કોરોના મહામારી માં જો તમારું મન સ્વસ્થ હશે તો જ તમારું બાળક પણ સ્વસ્થ થશે..

ગર્ભાવસ્થા અને પ્રસવ દરમિયાન માં અને શિશુ બંને નું સ્વસ્થ રહેવું ખૂબ જ અગત્ય નું બની જાય છે. કોરોના જેવી મહામારી માં ગર્ભવતી સ્ત્રી અને પ્રસૂતા ની માનસિક તકલીફો વધી છે. ગર્ભ માં ઉછેર થઈ રહેલા બાળક અને દૂધ પિતા બાળક ના સ્વાસ્થ્ય પર જો ખરાબ અસર થાય તો તેના મસ્તિષ્ક પર પણ અસર થાય છે.

Image Source

બંગ્લોર માં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એંડ neuro સર્જન ના મનોરોગ વિશેષજ્ઞ ડૉ સુદામાંગ ગંજેકર ના કહેવા પ્રમાણે કોરોના મહામારી ના સમય માં જો તમારું મન સ્વસ્થ હશે તો જ તમારું બાળક પણ સ્વસ્થ થશે.. માંતા ને જો માનસિક તકલીફ હશે તો બાળક ને પણ તકલીફ થશે. ચાલો જાણીએ કેવી રીતે રાખવું ધ્યાન અને શું છે તકલીફ ના લક્ષણ..

મહામારી ના સમાચાર જોવાથી ટાળવા.

Image source

ગર્ભવતી મહિલાએ એ વાત નું ધ્યાન રાખવું કે જ્યારે તેનું મન સ્વસ્થ હશે ત્યારે જ તેનું બાળક પણ સ્વસ્થ રહેશે. કોરોના થી સંબંધિત સમાચાર ને જોવા, વાંચવા અને સાંભળવા નું ઓછું કરવું. જો તમે આવી જ જાણકારી પ્રાપ્ત કરતાં રહેશો તો તમારી ચિંતા વધી જશે. જેની અસર બાળક ના વિકાસ માં થશે.

પોતાની જાત ને પ્રોત્સાહિત કરવી.

Image Source

એવા લોકો વિશે જાણવું કે જેમને કોરોના ને માત આપી ને બાળક ને જન્મ આપ્યો હોય. આવા  લોકો જોડે વાત કરી ને પોતાને પ્રોત્સાહન આપવું. સાફ-સફાઇ નું વિશેષ ધ્યાન આપવું. ખાન પાન પૌષ્ટિક રાખવું.

શક્ય હોય તો હોસ્પિટલ ન જવું.

Image Source

ગર્ભાવસ્થા દરમિયાન કે પછી બાળક ના જન્મ પછી હોસ્પિટલ જવું ટાળવું. હોસ્પિટલ થી સંક્રમણ  થઈ શકે છે. ડોક્ટર જોડે  ફોન પર વાત ચીત કરી લેવી. જરૂર હોય તો જ દવાખાને જવું.

મનોરોગી છો તો દવા લેતા રહેવું.

Image Source

ગર્ભવતી મહિલા ને જો પહેલા થી જ માનસિક બીમારી હોય તો તેને દવા લેતા રહેવું. ડોક્ટર ની  સલાહ વગર દવા ન લેવી. માનસિક તકલીફ વધારે હોય તો જ ડોક્ટર નો સંપર્ક કરવો. બાળક ને  તકલીફ હોય તો ધીરજતા થી  કામ લેવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment