મોબાઈલમાં ફૂલ મેમરી થઇ જાય છે? તો આ રીતે આસાનીથી વધારી શકો છો મેમરી સ્પેસને

મોબાઈલ કંપનીઓ એક પછી એક સારા મોડેલમાં સ્માર્ટફોનની સીરીઝ લોન્ચ કરતી જ રહેતી હોય છે. એવામાં આપણી પાસે હોય તે મોબાઈલનું મોડેલ જૂનું થતા સમય નથી લાગતો. એથી વિશેષ સ્માર્ટફોનમાં ક્યાં-ક્યાં ફીચર્સ છે તે અગત્યનો મુદ્દો છે. સાથે તમારે જોઈતી તમામ સુવિધાઓનો સમન્વય એક જ મોબાઈલમાં છે કે કેમ એ પણ મહત્વ ધરાવે છે.

ઘણાખરા સ્માર્ટફોન યુઝરની ફરિયાદ હોય છે કે, મોબાઈલમાં વારેવારે સ્પેસ ફૂલ થઇ જવાની તકલીફ રહે છે. જેને કારણે સ્પેસ ફૂલ થઇ જવાની તકલીફ રહે છે. જેને કારણે અન્ય અગત્યના ડેટાને સ્ટોર ન કરી શકાય અને મોબાઈલની સ્પીડ સ્લો થઇ જાય છે. અમુક એપ્લીકેશન એવી છે કે જેના યુઝથી મેમરી ફૂલ થવાની સમસ્યા ઉદ્દભવે છે. તો આજે આ તકલીફને કહો બાય..બાય…

સૌ પ્રથમ તો સામાન્ય ધોરણે યુઝ થતી એમ વોટ્સએપમાં ઓટોમેટીકલી ફોટો અને વિડીયો ડાઉનલોડ થઇ જવાની તકલીફને લીધે સ્માર્ટફોનમાં જગ્યા ઓછી પડે છે. મોટી ફાઈલ તેમજ વિડીયોને લીધે રોજ-રોજ મોબાઈલનો મેમરી ઓવરલોડેડ થતી રહે છે. તો આ ઓટો ડાઉનલોડ ઓપ્શનને બંધ કરી દઈએ તો આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

 • એનડ્રોઈડ માટે આ સ્ટેપને ફોલો કરો
 • વોટ્સએપને ઓપન કરો.
 • ત્યારબાદ સેટિંગ્સ મેનૂમાં એન્ટર થાવ.
 • તેમાં ચેટ સેટિંગ મેનૂમાં જઈને મીડિયા ઓટો ડાઉનલોડ ઓપ્શનને બંધ કરી દો.
 • જ્યાં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે. જે ત્રણેયને ડિસેબલ કરી દેવાના રહેશે. જેમાં ફોટો, વિડીયો અને ઓડિયો ત્રણેય ઓપ્શનને ડિસેબલ કરી દેવાના છે.
 • હવે, તમારે કોઈએ મોકલેલ ફાઈલને જરૂરિયાત મુજબ ડાઉનલોડ કરવાની રહેશે.
 • જો તમે iPhone યુઝ કરતા હોય તો
 • iPhone યુઝર માટે તમારે એપમાં જઈને સેટિંગ્સ મેનૂમાં જવું પડશે.
 • જેમાં દેતા પર ક્લિક કરવાનું રહેશે. જેમાં ત્યારબાદ સ્ટોરેજ યુઝ પર ક્લિક કરો.
 • જ્યાં તમને મીડિયા ઓટો ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે. ફોટો, વિડીયો અને ડોક્યુમેન્ટમાં નેવર ઓપ્શન સિલેક્ટ કરવાનું છે.
 • આ સ્ટેપને ફોલો કરવાથી વોટ્સએપ પર આવતા તમામ ડેટાને ઓટો ડાઉનલોડ કરતા રોકી શકાશે.

તો આ બંને રીત અહીં જણાવી છે જેને તમે ફોલો કરીને વધારાના અનયુઝ ડેટાને ડાઉનલોડ થતા અટકાવી શકો છો. ઓટોમેટીકલી ડેટા ડાઉનલોડ થવાના કારણે ફોનમાં સ્પેસ ઘટવા લાગે છે, જેની સીધી અસર ડિવાઈસ પર પડે છે. પરિણામે ડિવાઈસ સ્લો ચાલવી, અન્ય એપને ઇન્સ્ટોલ થવા ન દેવી, કામના ડેટાને સેવા કરવા માટે જગ્યા ન હોવી વગેર સમસ્યા સર્જાય છે. એવા આ પ્રશ્નના હલ માટે અમે જણાવેલ સ્ટેપને ફોલો કરો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *