આવી રીતે બનાવો બટાકા થી ફેસ પેક અને પછી જુઓ તમારા ચેહરા નો આકર્ષક દેખાવ.

Image source

બટાકા એક સરળતા થી મળી આવતી શાકભાજી છે. જે સામાન્ય રીતે કોઈ પણ ઘરમાં ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે તે તંદુરસ્ત ભોજન ની શ્રેણી મા નથી આવતું, પરંતુ તે ત્વચાની સારસંભાળ ની પૃષ્ઠભૂમિ માં એક મુખ્ય ભાગ ભજવે છે.

બટાકા માં રહેલા પોષક તત્ત્વો:

 • ઝીંક
 • ફોસ્ફરસ
 • પોટેશિયમ
 • મેગ્નેશિયમ
 • વિટામિન સી
 • વિટામિન બી કોમ્પલેક્ષ

ત્વચા પર બટાકા ના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ:

 • બટાકા એક પ્રાકૃતિક બ્લીચીંગ એજન્ટ છે. તેમાં એવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે પ્રદૂષણ અને સૂર્ય ના કિરણો થી થતી ક્ષતિ થી આપણી ત્વચા ને સુરક્ષિત કરે છે.
 • તે સીબમ ને નિયંત્રિત કરે છે અને ખીલ ફોડલીઓ ને થતી અટકાવે છે.
 • તડકા થી ટેનીગ ત્વચા ને સારી કરે છે.
 • આ હાયપર પિગમેન્ટેશન અને ફ્રીકલ ની સમસ્યા ને દૂર કરે છે.
 • આ આંખ નીચે કાળા ધબ્બા ની સમસ્યા દૂર કરે છે અને આંખો ના સોજા થી છુટકારો અપાવે છે.
 • તે ચેહરા પર થી બારીક રેખાઓ અને કરચલી થી છુટકારો અપાવે છે.
 • તે ત્વચાની બળતરા થાય રાહત અપાવે છે.
 • તે કદરૂપા ચેહરાના દાગ ધબ્બા અને નિશાનો ને દૂર કરે છે.
 • તે વૃદ્ધત્વ ના સંકેતો ને રોકે છે.
 • બટાકા ના ઉપરોક્ત ફાયદા ના લાભ લેવા માટે આપણે બટાકા થી બનેલા નિમ્ન ફેસ પેક ને વાપરીએ છીએ.

બટાકા નો ઉપયોગ ત્વચા ની સાર સંભાળ લેવા માટે કરી શકીએ છીએ:

બટાકા નો રસ કાઢવાની રીત:

 • બટાકા ને ઝીણા કાપીને કે મિક્સર મા પીસી ને બટાકા નો રસ કાઢો અને તેનો ઉપયોગ ફેસ પેક માં કરો. ટામેટા અને ખીરા નો રસ પણ આજ રીતે કાઢી શકો છો.

જરૂરી સામગ્રી:

 • બટાકા નો રસ – ૩ મોટી ચમચી
 • મધ – ૨ મોટી ચમચી

Image source

બનાવવાની રીત:

 • બટાકા નો રસ અને મધ ને ઉપર બતાવ્યા મુજબ માપ પ્રમાણે સરખી રીતે ભેળવીને ફેસ પેક બનાવી લો. હવે તેને તમારા ચેહરા અને ડોક પર લગાવી દો અને સુકાઈ ગયા બાદ ચેહરો ધોઈ લો.

ચેહરા પર કેટલી વાર લગાવવું?

 • આ ફેસ પેક તમે તમારા ચેહરા પર લગભગ દરરોજ લગાવી શકો છો.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • મધ ત્વચા ને ભેજ પૂરો પાડે છે અને તેને સુવાળું અને ચીકણું બનાવે છે. બટાકા નો રસ એસિડિક હોય છે અને તેમાં પ્રાકૃતિક બ્લીચીંગ એજન્ટ રહેલો હોય છે. આ બંને વસ્તુ ત્વચા ને ચમકદાર બનાવે છે અને તેના પર રોનક લાવે છે.

ખીલ થી ભરેલી ત્વચા માટે બટાકા ટામેટા નો ફેસ પેક:

જરૂરી સામગ્રી:

 • બટાકા નો રસ – ૧ મોટી ચમચી
 • ટામેટા ની પીસેલી પેસ્ટ – ૧ મોટી ચમચી
 •  મધ -૧ મોટી ચમચી

રીત:

 • બટાકા નો રસ અને ટામેટા ની પેસ્ટ ને સરખી રીતે ભેળવી ને તેમાં મધ નાખી ને એક ધાટુ મિશ્રણ બનાવી લો. હવે તેને તમારા ચેહરા પર લગાવી દો. ખીલગ્રસ્ત ભાગો પર આ ફેસ પેક નું જાડું સ્તર લગાવો.

કેટલી વાર લગાવવું:

 • ખીલ સારા થાય ત્યાં સુધી દિવસ માં એક વાર લગાવવું.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • ટામેટા અને બટાકા માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ની પ્રચુર માત્રા ત્વચા થી બેક્ટેરિયા અને કીટાણુ ને દૂર રાખે છે. આ બંને નો એસિડિક ગુણ ત્વચા ના બંધ છિદ્રો ને ખોલવામાં મદદ કરે છે.

ચમકતી ત્વચા માટે બટાકા અને લીંબુ ના રસ નું ફેસ પેક:

જરૂરી સામગ્રી:

 • બટાકા નો રસ – ૨ મોટી ચમચી
 • લીંબુ નો રસ – ૨ મોટી ચમચી
 • મધ – અડધી નાની ચમચી

રીત:

 • ત્રણે વસ્તુ સરખી રીતે ભેળવીને મિશ્રણ બનાવી લો. તેને સંપૂર્ણ ચેહરા અને ડોક પર લગાવી લો. ૧૫ મિનિટ પછી ચેહરો ધોઈ લો.

કેટલી વાર લગાવવું:

 • આ તમે એકાંતરે લગાવી શકો છો.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • લીંબુ અને બટાકા નો રસ ત્વચા માંથી વધારાનું તેલ શોષી લે છે અવરોધિત છિદ્રો ને ખોલે છે અને ત્વચા ને કડક બનાવે છે.

દાગ ધબ્બા અને નિશાન વાળી ત્વચા માટે બટાકા નો રસ અને મુલતાની માટી નું ફેસ પેક:

 • બટાકા ના રસ માં મુલતાની માટી નાખી ને એક ઘટ્ટ મિશ્રણ બનાવી લો.
 • હવે આ મિશ્રણને પોતાના ચહેરા અને ડોક પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી લગાવી ને મોઢું ધોઇ લો.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • મુલતાની માટી અને બટાકા માં તડકા થી બળી ગયેલી ત્વચા ને સારી કરવાની અને ત્વચા ના રંગ ને ગોરા કરવાના ગુણ હોય છે. આના ઉપયોગ થી ડાઘ અને નિશાન ઓછા થાય છે.

કેટલી વખત કરવું:

 • આને તમે અઠવાડિયા મા બે વાર લગાવી શકો છો કેમ કે આ પેક નો વધારે પડતો ઉપયોગ તમારી ત્વચા ને શુષ્ક બનાવે છે.

કરચલીઓ દૂર કરવા માટે બટાકા નો રસ, દૂધ અને ગ્લિસરીન નું ફેસ પેક:

જરૂરી સામગ્રી:

 • એક બટાકા નો રસ
 • કાચું દૂધ – ૨ મોટી ચમચી
 • ગ્લિસરીન – ૩ થી ૪ ટીપાં

ઉપરોક્ત બધી સામગ્રી ભેળવિને એક મિશ્રણ બનાવી લો. ચેહરા પર ૧૫ મિનિટ સુધી લગાવો. પછી ચેહરો ધોઈ લો.

કેટલી વાર કરવું:

 • આનો ઉપયોગ તમે અઠવાડિયા મા બે વાર કરી શકો છો.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • ગ્લિસરીન ત્વચા ને ભેજ વાળી બનાવે છે. બટાકા નો રસ અને ગ્લિસરીન બંને કરચલીઓ નો ઉપચાર કરે છે, કાળા ચકરડાઓ દૂર કરે છે અને ત્વચા ને ચુસ્તતા પ્રદાન કરે છે.

ચેહરા પર ચમક લાવવા વાળા બટાકા, કાકડી, લીંબુ અને હળદર નું ફેસ પેક:

જરૂરી સામગ્રી:

 • બટાકા નો રસ -૨ મોટી ચમચી
 • કાકડી નો રસ -૨ મોટી ચમચી
 • લીંબુ નો રસ -૧ મોટી ચમચી
 • હળદર – એક ચપટી

રીત:

 • બધા રસો અને હળદર ને મિક્ષ કરી ચેહરા પર લગાવી દો. હવે તેને તમારા ચેહરા પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી સુકાઈ જાય ત્યાં સુધી લગાવેલું રહેવા દો. ઠંડા પાણી થી મોઢું ધોઇ લો.

કેટલી વાર કરવું:

 • આ ફેસ પેક ને તમે અઠવાડિયા માં બે વાર ઉપયોગ મા લઈ શકો છો.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • કાકડી નો રસ ત્વચા ને ઠંડક પહોંચાડે છે અને તડકા થી થયેલ કાળાશ ને દૂર કરે છે જ્યારે લીંબુ અને બટાકા ચેહરા પર ના બંધ છિદ્રો ને ખોલી ને સાફ કરે છે અને વધારે પડતી ચિકાસ ને દૂર કરે છે. હળદર ચેહરા પર ચમક લાવે છે અને તે પોતાના એન્ટી બેક્ટેરિયલ ગુણ ના લીધે ત્વચા ને ચેપ લગાવવા વાળા બેક્ટેરિયા ને દૂર રાખે છે.

પિગમેન્ટેશન દૂર કરનારા બટાકા અને ચોખાના લોટ નું ફેસ પેક:

જરૂરી સામગ્રી:

 • બટાકા નો રસ – ૧ મોટી ચમચી
 • ચોખા નો લોટ – ૧ નાની ચમચી
 • લીંબુ નો રસ – ૧ નાની ચમચી
 • મધ – ૧ નાની ચમચી

રીત:

 • બધી વસ્તુઓ ને ભેળવી ને એક ઘટ્ટ મિશ્રણ બનાવીને તમારા મોઢા અને ડોક પર લગાવીને ૧૫ મિનિટ પછી ચહેરો સુકાઈ ગયા બાદ ધોઈ લો.

કેટલી વાર કરવું:

 • આને તમે અઠવાડિયા મા બે વાર લગાવી શકો છો.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • બટાકા નો રસ તડકા થી બળેલી ત્વચાને મટાડે છે અને ડાઘ દૂર કરે છે જ્યારે ચોખા નો લોટ તમારા ચેહરા પર થી માતેલા કોષો ને દૂર કરી ત્વચાને સુવાળી બનાવી ને તેના પર ચમક લાવે છે. લીંબુ નો રસ ત્વચાના છિદ્રો ને સખત બનાવે છે અને મધ ત્વચાને ભેજ આપે છે.

બટાકા અને દહીં નો એન્ટી એંજીંગ ફેસ પેક:

જરૂરી સામગ્રી:

 • પીસેલું બટાકુ – અડધો કપ
 • દહીં – ૨ મોટી ચમચી

રીત:

 • બંને વસ્તુઓ ને ભેળવીને એક ઘટ્ટ મિશ્રણ બનાવી લો અને તમારા ચેહરા પર લગાવી દો. આને આખો માં જવા ન દેવું. ૧૫ મિનિટ સુધી સુકાઈ ત્યાં સુધી લગાવી રાખો અને પછી પાણી થી ચેહરો ધોઈ લો.

કેટલી વાર કરવું:

 • આ ફેસ પેક ને તમે અઠવાડિયા મા બે વાર લગાવી શકો છો.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • દહીં મા એન્ટી એંજિંગ ગુણ હોય છે. તે ચેહરા ના મૃત કોષો ને દૂર કરે છે અને છિદ્રો ને સખત બનાવે છે.

શુષ્ક ત્વચા માટે બટાકા, મધ અને બદામ ના તેલ નું ફેસપેક:

જરૂરી સામગ્રી:

 • પીસેલું બટાકુ – એક નાની ચમચી
 • મધ – ૧ મોટી ચમચી
 • બદામ નું તેલ – ૧ મોટી ચમચી

Image source

રીત:

 • ત્રણેય વસ્તુ ને ભેળવીને એક ઘટ્ટ મિશ્રણ બનાવી લો. આ મિશ્રણ ને ચેહરા પર ૩૦ મિનિટ સુધી લગાવી ને પછી ધોઈ નાખો.

કેટલી વાર કરવું:

 • અઠવાડિયામાં બે વાર કરવું.

કાર્ય કરવાની પદ્ધતિ:

 • બટાકા ચામડી માટે સ્વાસ્થ્યપ્રદ હોય છે. મધ અને બદામ નું તેલ ત્વચા ને પોષણ આપે છે, ત્વચા પર થી નિશાન દૂર કરે છે અને ચેહરા પર ની બારીક રેખાઓને દૂર કરે છે.
 • આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *