે કે એક વાર ડોક્ટર ની સલાહ લઈ ને સેવન કરવું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *