ઇંમ્યુંનિટી વધારવામાં મદદગાર છે આ ચ્યવનપ્રાશ જાણો કેવી રીતે બનાવામાં આવે છે..

દુનિયાભર ના ડોક્ટર અને વૈજ્ઞાનિક કોરોના વાઇરસ ની દવા શોધવામાં વ્યસ્ત છે. પણ જ્યાં સુધી દવા નથી શોધાતી ત્યાં સુધી કોરોના વાઇરસ થી બચવાનો એક જ ઉપાય છે. તેની માટે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરુરી છે. લોકો ઇંમ્યુંનિટી વધારવામાં માટે અલગ અલગ વસ્તુ નું સેવન કરે છે. પણ તેના ઉપયોગ થી કેટલીક વખત નુકશાન પણ થાય છે. ચ્યવનપ્રાશ એક એવી ઔષધી છે કે જેના ઉપયોગ થી કોઈ પણ નુકશાન થતું નથી.

Image Source

ચ્યવનપ્રાશ બનાવા માટે આમળું મુખ્ય ઘટક છે. કારણકે તેમા ભરપૂર માત્રા વિટામિન c હોય છે. જે શરીર ની રક્ષા પ્રણાલી ને મજબૂત કરે છે. આમળા ને પકાવ્યા પછી પણ તેમા વિટામિન c ની માત્રા ઓછી થતી નથી. તેમા 36 પ્રકાર ની જડી બુટ્ટીઓ હોય છે. તેમા નાગકેસર, સફેદ મૂસળી,પીંપપળી, મધ, અને તજ, પાટલા, અરની , ગંભારી, કમલ ગટ્ટા, વિલવ,અને શયોનક ની છાલ, નાગમોથા, પુષ્કરમૂલ,કેશર ,વગેરે વસ્તુ મિક્સ કરવામાં આવે છે.

Image Source

ચ્યવનપ્રાશ બનાવવા માટે બધી જ  જડીબુટ્ટીઓ માથી તેનું દ્રવ્ય કાઢી લો. કાચા આમળા ને એક પોટલી માં બાંધી ને 12-13 લિટર જેટલા પાણી માં નાખી ને ઉકાળો. ત્યારબાદ હવે આમળા ના ઠળીયા ને અલગ કરી લો. અને આમળા ના ગર ની પેસ્ટ બનાવી લો. ઊકાળેલ પાણી ને સાચવી ને મૂકી દો.

એક કઢાઈ માં તલ ના તેલ ને ગરમ કરો. તેમા આમળા ને બરાબર પકાવો. હવે ઊકાળેલ પાણી માં ખાંડ નાખી ને ચાશણી બનાવો. હવે તેમા આમળા નાખી ને પકાવો. અને એક પેસ્ટ તૈયાર કરો. તેમા 200 gm તુક્ષાગિરિ, 300 gm મધ,50 gm નાની ઈલાયચી, 100 gm ઈલાયચી, 50 gm તમાલ પત્ર, 50 gm નાગકેશર મિક્સ કરો. આ રીતે ચ્યવનપ્રાશ બનીને તૈયાર થઈ જશે.

Image Source

જે લોકો ને સુગંધ ની જાણકારી હોય છે તે ચ્યવનપ્રાશ ની સુગંધ થી જ તેને ઓળખી લે છે. તેમા પીપપળી અને તજ ની સુગંધ આવે છે. સ્વાદ માં તે થોડું ખાટું હોય છે. જો ચ્યવનપ્રાશ વધારે મીઠું લાગતું હોય તો તેનો મતલબ એ કે ખાંડ વધુ પડી છે. ચ્યવનપ્રાશ ને જો પાણી માં નાખો તો એ તરસે એનો મતલબ એ તમારું ચ્યવનપ્રાશ બરાબર બન્યું છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *