મફતમાં આ રીતે ગેસનાં બર્નરને સાફ કરી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે…

મહિલાઓ ઘર અને રસોડાની દરરોજ સફાઈ કરતી જ હોય છે. પરંતુ ગેસના બર્નરની સફાઈ દરરોજ થઈ શકતી નથી. એવામાં દર અઠવાડિયે બર્નર સાફ કરવા જ રહ્યા..!! કારણ કે, રસોઈ બનાવતી વખતે તેલ મસાલા વગેરેના કારણે બર્નર ગંદા થઈ જતા હોય છે.

સમય જતા કચરા જેવું ભરાય જતા બર્નરની જવાળ ઓછી થઇ જાય છે. પરંતુ બર્નરની સફાઈ પ્રમાણમાં અઘરી પડે છે. તો આજે અમે તમને શીખવીશું બર્નર સાફ કરવા માટે કેટલીક સરળ રીતો.

૧. એમોનિયા

સૌપ્રથમ ગેસના બર્નર ને કાઢી લો. હવે એક ચેઈન વાળી થેલી લો. બર્નરને થેલીમાં મૂકી, એક પાત્રમાં એમોનિયા વાળું પાણી લો. બર્નર વાળી થેલીને આખી રાત એમોનિયા યુક્ત પાણીમાં રાખી મૂકો. સવારે આપમેળે બર્નર સાફ થઈ જશે.

૨. બેકિંગ સોડા બેકિંગ સોડા અને હાઈડ્રોજન પેરોકસાઈડ

સૌપ્રથમ ગેસ અને બર્નરને બરાબર સાફ કરો. હવે થોડો બેકિંગ સોડા બર્નર પર છાંટો. થોડા સમય બાદ હાઈડ્રોજન પેરોકસાઈડ છાંટો. દસ-પંદર મિનિટ બાદ બધો કચરો ગેસ ઉપર ઉપર આવી જશે. ત્યારબાદ સાફ કપડાથી બર્નર સાફ કરો.

૩. ગરમ પાણી

આ બર્નર સાફ કરવાની સૌથી સરળ રીત છે. ગરમ પાણી ગેસના બર્નર પર રેડો. ત્યારબાદ બર્નર પરની ચીકાશ કપડાની મદદથી સાફ કરી લો. ફરી એકવાર ગરમ પાણી બર્નર પર રેડો. પરંતુ ગરમ પાણી રેડ્યા બાદ તમે બે-ત્રણ કલાક ગેસનો ઉપયોગ નહીં કરી શકો. સુકાઈ જાય પછી જ ગેસ ચાલું કરો.

૪. વાસણ ધોવાનો સાબુ અને બેકિંગ સોડા

એક વાટકીમાં વાસણ ધોવાનો સાબુ, બેકિંગ સોડા અને પાણી મિક્ષ કરો. હવે કપડા વડે આ મિશ્રણથી બર્નર સાફ કરો. ત્યાર બાદ ભીના કપડાથી બર્નર લૂછી નાખો. હવે સાફ કપડાથી બે વખત બર્નર સાફ કરો.

૫. મીઠું અને બેકિંગ સોડા

એક વાટકીમાં મીઠાનું પાણી અને બેકિંગ સોડા મિક્સ કરો. હવે કપડા વડે બર્નર સાફ કરો. ત્યારબાદ ભીના અને સાફ કપડાથી વારાફરતી બર્નર લૂછી નાખો.

તો આ પાંચ રીતથી તમે ગેસનાં બર્નરને સહેલાઈથી સાફ કરી શકો છો. ઘરગથ્થુ ઉપચારથી જ સાફ સફાઈની કામગીરી થઇ જશે.

રસપ્રદ વાતો સાથે હંમેશા જોડાયેલાં રહેવા માટે અત્યારે જ “ફક્ત ગુજરાતી” નાં પેઇઝને લાઇક કરી દો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment