શરીર ની તાકાત કઈ રીતે વધારવી? કસરત ડાયટિંગ અને અન્ય બીજા ઉપાય

Image Source

વિચારો કે તમે જિમ મા વર્કઆઉટ કરો છો અને થોડાક જ સમય મા થાકી જાવ છો, એટલું જ નહિ પરંતુ તમે થોડું ક જ દોડો છો તો પણ તમને ખુબજ થાક અનુભવાય છે અને વધુ સમય તમે શારીરિક કામ નથી કરી સકતા તો આ તાકાત ની કમી ના કારણે થાય છે. પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. ફક્ત ફૂડ ના આ પેજ પર તમને તાકાત વધારવા ના ઉપાયો વિશે જણાવીશુ.

આવો તો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે શરીર ની તાકાત ખરેખર હોય છે શુ?

શરીર ની શક્તિ શુ છે?

કોઈ પણ કામ ને વધુ સમય થાક્યા વગર લાંબા સમય સુધી કરવાની શારીરિક ક્ષમતા ને શરીર ની તાકાત કહે છે.સીધા શબ્દો મા કહીએ તો લાંબા સમય સુધી કોઈ પણ થાક વગર શરીર ની ગતિવિધિ, તાણ અને બીમારી ને સહન કરવાની ઉર્જા અને તાકાત ને જ શરીર ની શક્તિ કહે છે.

અહીંયા આપણે જાણીશુ કે શરીર ની તાકાત ને કેવી રીતે વધારી શકાય.

Image Source

૧. કેફીન નું સેવન

દુનિયાભર મા ઘણા પ્રકાર ના પીણાં અને ખાદ્ય પદાર્થ આવે છે જેમાં કેફીન નો ઉપયોગ કરવામાં આવે છે.કેફીન ના કારણે લીપોસાઈસિસ ની પ્રકિયા થાય છે.લીપોસાઇસિસ એક એવી પ્રક્રિયા છે જેમા પાણી કે પછી એંજાઈમ ની મદદ થી આપણું શરીર મદદ રૂપ થાય છે.લિપોસાઈસિસ આપણા શરીર ના એડિપોઝ ટીસ્યુ મા જોવા મળે છે.કસરત કરતી વખતે કેફીન નું સેવન કરવાથી થાક ઓછો લાગે છે. કેફીન થી માંસપેશિયો ને મજબૂતી મળે છે.જેનાથી આપણું શરીર વધુ સમય સુધી કામ કરવા માટે સક્ષમ બને છે.એક શોધ થી જાણવા મળ્યું છે કે આપણા શરીર મા દરરોજ ૬ મિલીગ્રામ કેફીન આપણા શરીર ની તાકાત વધારવા માટે મદદ રૂપ થાય છે.

૨. નિયમિત કસરત કરવાથી

કસરત કરવા દરમિયાન આ ચાર વાતો ને ધ્યાન મા રાખી ને કસરત કરવાથી શરીર ને શક્તિ ને વધારી શકાય છે.

સહનશક્તિ

  • કેટલીક શારીરિક પ્રવૃત્તિઓ છે જે તમારી સહન શક્તિ વધારવા મા મદદરૂપ થાય છે.તેમ ચાલવું, ઝડપી ચાલવું તથા ડાન્સ કરવો વગેરે નો તેમાં સમાવેશ થાય છે.તેનાથી શ્વાસ લેવાનો અને હૃદય ની ગતિ મા સુધારો થાય છે.તેનાથી ફેફસા વધુ સારી રીતે કામ કરી શકે છે.

શક્તિ

  • કસરત થી તમારી માંસપેશીયો મજબૂત બને છે.કસરત તમારા શરીર ની તાકાત વધારવામાં મદદરૂપ થાય છે.આ કસરત કરવામાં વેટ લિફ્ટિંગ, પુલ અપ,તથા પુશ અપ જેવી ક્રિયા નો સમાવેશ થાય છે.

સંતુલન

  • આ કસરતો શરીર નું સંતુલન જાળવવા મા મદદ કરે છે.શરીર ના નીચે ના ભાગ મા પગ ના ભાગ ની કસરતો કરવાથી પણ ખુબ ફાયદા થાય છે જેમા એક પગ પર ઉભું રેહવું અને એડી ના આધારે ચાલવું આમાં શામેલ કરી શકાય છે.

સાનુકૂળતા

  • આ કસરત સ્નાયુ ના ખેંચાણ માટે અને માંસપેશીયો મા લચીલાપણુ લાવવા માટે મદદરૂપ થાય છે.અને તેના માટે તમે તરવા ની પ્રક્રિયા પણ કરી શકો છો.

Image Source

૩. ધ્યાન અને યોગ

ધ્યાન અને યોગ કરવાથી શરીર તણાવ મુક્ત રહે છે. તદુપરાંત તે માનસિક શક્તિ વધારવામા પણ ખુબ મદદરૂપ થાય છે.શરીર ની શક્તિ વધારવા માટે તમે નૌકાસન,હનુમાનશન, બાલાસન, કોણાસન અને સેતુબંધનાસન પણ કરી શકો છો.

Image Source

૪. સંગીત સાંભળવું

સંગીત કોઈપણ વ્યક્તિના મૂડને ઠીક કરવામાં મદદ કરે છે. શરીરની શક્તિને વધારવા માટે પણ સંગીત ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કસરત કરતી વખતે જો તમે સંગીત સાંભળો છો તો તમને શ્વાસની તકલીફ પણ ખૂબ ઓછી થતી જોવા મળે છે.

૫. અશ્વગંધા

અશ્વગંધા એક હર્બલ સપ્લીમેન્ટસ છે. જે હૃદયને સંબંધિત સહનશક્તિ અને શરીરની શક્તિને સુધારવા માટે મદદરૂપ થાય છે. તે રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે તથા ઘણી બીમારીઓની આગળ લડવા માટે મદદરૂપ થાય છે. અશ્વગંધા લેતાં પહેલાં તમારે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

૬. વ્યસન છોડવું

ધુમ્રપાન કરવાથી કાર્બન મોનોક્સાઈડ અને નિકોટીન શરીર ની અંદર જાય છે. તેનાથી લોહીની ધમનીઓ સાંકડી થઇ જાય છે. અને આ સાંકડી ધમનીયો શરીરના હૃદય સ્નાયુ અને બીજા ભાગમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. જેનાથી કસરત કરવામાં ખૂબ જ મુશ્કેલી પણ પડી શકે છે.
જ્યારે તમે ધૂમ્રપાન કરો છો ત્યારે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે હૃદય ને થોડું વધુ પડતું કામ કરવું પડે છે. આ ઉપરાંત તમારા ફેફસાને પણ નુકસાન પહોંચે છે. ધુમ્રપાન ના ધુમાડા માં જે ટાર હોય છે તે તમારા ફેફસા ને નુકસાન પહોંચાડી શકે છે. આ બધા કારણોથી તમારા શરીરની શક્તિ ઓછી થઈ શકે છે.

Image Source

૭ દારૂ ના સેવન થી બચવું :

દારૂના સેવનથી હાડકા ઉપર ખૂબ ખરાબ અસર પડે છે. એક શોધના અનુસાર તમે દારૂનું સેવન કરો છો તો તમારા હાડકા નબળા પડી શકે છે. હાડકા નબળા હોવાથી તમે કોઈપણ કસરત બરાબર કરી શકતા નથી. જેનાથી તમારી શરીરની શક્તિ પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે. તદુપરાંત આલ્કોહોલનું વધુપડતું સેવન કરવાથી તમારા શરીરમા લોહીનો પ્રવાહ અને પ્રોટીન અવશેષણ ઉપર નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે. અને આ જ કારણોથી આપણે શરીરની શક્તિ ઓછી થઈ જાય છે.

૮. સોડિયમ નું સ્તર

કસરત દરમિયાન શરીરમાં નીકળતા પરસેવાના લીધે તમારા શરીરમાં સોડિયમનું સ્તર નીચું થઈ શકે છે.સોડિયમના સેવનથી તમારા શરીરમાં પાણીનું સ્તર સામાન્ય બની રહે છે. તેની સાથે જ માંસપેશીઓ અને કાર્યપ્રણાલી માં પણ સુધારો જણાય છે. અને તેના લીધે તમે વધુ કસરત કરી શકો છો.

Image Source

૯. પ્રોટીન

ખાદ્ય પદાર્થોમાંથી મળતું પ્રોટીન માંસપેશીઓના નિર્માણ વિકાસ અને તેની મજબૂતી માટે મહત્વપૂર્ણ છે. પ્રોટીન એ પચવામાં ખૂબ વાર લાગે છે. તેની સાથે તે ભરપૂર ઊર્જા અને તાકાત પણ આપે છે. પ્રોટીનયુક્ત જમવાનું જમવાથી તમે પોતાને દિવસભર ખૂબ જ એક્ટિવ અનુભવો છો. તદુપરાંત અને ડોકટરની સલાહથી પણ પ્રોટિન સપ્લિમેન્ટ્સ લઈ શકો છો.

શરીરની તાકાત વધારવાની સાથે સાથે આપણે એ પણ જાણીશું કે કસરત કરવાની સાથે આપણે બીજી કંઈ વસ્તુઓનું સેવન કરી શકીએ છીએ.

શરીરની શક્તિ વધારવા માટે શું જમવું જોઈએ?

શરીરની શક્તિ વધારવા માટે માત્ર કસરત જ નહિ પરંતુ પ્રોટીન આર્યન અને કેલ્શિયમ પણ પર્યાપ્ત માત્રામાં જરૂરી છે. શરીરમાં પોષણ માટે પૌષ્ટિક ખાદ્ય ખૂબ જ જરૂરી છે. જે આપણા શરીરને ઉર્જા આપવા માટે અને શક્તિ આપવા માટે મદદરૂપ થાય છે. આપણે નીચે જાણીશું કે શક્તિ વધારવા માટે કયા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રોટીન

  • બ્રોકલી,પાલક, મશરૂમ, ફ્લાવર,કેળા, વટાણા, ઓટ્સ,બિન્સ, કોળાના બીજ, બદામ,ચોખા,સૂરજમુખીના બીજ, ઘઉંની બ્રેડ,તલના બીજ, મગફળી અને કાજુ વગેરે.

કેલ્શિયમ

  • દૂધ,કેળા ટોફુ,તલના બીજ, ચિયા ના બીજ, રાજમા અને બદામ.

આયરન

  • પાલક,શતાવરી, ટોફુ, બ્રોકલી,દાળ,કોળાના બીજ,તલના બીજ, અને સોયાબીન.

આ બધા સિવાય તમે શરીરની શક્તિ વધારવા માટે ફળ-શાકભાજી, દાળિયા, બ્રાઉન રાઈસ, મલાઈ વગરનું દૂધ અથવા ઓછી મલાઈવાળું દૂધ,પનીર, નું સેવન પણ કરી શકો છો. ઉપર આપેલી જાણકારી સિવાય અમે તમને શક્તિ વધારવા માટે બીજી ટિપ્સ પણ આપીએ છીએ.
શરીરની તાકાત વધારવા માટે અમુક ઉપાય

શરીરની તાકાત વધારવા માટે તમે આ ઉપાયો નો પણ ઉપયોગ કરી શકો છો

Image Source

પાણી :

શરીરની શક્તિ વધારવા માટે પાણી ખુબ જ ઉપયોગી છે. તે આપણી શરીરની સહન શક્તિ વધારવા માટે પણ મદદરૂપ થાય છે. જો આપણા શરીરમાં પાણીની કમી હોય તો આપણને થાક લાગ્યા કરે છે. તેથી જરૂરી ઊર્જા અને થાકથી બચવા માટે ખૂબ પાણી પીવું જોઈએ.

આરામ :

પર્યાપ્ત માત્રામાં આરામ કરવાથી તમે પોતાના શરીરને તરોતાજા અને ઉર્જાવાન બનાવી શકો છો. તેનાથી તમારા શરીરની અપર્યાપ્ત ઊંઘના કારણે તમને નકારાત્મક રૂપથી પ્રભાવ પણ પડે છે. જેમકે વજન વધુ અને હાઈબીપી જેવી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. તેથી દરરોજ ૭થી ૮ કલાકની ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. છ કલાકથી ઓછી ઊંઘ લેવી શરીર માટે હાનિકારક થઈ શકે છે.

Image Source

પોતાના વજનની નિયમિત તપાસ કરવી :

પોતાના વજનની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. ઓછું વજન હોવું તે કુપોષણ ની નિશાની છે અને તે ચિંતાનો વિષય છે. તેવી જ રીતે વધારે વજન હોવું તે પણ સારી વાત નથી . કારણ કે વધારે વજન હાઈ બીપી હૃદયરોગ અને હાડકાની કમજોરી પણ તેનું કારણ બની શકે છે. આ બધા જ કારણે આપણે શરીરની શક્તિને કમજોર બનાવે છે

આ લેખના માધ્યમથી તમે જાણ્યું કે આપણે આપણા શરીરની શક્તિ કેવી રીતે વધારી શકીએ છીએ. જે આપણા દૈનિક કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. સાથે તમે તે પણ જાણ્યું કે નિયમિત કસરત સારું ભોજન અને પર્યાપ્ત આરામ આપણા શરીરની શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે.

જો તમે પણ શરીરના શરીરને તાકાતની કમજોરીથી પસાર થઇ રહ્યા છો તો આજે જ આ લેખમાં જે લખ્યું છે તે ઉપાયોને અનુસરવાનું શરૂ કરી દો. જો તમારે આ સંબંધિત કોઇપણ સવાલ પૂછવા હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *