નાના બાળકો માટે બનાવો પનીર અને ઘઉંના ફાડાની સ્વાદિષ્ટ ખીચડી, સ્વાદની સાથે મળશે સ્વાસ્થ્ય ને પણ બે ઘણો ફાયદો

ઘઉંના ફાડા અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને આ બંનેને ભેગા કરીને નાના બાળકો નો ખોરાક બનાવવા થી તેમાંથી મળતા પૌષ્ટિક તત્વો વધી જાય છે.

નક્કર ખોરાક ખાવાનું શરૂ કર્યા પછી તમે તમારા બાળક માટે ઘણા પ્રકારના ખોરાક બનાવી શકો છો. તમે ઘણી તંદુરસ્ત શાકભાજી અને ખોરાકને મિશ્રિત કરીને બાળકો માટે ખોરાક તૈયાર કરી શકો છો. ઘઉં ના ફાડા ખૂબ પૌષ્ટિક છે અને તેનો ઉપયોગ કરીને બાળકો માટે જુદાજુદા ખોરાક બનાવી શકો છો. આજે અમે તમને ઘઉંના ફાડા  સાથે પનીર મિક્સ કરીને ખીચડી બનાવવાની રીત વિશે જણાવી રહ્યા છીએ.

Image Source

ઘઉંના ફાડા માં ઘણા પોષક તત્વો હોય છે જે બાળકના વિકાસમાં મદદ કરે છે અને તેને સ્વસ્થ રાખે છે. તેમજ પનીર પણ કેલ્શિયમ થી સમૃદ્ધ છે, જે બાળકના હાડકા ને શક્તિ આપે છે.

તો ચાલો જાણીએ કે તમારા બાળક માટે પનીર  અને ઘઉંના ફાડા માંથી ખીચડી કેવી રીતે બનાવવી.

 કઈ વસ્તુની જરૂર છે

Image Source

ઘઉંના ફાડા અને પનીર ની ખીચડી બનાવવા માટે તમારે જોઈશે

 •  ૨ ચમચી ઘી
 •  ૫ થી ૬ લીમડાના પાન
 •  ૨ ચમચી ઘઉંના ફાડા
 •  અડધી ચમચી પલાળેલી મસૂરની દાળ
 •  ૨ ચમચી છીણેલું પનીર
 •  જીરું પાવડર ૧ ચમચી
 •  મરી પાવડર ૧ ચમચી
 •  ઝીણા સમારેલા ધાણા
 •  દોઢ કપ ગરમ પાણી

ઘઉંના ફાડા અને પનીર ની ખીચડી બનાવવા માટે તમારે ઉપર જણાવ્યા મુજબ વસ્તુઓની જરૂર પડશે.

કેવી રીતે બનાવવી ખીચડી

Image Source

ઘઉં ના ફાડા અને પનીર ની ખીચડી બનાવવાની રેસીપી નીચે મુજબ છે.

 •  સૌ પ્રથમ કૂકરને ગેસ પર મુકો અને તેમાં ઘી નાખો.
 •  હવે તેમાં લીમડા ના પાન નાખો અને ત્યારબાદ તેમાં જીરું નાખો.
 •  પછી તમારે તેમાં ઘઉં ના ફાડા અને દાળ ઉમેરો.
 • ત્યારબાદ તેમાં કાળા મરીનો પાવડર, જીરું પાવડર અને હળદર નાખી બધું બરાબર મિક્સ કરી લો.
 •  પછી પનીર નાખો અને પાણી ઉમેરો.  સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર નાખો.
 •  કૂકરને ઢાંકી દો અને તેમાં 3 સીટી વગાડો.
 •  કુકર થોડું ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલીને ખીચડીને બાઉલમાં નાખો.
 • તેના પર ઘી ઉમેરીને બાળકને ખવડાવો.

બાળકો માટે ઘઉંના ફાડા ખાવાના ફાયદા

ઘઉંના ફાડા ખાવાથી બાળકની ભૂખ વધે છે.  તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ઘણા ખનીજ હોય ​​છે. આ પોષક તત્ત્વો બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે પણ જરૂરી છે.

ઘઉંના ફાડા માં ફાઈબર હોય છે જે બાળકને કબજિયાત થી બચાવે છે. ઘઉં ના ફાડા શિશુઓની પાચક શક્તિને મજબૂત બનાવે છે અને ચયાપચયમા સુધારો કરે છે.

ઘઉંના ફાડા ખૂબ જ પૌષ્ટિક હોય છે અને શક્તિ આપતા હોય છે. તે પ્રોબાયોટિક ની જેમ કાર્ય કરે છે અને પેટમાં માઇક્રો બાયોટાને પ્રોત્સાહન આપે છે.  લાંબા સમય સુધી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે સ્વસ્થ આંતરડા માટે માઇક્રો બાયોટા જરૂરી છે.

બાળકો માટે પનીર ખાવાના લાભ

તમારા બાળકના ખોરાક માં પનીર નો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ ભરપુર માત્રા હોય છે, જે બાળકના હાડકાંને મજબૂત બનાવે છે.  પનીરમાં ઘણા બધા વિટામિન પણ હોય છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

હાડકાઓની કોમલાસ્થિ રચનામાં વિટામિન બી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પનીરમાં વિટામિન બી પણ વધુ પ્રમાણમાં હોય છે. પનીર માં પ્રોટીન અને ચરબી પણ હોય છે જે શિશુના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ્સ પણ હોય છે જે ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે.

તમારા બાળક માટે આજે જ બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ખીચડી. અને તેમાંથી મળતા લાભ અને ફાયદો મેળવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *