શું તમારે ઇન્સ્ટાગ્રામમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવી છે? તો આ માહિતી જાણવી જરૂરી છે..

‘મોબાઈલ’ માનવજિંદગીમાં જરૂરી હિસ્સો બની ગયો છે. એવામાં દરેક વ્યક્તિ પોતાના નોલેજ મુજબ ઇન્ટરનેટનો ઉપયોગ કરતો થયો છે. કોઈ બીઝનેસ માટે યુઝ કરે છે, કોઈ પર્સનલ ચેટ અથવા કોઈ ઓન્લી ફોર સોશિયલ પ્લેટફોર્મ માટે.

Image Source

જે લોકો સોશિયલ એપ્સનો યુઝ કરે છે એવા વ્યક્તિઓ માટે આજનો લેખ ખાસ જાણવા જેવો છે. શું તમારે ઇન્સ્ટાગ્રામમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવી છે. તો અહીંની પ્રમુખ વાત જાણી લો પછી તમે ઇન્સ્ટાગ્રામથી લાખો-કરોડોની કમાણી કરી શકો છો.

Image Source

ભારતના ઘણા એવા સેલીબ્રીટીઓ છે, જેની પોસ્ટ પર હજારો-લાખોની સંખ્યામાં વ્યક્તિઓ વિઝીટ લેવા માટે આવે છે અને એ વ્યક્તિઓ પોસ્ટમાં લાઈક, શેયર અથવા કમેન્ટ આપતા હોય છે. જેમાં ઘણી સેલીબ્રીટીઓ ટોપ રેટેડ છે, જેની પોસ્ટને લોકો વધુ પસંદ કરે છે તેની નીજી જિંદગીનો વિડીયો અથવા ફોટો લોકોને કંઈક જાણવા માટેનું કુતૂહલ સર્જે છે. પણ એ કારણે સેલીબ્રીટીને તેનું વળતર મળે છે.

Image Source

હવે જયારે વાત આપણે વળતરની કરી છીએ ત્યારે આંકડા પર નજર કરી લઈએ, ફિલ્મી પડદાની મશહૂર અભિનેત્રી ‘પ્રિયંકા ચોપરા’ ઇન્સ્ટાગ્રામમાંથી સારી એવી જંગી કમાણી કરે છે. ફરી આ લેવલમાં એક બીજી સેલીબ્રીટી પણ છે, જે ક્રિકેટની દુનિયાનું ખુબ જાણીતું નામ છે – ‘વિરાટ કોહલી..’

મોટો કમાણીનો આંકડો જોઈને તો સામાન્ય માણસને તો ચક્કર આવી જાય. કારણ કે આ આંકડો કોઈ સામાન્ય માણસની આખી જિંદગીની કમાણીનો સરવાળો પણ હોઈ શકે.

Image Source

પ્રિયંકા એક પોસ્ટ માટે ૨,૭૧,૦૦૦ લાખ ડોલર એટલે કે અંદાજીત ૧.૮૬ કરોડ વસૂલે છે. હવે, વિચારો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો માટે આ કમાણીનો આંકડો કેટલો વિશાળ હશે?

કમાણી કરવાની યાદીમાં વિદેશની ઘણી એવી સેલીબ્રીટી છે, જે પણ ઇન્સ્ટાગ્રામમાંથી કરોડોની આવક કરે છે. ઇન્સ્ટાગ્રામની શેડ્યુલિંગ ટૂલ ‘હૂપર એચક્યુ’ એ યાદી જણાવી છે જેમાં ઇન્સ્ટાગ્રામમાંથી કમાણી કરતા સેલીબ્રીટીઓની યાદી હોય છે.

Image Source

છતાં પણ આટલી જંગી રકમમાં પ્રિયંકાનો ૧૯ મું સ્થાન છે. સેલીબ્રીટી સબ એક્શનમાં તેને ૧૬ મી પોઝીશન મળી છે. પ્રિયંકા પાસે એક્ટીવ પબ્લિક છે તેમજ તેને ફોલો કરતા લોકોની સંખ્યા કરોડોની ગણતરીમાં છે. ૪ કરોડ ૩૦ લાખ ફોલોઅર્સ પ્રિયંકાની પોસ્ટને માણી શકતા હશે(ભલે, લાઈક શેયર કે કમેન્ટનો આંકડો આ કરતા નાનો હોય!)

Image Source

અમુક મલ્ટીલેવલ અને ઇન્ટરનેશનલ પ્રોડ્કટસની જાહેરાત કરવા માટે પ્રિયંકા પોસ્ટ મુકે છે. તેને પ્રમોશન થકી કરોડો રૂપિયાની આવક થાય છે. જયારે પણ એક પોસ્ટ અપલોડ કરવામાં આવે ત્યારે ભારતીય સેલીબ્રીટી ‘પ્રિયંકા ચોપરા’ આરામથી ૧.૮૬ કરોડનું બિલ પાસ કરી દે છે, જેને જે તે કંપની પૈસા આપવા માટે કરારબદ્ધ રીતે બંધાયેલ હોય છે.

Image Source

ઓકે, ચાલો આ તો વાત થઇ સેલીબ્રીટી લેવલની પણ તમારી પાસે ઇન્સ્ટાગ્રામમાં કેટલી પબ્લિક છે? મતલબ કે ફોલોઅર્સની સંખ્યા કેટલી? જો તમે પણ પ્રોફાઈલને રેગ્યુલર અપડેટ રાખતા હોય, ફોલોઅર્સની સંખ્યા સારી હોય અને ખાસ તમારી પાસે કોઈ ક્રિએટીવીટી હોય તો…

પ્રિયંકાની જેમ લોકલ લેવલની ડીજીટલ એડ અથવા પ્રમોશન થકી પૈસાની કમાણી કરી શકો છો. સાથે એક થી વધુ ફિલ્ડ રીલેટેડ પર્સન સાથે કોલોબ્રેટ કરીને આગળ વધી શકો છો. ઓડિયન્સ બિલ્ડ અપ થયા પછી તમે પણ સારૂ અર્નિંગ કરી શકો છો. 

સો બેટર લક ફોર ઈટ…

દરરોજ અવનવી માહિતી આપતું આ પેજને અત્યારે જ લાઈક કરી લો સાથે મિત્રો સાથે આ પેજને શેયર કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *