સિંગલ મધર એ આર્થિક રીતે કેવી લડવું જેથી તે પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે, જાણીએ આજ ના લેખ માં   

Image Source

સિંગલ મધર રહેતા આર્થિક રીતે બધુ જ હૅન્ડલ કરવું સરળ નથી. હા પણ અઘરું પણ નથી. તેની માંટે તમારે કેટલાક નાના સ્ટેપ ને ધ્યાન માં રાખવા જોઈએ.

આજ કાલ સિંગલ મધર હોવું કોઈ નવી વાત નથી. જવાબદારીઓ પરિસ્થિતિ જોઈને નથી આવતી. તે તો આવશે જ. અને જો વાત આર્થિક જવાબદારી ની છે તો થોડી મુશ્કેલી પણ આવશે. પણ આર્થિક સ્થિતિ ને સમજી ને ઊઠવેલ પગલાં તમને કમજોર નહીં થવા દે. એકલા હોવા છતાં પણ તમે એકલા નહીં અનુભવો. આવા સમયે તમે એ પણ ભુલશો કે તમે એક માંતા છો. અને તમારી પાસે પૈસા નથી એ વાત પણ ધ્યાન માં રાખો. એટલે આવી સ્થિતિ માં પોતાને સ્ટ્રોંગ બનાવી રાખો. જેથી તમે ફાઇનાન્સિયલ રીતે મજબૂત થાવ. એટલે તમારે તમાર પગ પર ઊભા રહેવું જ પડશે અને પૈસા ની બચત પણ કરવી પડશે જેથી ખરાબ સમય માં કામ આવે.

Image Source

જીવન વીમા કરશે મદદ

તમારી સૌથી પહેલી જવાબદારી કે તમારી પાસે તમારું બાળક છે, તેના ભવિષ્ય માંટે તમારે જીવન વીમા કરાવો જોઈએ. તમારે એવા પ્લાન ને પસંદ કરવો કે જેનું સમ ઇનશ્યોરડ તમારી આવક કરતાં 15 થી 20 ગણું હોય. આ પ્રકાર ણા પ્લાન તમને આર્થિક સુરક્ષા જરૂર થી આપે છે. એ પછી તમારે અમુક ઉમર સુધી પૈસા ની ચિંતા નહીં કરવી પડે. આની સાથે પોલિસી હોલ્ડર જ નહીં પણ નૉમિની ને પણ ફાયદો થાય છે. સાથે જ હેલ્થ બેનિફિટ્સ મળે તે અલગ.

Image Source

પોલિસી લેતા સમયે

પોલિસી લેતા સમયે તમારે તમારા હ્યૂમન લાઇફ વેલ્યુ ની ગણતરી પણ કરવી પડશે. ખરેખર, તમારે અંદાજો લગાવો પડશે કે તમારું આર્થિક મૂલ્ય કેટલું છે, અને સાથે તે પણ જુઓ કે તમારી સર્વિસ કેટલી રહી ગઈ છે. આ રીતે લાઇફ કવર નો અંદાજો લગાવો સરળ રહેશે અને અંદાજો સાચો પણ રહેશે.

હેલ્થ ઇમરર્જન્સી નું શું કરશો

કોરોનાનો આટલો ભયંકર સમય જોયા પછી હેલ્થ ઇમરર્જન્સી નો અર્થ સમજાયો હશે. સિંગલ મધર માટે પણ તેનું મહત્વ સમજવું અગત્યનું છે. તમારે હેલ્થ ઇમરર્જન્સી ને હેન્ડલ કરવા માટે હેલ્થ વીમો લેવો પડશે. આવા માં  તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ખર્ચ આપવામાં આવે છે. આવા માં એ કોશિશ કરવી કે ઓછામાં ઓછા 3 થી 5 લાખ નો  હોસ્પિટલ કવર મળે. આ સાથે ગંભીર બીમારીની સ્થિતિ માટે 10 લાખ રૂપિયા સુધીનું કવર લઈ શકાય છે.

નાના નાના સપના

દરેક બાળકની જેમ તમારા બાળક ના પણ નાના નાના સપના હશે જેમકે મોંઘુ ટીવી લેવુ અથવા મનપસંદ જગ્યાએ ફરવા જવું. આવી સ્થિતિમાં, તમારે આર્થિક રીતે મજબૂત રહેવું પડશે. પરંતુ આ સમયે તમારી પાસે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અથવા મ્યુચ્યુઅલ ફંડ હોવું જરુરી છે. આ રીતે ફ્યુચર કેશ ફ્લો ની કોઈ સમસ્યા નથી. બાળક અચાનક કંઈક માંગે છે, તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા લઈ ને  તેની ઇચ્છા પૂરી કરવી તમારા માટે સરળ રહેશે. આ સિવાય, આ પૈસા બાળકના શિક્ષણ અને પછી તમારા રિટાયરમેન્ટ પછી પણ તમને બંને ને કામ આવશે. કોઈપણ પ્રકારની લોન લેવાના કિસ્સામાં મ્યુચ્યુઅલ ફંડ્સ ચોક્કસપણે કામ માં આવશે.

રિટાયરમેન્ટ પ્લાન પણ જરુરી  છે

રિટાયરમેન્ટ પ્લાન નો અર્થ એ છે કે તે સમય માંટે પૈસા ભેગા કરવા જ્યારે તમે કમાતા ન હો. અને તે સમયે તમે કોઈના પર આર્થિક રીતે નિર્ભર પણ ન થઈ શકો. આ સમય માટે પણ ઘણી કંપની અલગ અલગ પ્રકારની યોજનાઓ લાવી રહી છે. આમાં, તમે તમારી રિટાયરમેન્ટ ઉમર અનુસાર પ્લાન પસંદ કરી શકો છો. જો તમે આ કામ માં નિષ્ણાતની સલાહ લેશો તો યોગ્ય નિર્ણય લઈ શકશો. તમે આ રીતે તમારા ભવિષ્યને સુરક્ષિત કરી શકશો. જો નોકરી પછી પણ તમારે તમારા અને બાળકની ચિંતાઓથી દૂર રહેવું હોય, તો આજે રિટાયરમેન્ટ પ્લાન કરી લો. સિંગલ મધર હોવા છતાં તમે  આર્થિક રીતે મજબૂત બનશો.

ઇમરજન્સી ફંડ વિના નહીં થાય કામ

આ એવા પૈસા છે જે ઇમરજન્સી માં તમને કામ આવશે.  આ તમારે કોઈ પોલિસી માં નથી મૂકવાના પણ સેવિંગ્સ અકાઉંટ માં મૂકવાના છે. સૌથી પહેલા તો  તમારે તમારી 3 થી 4 મહિના ની આવક જમા કરો. હવે દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ નાખતા રહો. તે તમારા માટે ધીરે ધીરે એક મોટી રકમ બનતી જશે. અને તે પછી તમારી પાસે ઇમરજન્સી માટે મોટી રકમ તૈયાર હશે.

લોનથી અંતર રાખવું

આર્થિક પ્લાનિંગ કરતી વખતે લોનથી પોતાને દૂર રાખો. મજબૂતી નો સૌથી મહત્વપૂર્ણ નિયમ છે. પરંતુ તે  વાત પણ સાચી છે કે ન જાણતા પણ તમારે લોન લેવી જ પડે છે. તે પ્રથમ જવાબદારી છે. પોતાના દેવા ને પહોંચી વળવું  એ વધુ મહત્વ નું છે, ન કે ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા. તેનું પ્લાનિંગ કરવા માટે, તમારે દર મહિને તમારી આવક માંથી અમુક રકમ અલગ રાખવી પડશે જેથી તે ખર્ચ ન થઈ શકે. આ રીતે તમારા માટે લોન પૂરી કરવી સરળ રહેશે. જો તમે ઇએમઆઈ ચૂકવી રહ્યા છો, તો દર મહિને ભેગા કરવા માં આવેલ પૈસા માંથી મોટી રકમ ભેગી કરી ને લોનની રકમ અને સમય ને ઘટાડી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment