હેલ્ધી ઇન્ડિયન સ્નેક્સ કાબુલી ચણા ચાટ,બનાવો આ દેશી રીતે

તમારું મન જો કંઈક ચટપટું ખાવાનું થઈ રહ્યું છે તો તમે ઘરે જ હેલ્ધી ચાટની મજા લઈ શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કાબુલી ચણા ચાટ બનાવવાની રીત વિશે

Image Source

સામગ્રી -:

  • કાબુલી ચણા – ૧ કપ ( રાત્રે પલાળીને રાખેલ )
  • કાંદા – ૨
  • ટામેટા – ૨
  • ચાટ મસાલો – ૧ ચમચી
  • બેકિંગ સોડા – ૧ ચપટી
  • શિમલા મરચું – ૧/૨
  • લાલ મરચું પાવડર – ૧/૪ ચમચી
  • આમલીનું પાણી – ૨ ચમચી
  • લીંબુનો રસ – ૧ ચમચી
  • કાળું મીઠું – સ્વાદ મુજબ
  • મીઠું – સ્વાદ મુજબ

બનાવવાની રીત -:

સૌથી પહેલા ધીમા તાપે પ્રેશર કુકરમાં પાણી, બેકિંગ સોડા નાખી ચણાને બાફવા માટે રાખી દો. ૪-૬ સિટી થયા પછી ગેસને બંધ કરી દો. કૂકરનું પ્રેશર સમાપ્ત થયા પછી છોલેને પાણીથી અલગ કરી તેને એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ તેમાં કાંદા, ટામેટા, શિમલા મરચું, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, સંચળ અને મીઠું નાખીને ઉમેરો. હવે આમલીનું પાણી નાખી મિક્સ કરો. તૈયાર છે તમારા કાબુલી ચણા ચાટ. હવે લીંબુનો રસ નાખીને પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *