ડાઈટીંગ કર્યા વગર કેવી રીતે ઉતારશો તમારુ વજન ? જાણો સમગ્ર વિગત

આજના સમયમાં લોકો કીટો ડાઈટ અને ફ્રુટ ડાઈટ કરતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે તમે વગર કોઈ ડાઈટ કરે તમારું વજન ઉતારી શકો છો. જેના માટે માત્ર તમારે તમારી ખોરાકી પર થોડુંક ધ્યાન આપવું પડશે. આપણે મોટા ભાગે જમતી વખતે રોટલી ખાતા હોઈએ છે. ત્યારે આજે તમને જણાવીશું કે જમતી વખતે તમારે કેટલી રોટલી ખાવી જોઈએ. જેથી તમે તમારું વજન ઓછું કરી શકો.

કેલરીને ધ્યાનમાં રોટલી ખાવી જોઈએ

રોટલીમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. અને કાર્બોહાઈડ્રેટને કારણે તમારા શરીરનું વજન ઝડપથી વધતું હોય છે. જેથી તમને જેટલી ભૂખ હોય તેટલીજ રોટલી ખાશો તે તમારા માટે વધારે સારુ રહેશે. કારણકે લોકો તેમની મનપસંદ સબ્જી જોડે હંમેશા 1 કે 2 રોટલી વધારે ખાવનું પસંદ કરે છે. જેના કારણે તમારા શરીરમાં કેલેરીનું પ્રમાણ વધે છે.

Image by RitaE from Pixabay

બહારના જંકફુડ સામે કંટ્રોલ કરવો પડશે

માત્ર રોટલીજ નહી પરંતુ તમે બહાર જે પીઝા બર્ગર ખાવ છે. તેમા તો પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે .જેથી તો તમારે વજન ઘટાડવું હોય. તો તમારે યોગ્ય માત્રામાં રોટલી પણ ખાવી પડશે. સાથેજ તમે બહારનું જે ખાવ છો. તે પણ ધીમે ધીમે બંધ કરવું પડશે.

શાકભાજી અને ફળમાં પણ કેલેરી હોય છે.

રોટલી સાથે તમે જે પણ શાકભાજી અને ફળ ફળાદી ખાવ છો. તેમા પણ કેલેરી હોય છે. પરંતુ રોટલીના પ્રમાણમાં તે કેલેરી ઘણા ઓછા પ્રમાણમાં હોય છે. જેના કારણે જો તમને રોટલી વધારે ખાવાની આદત હોય તેની જગ્યાએ તમે શાકભાજી અને ફળ વધારે ખાવાનું રાખો. જેથી તમારા શરીરમાં કેલેરીનું પ્રમાણ ઓછું થશે. અને તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકશો.

Image Source

બાજરીની રોટલી ખાવાથી થશે ફાયદો

જો તમે ઘઉની રોટલીની જગ્યાએ બાજરીની રોટલી ખાશો. તો તમે સરળતાથી તમારું વજન ઉતારી શકશો. કારણકે બાજરીની રોટલી ઘઉની રોટલી કરતા વઘારે આહાર આપે છે. અને તેમા કાર્બોહાઈડ્રેટ પણ ખુબ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી તમારુ વજન ઉતરી શકશે. જોકે તમને ઘઉની રોટલી જેવો સ્વાદ બાજરીની રોટલીમાં નહી આવે. પરંતુ વજન ઉતારવા માટે બાજરીની રોટલી બેસ્ટ ઓપ્શન છે…

Image by Aline Ponce from Pixabay

ચીઝ, બટર અને પનીર સામે કંટ્રોલ કરવો પડશે

જો તમે દરરોજ ચીઝ, માખણ અને પનીરનું સેવન કરો છો. તો તમારે તરતજ બંધ કરવું પડશે. તોજ તમે તમારું વજન ઉતારી શકશો. ચીઝ અને માખણમાં સૌથી વધારે કેલેરી હોય છે. જેના કારણે તમારું વજન વધે છે. માટે જો તમારે વજન ઘટાડવું હોય તો મન મક્કમ કરીને તમારે ચીઝ, બટર અને પનીર બંધ કરવું પડશે. તોજ તમે વજન ઉતારી શકશો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment