શ્રીખંડ બનાવવાની રીત.

Image source

શ્રીખંડ એક ખુબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ વાનગી છે. તમે તેને ઈચ્છો ત્યારે સરળતાથી બનાવીને જમ્યા પછી એક મીઠાઈના રૂપે બધાને પીરસી શકો છો. તેનો લાજવાબ સ્વાદ દરેક ને પસંદ આવે છે. આને બનવવો ખુબ જ સરળ છે.

સ્વાદ.

શ્રીખંડ નો સ્વાદ મીઠો અને સુગંધિત હોય છે. તેમાં નાખવામાં આવતી દરેક સામગ્રી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. જે દરેક ને પસંદ હોય છે અને દરેક તેનું સેવન કરે છે.

પ્રખ્યાત.

શ્રીખંડ એમ તો મહારાષ્ટ્ર માં સૌથી વધુ પ્રખ્યાત છે પરંતુ હવે તે સંપૂર્ણ ભારત માં પ્રચલિત છે. આ શ્રીખંડ વધારે જન્માષ્ટમી ના તેહવાર પર બનાવવામાં આવે છે પરંતુ તમે તેને તમારી ઈચ્છા મુજબ પણ બનાવી શકો છો.

વિશેષતા.

શ્રીખંડ સૌથી ખાસ વિશેષતા એ છે કે તેમાં ઉમેરવામાં આવતી બધી સામગ્રી પૌષ્ટિક હોય છે જે બધાને પસંદ હોય છે. શ્રીખંડ બનાવવાવું ખુબજ સરળ છે.

શ્રીખંડ નો સ્વાદિષ્ટ અને મીઠો સ્વાદ બધાને પસંદ હોય છે. આમ તો શ્રીખંડ બઝાર માં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઈચ્છો તો આ સ્વાદિષ્ટ વાનગી ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. તેને બનાવવામાં વધુ સમય નથી લાગતો. શ્રીખંડ ને બનાવવાની બધી વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક સરળ રીત જેની મદદ થી તમે સ્વાદિષ્ટ શ્રીખંડ સરળતાથી બનાવી શકો છો. નીચે આપેલી રીત ને અપનાવો અને સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવીને બધાને ખુશ કરો.

શ્રીખંડ બનાવવાનો સમય.

શ્રીખંડ ને બનાવવામાં ૨૦ મિનીટ નો સમય લાગે છે. આને બનાવવાની તૈયારી કરવામાં ૫ મિનીટ નો સમય લાગે છે.

સભ્યો ના મુજબ.

આપેલી રીત ની માત્રા મુજબ આ શ્રીખંડ ચાર લોકો માટે પૂરતું છે.

શ્રીખંડ.

શ્રીખંડ નો લાજવાબ અને સ્વાદિષ્ટ સ્વાદ બધાને પસંદ હોય છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે સરળતાથી બનાવીને બધાને ખવડાવી શકો છો. આ એક એવી વાનગી છે કે જે બધાને પસંદ હોય છે.

કોર્સ- મીઠાઈ
ભોજન – ભારતીય, મહારાષ્ટ્રીય
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવા નો સમય – ૨૦ મિનીટ
કુલ સમય – ૨૫ મિનીટ
પીરસવાનું – ૪ લોકોને

સામગ્રી.

  • ૨ કપ દહીં
  •  ૧/૪ કપ ખાંડ
  •  ૧/૪ કપ દૂધ
  •  ૧૦ કેસર
  •  ૪ નાની એલચી
  •  ૪ પિસ્તા
  • બદામ

બનાવ વાની રીત.

1. શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા દહીં લો અને એક ચોખ્ખા કપડા માં બાંધીને થોડી વાર માટે એક જગ્યા પર રાખી દો.

2. હવે કપડાંને લો અને હાથ થી દબાવીને દહીં માંથી બધું પાણી અલગ કરી લો. એક વાસણ માં દૂધ લો અને તેમાં કેસર ને સરખી રીતે ભેળવીને રાખી દો.

3. આટલું કર્યા પછી દહીંને એક વાસણ માં કાઢી લો અને તેમાં એલચી અને ખાંડ નાખીને સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ માં કેસર વાળું દૂધ નાખો અને સરખી રીતે મિક્સ કરી ને ભેળવી લો.

4. હવે આમાં કાપેલા પિસ્તા અને બદામ ના ટુકડા નાખો અને બધા મિશ્રણ ને ભેળવી લો. તમારું શ્રીખંડ તૈયાર છે. તેને એક વાસણ માં કાઢીને ઉપર થી બદામ અને પિસ્તા નાખીને સજાવો થોડી વાર માટે ફિઝ માં રાખી દો અને પછી બધાને પીરસો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *