મેગી મસાલા બનાવવાની રીત: ઘરમાં પણ બનાવી શકીએ છીએ મેગી નો જાદુઈ મસાલો જાણો કેવી રીતે.

Image source

નોઈડા. ઘણા લોકો મેગીને તેના મસાલા ના લીધે ખાવાનું પસંદ કરે છે. સાચું કહીએ તો મેગી ની ઓળખાણ તેના મસાલાથી જ છે. બતાવી દઈએ કે પહેલાં મેગી મસાલો ફક્ત મેગીના પેકેટ માં આવ્યા કરતો હતો હવે તો દુકાનમાં પણ સરળતાથી મળી જાય છે. મેગી મસાલા નો ઉપયોગ હવે લોકો શાક બનાવવા અને જુદી જુદી વાનગીઓ માં પણ તેનો પ્રયોગ કરે છે. મેગી મસાલો કોઈપણ વાનગી ને વધારે સ્વાદિષ્ટ અને લાજવાબ બનાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય મેગી મસાલા ને ઘરે બનાવવાની કોશિષ કરી છે, નથી કરી તો આજે અમે તમને મેગી મસાલા બનાવવા ની રીત જણાવશુ. તો આવો જાણીએ.

બનાવવા ની રીત.

  • મેગી મસાલા બનાવવા માટે આપણે સૌથી પહેલા ૩ ચમચી કોથમરી લો, ત્યારબાદ ૧ ચમચી જીરું, વરિયાળી, ૪ લાલ મરચા અને નાનો ટુકડો તજ નો પણ લો.
  • હવે તેમાં ૧ ચમચી મેથી પણ ઉમેરી દો. પછી એક નાનું જાયફળ, ૫ એલચી, ૫ ચમચી મરી અને લવિંગ પણ ઉમેરી દો.
  • બધા મસાલા એક સાથે કઢાઈ પર શેકી લો. ૧૦ મિનીટ સુધી શેક્યા પછી તેને ઠંડો કરી મિક્સર મા પીસી લેવું. પછી તેમાં હવે સૂકા મસાલા નું પણ મિશ્રણ કરો જેમ કે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ખાંડ, આમળા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને મીઠું તમારા સ્વાદ મુજબ ઉમેરી દો.
  • આ બધા મસાલા માં તમે કોર્નફ્લોર પણ મિક્સ કરી લો કેમ કે તમારો મેગી મસાલા ઝડપ થી ટાંકા માં ન આવે. આ મસાલા માં હવે તમે ડુંગળી પાવડર અને લસણ પાવડર પણ ભેળવી દો. બધાને સરખી રીતે મિક્સર મા હજુ એક વાર પીસી લો.
  • હવે તમે તમારા મેગી મસાલા ને એક ડબ્બા માં ભેગો કરીને રાખી શકો છે અને શાકભાજી અને નુડલ્સ માં તેનો ઉપયોગ કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *