ઘરે જ બનાવો ચટાકેદાર આચારી દહી ભીંડી.. મન ખુશ થઈ જશે!!

આચારી દહી ભીંડી પંજાબ ની સૌથી પ્રખ્યાત ડીશ છે. તમે આ ડીશ ને સહેલાઈ થી ઘરે બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવાની રીત.

Image Source

આચારી દહી ભીંડી બનાવા માટે ની સાધન સામગ્રી:

  • 500 gm ભીંડી
  • અડધો કપ તાજું દહી (ઘરે બનાવેલું)
  • સરસવ નું તેલ
  • સ્વાદાનુસાર મીઠું
  • અડધી ચમચી જીરું
  • અડધી ચમચી રાઈ
  • એક ચમચી વરિયાળી
  • એક ચમચી મેથી
  • ચપટી હિંગ
  • બે ચમચી આદું ની પેસ્ટ
  • એક જીણી સમારેલી ડુંગળી
  • એક જીણુ સમારેલ ટામેટું
  • એક ચમચી લાલ મરચાં નો પાવડર
  • બે ચમચી ધાણાજીરું
  • અડધી ચમચી હળદર

બનાવાની રીત:

Image Source

ભીંડા ને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને લાંબા સ્લાઇસ માં કાપી લો. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેમ ભીંડા નાખો અને  મીઠું ઉમેર્યા બાદ તેને ધીમા  તાપે 5-6 મિનિટ સુધી થોડા ચડવા ડો. ત્યાર તેને કાઢી લો. હવે તેમા ફરી થી બીજું થોડું તેલ નાખી ને ગરમ કરો. તેમા રાઈ, જીરું , વરિયાળી , મેથી  નાખી ને થોડી વાર તેને સાંતડો. હવે તેમા  હિંગ, આદું ની પેસ્ટ, અને ડુંગળી નાખીને થોડી વાર સાંતડો. ડુંગળી નો કલર થોડો આછો ગુલાબી થાય ત્યાં સુધી સાંતડવું.

હવે તેમા ટામેટાં નાખી ને  તેને ફ્રાય કરો. તેમા લાલ મરચાં નો પાવડર, ધાણાજીરું, હળદર નાખી ને બરાબર મિક્સ કરો. આ મસાલા ને ત્યાં સુધી સાંતડો કે જ્યાં સુધી તેમા થી તેલ ન નીકળે. હવે તેમા ફેટેલું દહી નાખો અને સારી રીતે હલાવો. તેને 3-4 મિનિટ સુધી થવા દો. હવે તેમા ભીંડા ઉમેરો. અને  મીઠું પણ  ઉમેરો અને 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment