શાકભાજી ખરીદતી વખતે રાખો આ વાત નું ખાસ ધ્યાન..

શાકભાજી ખરીદતા વખતે રાખો આ વાત નું ધ્યાન

Image Source

જ્યારે પણ શાક ખરીદવાની વાત આવે છે ત્યારે લોકો ફક્ત ભાવ પર ધ્યાન આપે છે. જો કિંમત ઓછી હોય તો એનો મતલબ એવો નથી  કે વધારે જ શાક ખરીદી લેવું. પરંતુ તમારે ખરીદતા સમયે એ વાત નું પણ ધ્યાન રાખવું જોઈએ શાક ની ગુણવત્તા કેવી છે અને શાક કેટલા દિવસ માં બગડી જશે એ વાત નું પણ ધ્યાન રાખવું અગત્ય નું છે.

શાક ક્યાંય થી પણ ડેમેજ ન હોવું જોઈએ.

Image Source

જ્યારે પણ શાક લો ત્યારે તેની ચારે બાજુ બરાબર જોઈને લેવુ. જો તેમા નાનું એવું કાણું કે કોઈ કટ દેખાય તો તે ન લેવું. આવા શાક માં જીવડા જલ્દી થી જ થઈ જાય છે. એમાં પણ જો શાક કોઈ એક બાજુ થી દબાયેલું હોય એમાં પણ ખાસ કરી ને ટામેટાં જો દબાયેલા હોય તો તે જલ્દી થી જ બગડી જાય છે.

હળવા હાથે દબાઈ ને જોવું

Image Source

ટામેટાં, ડુંગળી, બટેકા કે બીજી કોઈ પણ શાક હોય હમેશા શાક ને થોડું દબાઈ ને જ લેવું. હલકું દબાવાથી જ ખબર પડશે કે શાક અંદર થી ખરાબ છે કે નહીં. જોકે લીલાપાંદડા વાળા શાક પર આ વિચાર કામ નહીં કરે.

લીલાપાંદડાવાળા શાક માટે આટલું કરો.

Image Source

લીલાપાંદડા વાળા શાક માં ઘણા પ્રકાર હોય છે એટલે આ પ્રકાર કામ નહીં કરે. ધ્યાન રહે કે  પાણી માં વધારે સમય સુધી રહેલા લીલાપાંદડાવાળા શાકભાજી નો ઉપયોગ ન કરવો. જે જલ્દી થી ખરાબ થઈ જાય છે. પાલક, લાલભાજી જેવા શાક ખરીદતા વખતે તેનું એક એક પત્તું જોઈ ને લેવું. પત્તા પીળા કે પછી મોટા હોય તો તેવું શાક ન લેવું કારણ કે તેમા સ્વાદ હોતો નથી.

સૂંઘીને જોવું

Image Source

માર્કેટ માં પેકેટ માં corns, ફણગાવેલા કઠોડ વગેરે પણ મળે છે. જો તમે આવું કોઈ પકેટે લો છો તો તેને નાક થી થોડે દૂર રાખી ને સૂંઘવું. જો તે જૂનુ હશે તો તેની સ્મેલ બદલાઈ ગયેલી હશે. આવ પકેટે ન લેવા નહીં તો બીમાર થઈ જશો.

જેટલો વપરાશ હોય એટલું જ લેવું.

Image Source

એવી ઘણી શકભાજીઓ છે કે જેનો જેટલો વપરાશ હોય એટલી જ ખરીદવી. ફ્રિજ માં પણ વધારે શાક ભરી ન રાખવા દિવસ જતાં તે પણ બગડી જાય છે. ઉદાહરણ તરીકે કોથમીર અને ટામેટાં. આ બે વસ્તુ એવી છે કે જેને વધારે લેવાથી અને ફ્રિજ માં રાખી મૂકવા થી તે થોડાક જ દિવસ માં બગડવા લાગે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *