નાની ઉંમરમાં માતા બનો તો આ રીતે સાંભળો તમારા બાળકની જવાબદારીઓ

માતા બનવું કઈ સેહલું નથી અને જો તમે નાની ઉંમરમાં માતા બની રહ્યા છો, તો તે જવાબદારી તમારા માટે વધુ મુશ્કેલ બનશે.

Image Source

હંમેશા લોકો ફેમિલી પ્લાનિંગ ત્યારે કરે છે, જ્યારે તે આર્થિક અને માનસિક રૂપે બાળકોના ઉછેર અને જવાબદારીઓ માટે તૈયાર હોય. પરંતુ ઘણીવાર કેટલાક કપલ્સ નાની ઉંમરમાં જ માતા-પિતા બની જાય છે અને અનુભવની ઉણપને કારણે તેને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

૨૦ વર્ષની ઉંમરમાં મા બનનારી સ્ત્રીઓ માટે તો બાળકોનો ઉછેર કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. જો તમે પણ નાની ઉંમરમાં માતા બની ગયા છો તો અહીં જણાવવામાં આવેલ કેટલાક માતા-પિતા ને લગતી ટિપ્સ તમને કામ આવી શકે છે.

પ્લાનિંગ મહત્વપૂર્ણ છે:

Image Source

બાળકોના ઉછેર અને પરિવાર શુરું કરવા માટે સૌથી વધારે પ્લાનિંગ જરૂરી હોય છે. વિચારો કે તમારા અને તમારા બાળકો માટે શું ઉત્તમ રેહશે. તેના વિશે તમારા પાર્ટનર સાથે વાત કરી અને વિચારો કે કઈ રીતે તમે તમારા જીવનમાં બાળકની જવાબદારીઓ સમાયોજિત કરી શકો છો.

પ્લાનિંગ ઉપરાંત વ્યૂહરચના બનાવીને ચાલવું પણ જરૂરી છે. તમારે તમારા માટે એવા કોઈ લક્ષ્ય રાખવા નહિ જેને પૂરા કરવામાં તમારી હાલત ખરાબ થઈ જાય. તમે બધી ઈચ્છાઓને પૂરી કરી શકતા નથી અને ન કોઈ વસ્તુને પૂર્ણ કરવી એટલી મુશ્કેલ હોય છે. તમારી ઉપર વધારે ભાર નાખવાની ભૂલ કરવી નહિ કેમકે દરેક વખતે શ્રેષ્ઠ કરવાના ડરથી તમે સ્ટ્રેસથી ઘેરાય જશો.

નાની નાની વાતો પર ગભરાઈ જવું:

Image Source

યુવાન અને પેહલી વખત બનનાર માતા-પિતા માટે બાળકોનો ઉછેર કરવો એ એક અલગ અનુભવ થઈ શકે છે. ઘણીવાર તમે પોતાને ભાગ્યશાળી માનો છો તો ક્યારેક તમે ખીજાઈ ઉઠશો.

પરંતુ, કેટલીક પરિસ્થિતિઓમાં માતા-પિતા વ્યાકુળ થઇ ઉઠે છે. બાળકોના ટેબલ પર માથા પછાડવાથી અથવા જીદ કરવા પર, તમે તમારું સંતુલન ખોઈ બેસો છો. આવી પરિસ્થિતિમાં પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો.

દરેક સલાહ પર ભરોસો ન કરવો:

Image Source

માતા-પિતાના કેસમાં યુવાન સ્ત્રીઓ માનસિક રૂપે સંપૂર્ણ રીતે તૈયાર હોતી નથી. આવી સ્થિતિમાં એ કોઈની પણ સલાહ પર ભરોસો કરી લે છે જેનાથી તેને ભારે નુકસાન ભોગવવું પડે છે. કેટલીક માતા-પિતાની ટિપ્સ કામની હોય છે પરંતુ ખોટી સલાહ સાંભળવાને બદલે અવગણવી જ સારી છે.

નાની ઉંમરમાં માતા બન્યા પછી બાળકની જવાબદારીઓ નિભાવવી ઘણી મુશ્કેલ હોય છે. તમારા કામને શેર કરવાનું શીખો અને ઘરના કામોની સાથે સાથે બાળકના ઉછેરમાં તમારા પાર્ટનરની મદદ લેવાથી ગભરાશો નહીં.

તમારી સંભાળ લેવી પણ મહત્વપૂર્ણ છે:

Image Source

માતા બન્યા પછી તમારી અપેક્ષાઓ પણ ખૂબ વધી જાય છે. દરેક લોકોની નજર માતા પર રહે છે કે તે કેવી રીતે તેના બાળકની સંભાળ લઈ રહી છે અને ક્યાંય તેનાથી કોઈ ભૂલ તો નથી થઈ રહી.

બીજાની અપેક્ષાઓને પૂરા કરવાના ચક્કરમાં તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓને ભૂલવી નહીં. માતા બન્યા પછી તમારા શરીરની સંભાળ પણ વધારે જરૂરી હોય છે તેથી તમારા માટે પણ સમય કાઢવાનો પ્રયત્ન કરો. બાળકને ઉછેરવાની સાથે તમને જે પણ કરવાની ઈચ્છા થાય છે, તે કરો અને તમારી જરૂરિયાતોને અવગણવી નહિ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *