આ રીતે આંખનાં નંબરનાં ચશ્માને દુર કરી શકાય…આ ઘરેલું ઉપાય છે બહુ જ કારગર

ચશ્માંની વાત કરીએ તો આજે ૧૦ માંથી ૩ વ્યક્તિઓ નંબરના ચશ્માં પહેરેલી જોવા મળે છે અને ચશ્મિશ લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

અમુક વર્ષો પહેલાં એવું માનવામાં આવતું કે જે વ્યક્તિ અતિશય વાંચન કરતી હોય તેને ચશ્માના નંબર આવે. તથા જેને ચશ્માં આવી ગયા હોય તેની હોશિયાર વ્યક્તિઓમાં ગણના થતી. પણ અત્યારનાં સમયમાં ચશ્માના નંબર આવવાના કારણો વધી ગયાં છે.

૫ વર્ષના બાળકો પણ સ્ટાઇલિશ ફ્રેમ સાથેના નંબરવાળા ચશ્મામાં જોવા મળે છે. મોબાઈલ, ટેલીવીઝન, કમ્પ્યુટર નો વપરાશ દિનપ્રતિદિન વધતો જાય છે. કલાકોના કલાકો સ્ક્રિન્સની સામે બેસીને વિતી રહ્યા છે.

ઇલેક્ટ્રો મેગ્નેટિક વિકિરણો, અલ્ટ્રા વાયોલેટ કિરણો અને જાતજાતના રેડિએસન્સ આંખની જોવાની શક્તિ કમજોર કરી નાખે છે અને સરસ મજાના ચશ્માં આંખો પર લાગી જાય છે. આના સિવાયના કારણોમાં પ્રદૂષણ અને નબળો આહાર તો ખરા જ!!

પણ શું આ ચશ્માંના નંબર ઘટાડવાના કોઈ ઉપાય છે ખરા…?
હા બિલકુલ છે. તો આવો જાણીએ કે, આ ચશ્માંની કેદમાંથી આંખોને આઝાદ કરવાનો શું છે ઘરેલું ઉપચાર!

ચશ્માંના નંબર ઓછા કરવા માટે અને આંખની દ્રષ્ટિને મજબૂત બનાવવા માટેનો કારગર નુસખો છે બદામ અને અખરોટના તેલની માલિશ. બદામ અને અખરોટના તેલને મિક્ષ કરી આંખની ફરતે, ૫-૭ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરવી.

આ ઉપાયને વધુ અસરકારક બનાવવા માટે માલીશ કર્યા પહેલાં આંખો ગુલાબજળથી ધોવી. માલીશ કર્યા બાદ કાકડીની સ્લાઈડ્સ બંને આંખો પર ૧૦ મિનિટ સુધી મૂકી રાખવી.

આ ઉપાય રાત્રે સૂતાં પહેલાં નિયમિત રીતે ૨ થી ૩ મહિના સુધી કરવાથી ચશ્માના નંબરમાં જરૂરથી ઘટાડો થશે.

સાથે જ પાલક, ગાજર, આમળા વગેરે વિટામિન્સથી ભરપૂર ફળો અને શાકભાજીના જ્યુસનુ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ સતેજ બને છે અને લાંબા ગાળે ચશ્માના નંબર ઘટી જાય છે.

તો આ હતાં ચશ્માના નંબર દૂર કરવાના સરળ અને ઘરગથ્થુ ઉપચાર. આશા રાખીએ આપને જરૂરથી કામ લાગશે. હવે, ચશ્માંને કહો…બાય…બાય…

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment