આ રીતે બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી ખાટી મીઠી કઢી

Image Source

ગુજરાતી કઢી ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ ડિશ છે. આ એક એવી ડિશ છે જેને લોકો ખૂબ જ શોખ થી ખાય છે. આને તમે જ્યારે ઇચ્છો ત્યારે સરળતાથી ઘરે બનાવી શકો છો. વધારે પડતાં લોકો બપોરે કે સાંજ ના ભોજન માં જમવાનું પસંદ કરે છે. આ ખાસ વાનગી માં આવે છે.

સ્વાદ: ગુજરાતી કઢી નો સ્વાદ ખાટો અને ચટપટો હોય છે. જે લોકો ને ગુજરાતી કઢી વધારે ખાટી પસંદ હોય તે આમાં અલગ થી લીંબુ કે આમચૂર નાખે છે.

પ્રખ્યાત: ગુજરાતી કઢી આમ તો ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે પરંતુ આને સંપૂર્ણ ભારત મા ખૂબ મજા થી ખાવામાં આવે છે. ઘણા ખરા એવા ઢાબા પણ છે જ્યાં ફક્ત ગુજરાતી કઢી ભાત જ પ્રખ્યાત હોય છે અને લોકો ખૂબ મજા થી આ ખાય છે.

વિશેષતા: ગુજરાતી કઢી ની સૌથી ખાસ વિશેષતા એ છે કે જેવો તેનો સ્વાદ છે તેમ જ તેને બનાવવામાં વધુ સમય નથી લાગતો. આને તમે રોટલી, પરાઠા, નાન કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો. વધારે પડતાં લોકો ગુજરાતી કઢી ને ભાત સાથે ખાવાનું પસંદ કરે છે.

Image Source

ગુજરાતી કઢી ખૂબ જ લાજવાબ હોય છે.

આ બધા લોકોને પસંદ હોય છે. આમ તો આ બજાર માં ખુબ જ સ્વાદિષ્ટ મળે છે પરંતુ તમે ઈચ્છો તો આને તમે ઘરે સરળતા થી બનાવી શકો છો. આને બનાવવાની બધી સામગ્રી સરળતા થી ઘરે મળી રહે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સરળ રીત જેમની મદદ થી તમે લાજવાબ ગુજરાતી કઢી બનાવી શકશો. નીચે આપેલી વિધિ અપનાવો અને લાજવાબ અને સ્વાદિષ્ટ ગુજરાતી કઢી બનાવીને બધાને ખુશ કરો.

ગુજરાતી કઢી.

ગુજરાતી કઢી નો સ્વાદ અલગ અને લાજવાબ હોય છે. આને તમે જ્યારે ઇચ્છો ત્યારે કોઈ ખાસ દિવસે બનાવીને બધા ને ખવડાવી શકો છો. આનો ચટપટો અને તીખો સ્વાદ બધાને ગમે છે.

 • કોર્ષ – મુખ્ય વાનગી
 • ભોજન – ગુજરાતી, ભારતીય
 • તૈયારી નો સમય -૧૦ મિનિટ
 • બનાવવા નો સમય -૪૦ મિનિટ
 • કુલ સમય – ૫૦ મિનિટ
 • પીરસવાનું – ૪ લોકોને

સામગ્રી.

 • ૨ કપ દહીં
 • ૧ કપ પાણી
 • ૬ મીઠા લીમડાના પાન
 • ૨ લીલી મરચી
 • ૧ટુકડો આદુ નો
 • ૧ ટુકડો હિંગ નો
 • ૧/૨ કપ ચણા નો લોટ
 • ૧/૨ ચમચી જીરૂ
 • ૧/૨ ચમચી મેથી ના દાણા
 • ૧/૨ ચમચી હળદર
 • ૧/૪ ચમચી લાલ મરચાનો પાવડર
 • ૨ ચમચી લીલા ધાણા
 • ૨ ચમચી તેલ
 • મીઠુ સ્વાદ મુજબ

બનાવવાની રીત.

 1. ગુજરાતી કઢી બનાવવા માટે સૌથી પહેલા ચણા નો લોટ લો અને સરખી રીતે ચાળી લો. હવે એક વાસ માં દહીં અને ચણા ના લોટ ને ભેળવો અને સારી રીતે મિક્સ કરો. આ જ મિશ્રણ માં પાણી નાખી ને બીજી વાર મિક્ષ કરો. કઢી બનાવવાનું મિશ્રણ તૈયાર છે.
 1. હવે એક કડાઇ લઈ ને તેમાં તેલ ગરમ કરવા મૂકી દો. ગરમ તેલ મા જીરૂ અને મેથીના દાણા નાખી ને શેકી લો. તેના શેકાયા પછી તેમાં હિંગ, હળદર, લીલી મરચી, લીમડાના પાન, આદુ નું મિશ્રણ નાખો અને સારી રીતે સાંતળી લો.
 1. આ મિશ્રણ માં બનાવેલ કઢી નું ઘોલ નાખો અને સરખી રીતે મિક્ષ કરો. મિશ્રણ ને સરખી રીતે કડછી થી હલાવતા રહો. થોડી વાર પછી તમારી કઢી માં ઉફાળું આવવા લાગશે.
 1. હવે તેમાં મીઠુ, લીલા ધાણા અને લાલ મરચું નાખીને સરખી રીતે ભેળવો. થોડી વાર પાકવા માટે રાખી દો. ઉફાણ આવે ત્યાં સુધી ઉકળવા દો. થોડીવાર પછી તમારી સ્વાદિષ્ટ અને લાજવાબ ગુજરાતી કઢી બનીને તૈયાર હશે.
 1. કઢી ને એક વાસણ મા કાઢી ને ઉપર થી ધાણા નાખીને ગરમ ગરમ રોટલી અને ભાત સાથે પીરસો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment