સ્માર્ટ દેખાવવા માંગો છો? તો સેવ કરી લો આ આર્ટીકલને – સારી પર્સનાલિટી જીવનમાં બધે જ કામ આવે છે…

દરેક છોકરા-છોકરીનું સપનું હોય છે સ્માર્ટ દેખાવવું, પણ અમુક માટે આ પ્રયત્ન નિષ્ફળ જાય છે. એવામાં કોઈપણ કોસ્મેટિક આઇટમને લૂક બનાવવા માટે વાપરવા લાગે છે.

જો સ્માર્ટ દેખાવું હોય તો મહત્વની વાત યાદ રાખવી જોઈએ. સારો કે મોંઘો મોબાઈલ યુઝ કરવાથી કંઈ ન થાય, સારી બાઈક પાસે હોવાથી કંઈ ન થાય કે પછી સારી હેયર સ્ટાઈલ બનાવીને ફરવાથી પણ કંઈ ન થાય. બધા મુદ્દાઓ એક સાથે જોવા મળે તેને પર્સનાલીટી કહેવાય. તો જો તમારે પણ સારી પર્સનાલિટી મેન્ટેઇન કરવી હોય તો સાવ સહેલું છે. બસ, તમારે આ આર્ટીકલમાં લખેલ તમામ મુદ્દાઓનું અધ્યયન કરવાનું છે અને આ આર્ટીકલને સેવ કરીને રાખવાનો છે, જે તમને જીવનમાં બધે જ કામ લાગશે. વધુ આગળ આર્ટીકલ વાંચો એટલે તમને તમામ માહિતી ખબર પડી જશે.

નીચે પાંચ મુદ્દા લખ્યા છે, જે છોકરા કે છોકરી કોઇપણને લાગુ પડે છે. જે જીવનમાં કૈંક કરવા માંગતા હોય તે આ વાતને ખાસ યાદ રાખે. મુદ્દાઓ વાંચીને તમે તમારી લાઈફમાં જ નજર કરીને જોઈ લેજો. શું તમને આ પોઇન્ટસ યાદ છે?

(૧) સ્માર્ટ દેખાવા માટે સૌથી પહેલા બોડી લેંગ્વેજ ઉપર ધ્યાન દેવું જરૂરી છે. તમે ગમે તેટલા સુંદર હોય પણ બોડી લેંગ્વેજ બરાબર નથી તો બધું નકામું.

(૨) સ્માર્ટ બનાવવા માટે તમારે કપડાની વિશેષ દેખભાળ કરવી જોઈએ. એવું નહીં કે, કોઈપણ કપડા અને કોઈપણ મેચિંગ પહેરીને ઘરની બહાર નીકળી જવું.

(૩) જો તમે સુંદર છો, કપડાની પસંદગી પણ સારી કરો છો અને તમારી હેલ્થ સારી નથી તો પણ બધું બેકાર છે. ચહેરા પર નેચરલ સ્માઈલ રાખીને બધાને મળવું જોઈએ.

(૪) તમારા વિચારને હંમેશા પોઝીટીવ રાખો. માત્ર મોટી મોટી વાતો કરવાથી કંઈ થતું નથી. ખુદનો આત્મવિશ્વાસ જ તમને કંઈક બનવામાં મદદ કરશે.

(૫) સ્માર્ટનેસ અન્ય લોકોને દેખાડવા માટે જનરલ નોલેજ, તમારી ભાષાનું જ્ઞાન કે શબ્દો તથા સારો સ્વભાવ સૌપ્રથમ જોઈએ. ચહેરાની મુસ્કાન ઘણું બધું જીવન સુધારી દે છે.

And the main thing is, you have the potential to live life and some extra energy. Otherwise many people live with loads and negative energy. You have talent and you can do everything.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!