છોકરી સાથે વાત કરવામાં શરમ આવે છે? ખુદમાં આવી રીતે આત્મવિશ્વાસ લાવો…

બધાની સામે પડકાર કરનાર વ્યક્તિ છોકરીઓ સામે આવે એટલે મૂંઝાઈ જાય છે અને આગળ શું બોલવું એ ખબર નથી પડતી. વધુ વાંચો આ લેખમાં.. 

તમારી અવાજમાં દમ હોય, તમે રૂઆબદાર છટાથી વાત કરી શકતા હોય પણ જ્યારે કોઈ છોકરી સાથે વાતચીત કરવાની થાય ત્યારે બોલતી બંધ થઇ જાય છે? છોકરીઓ સાથે વાત કરવામાં શરમ અનુભવાય છે અથવા છોકરી સામે આવે એટલે ચુપચાપ સાંભળવાનો વારો આવે છે? તો આ સ્થિતિથી ગભરાઈ જવાની જરૂર નથી. એ માટેનું સોલ્યુશન નીચે જણાવ્યું છે :

અહીં જણાવેલા મુદ્દાને યાદ રાખવાથી કોઇપણ છોકરી સાથે સુમેળ બનાવીને તેની સાથે વાતચીત કરી શકશો અને છોકરી એક સારી મિત્ર પણ બની શકશે.

સ્પેશીયલ રીતે તમારી જાતને રજૂ કરો

છોકરીઓને ઘબરાઈને રહેતા હોય એવા છોકરા પસંદ નથી આવતા. ખુદમાં આત્મવિશ્વાસ હોય એવા છોકરાઓ જલ્દી ઇમ્પ્રેશન જમાવી શકે છે. તેની સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરી શકે તેવા છોકરાઓ છોકરીના મનમાં રહી શકે છે. છોકરી સાથે વાત કરતા હોય ત્યારે આઈ કોન્ટેક્ટ તુટવા ન દો.

પર્સનાલીટી પર ધ્યાન આપો

પર્સનાલીટીના મામલે છોકરી વધુ સંવેદનશીલ હોય છે. એટલે છોકરીની સામે ખુદને વેલ ડ્રેસ રાખો. મેલા કપડા અને શરીરમાંથી વાસ આવતી હોય એવી રીતે કોઇપણ છોકરીને મળવાથી તેને એ પસંદ આવશે નહીં. કપડા પહેરતા પહેલા એકવાત અરીસામાં જોઈ લો તમને એ સારા લાગે છે કે નહિ?

સારી સરપ્રાઈઝ આપો

છોકરીને સરપ્રાઈઝ પ્લાન બહુ પસંદ આવે છે. એટલે છોકરીને ખુશ કરવા માટે સરપ્રાઈઝ બહુ કામ આવે છે. અમુક સમયે રિલેશનને રીફ્રેશ કરવા માટે સરપ્રાઈઝ દ્વારા તેને ખુશ કરી દો. સૌથી પહેલા છોકરી સાથે મિત્રતાને સારી રીતે સમજી લો, એકબીજાની લાગણીઓ સમજતા થઇ જાઓ ત્યાર બાદ કોઈને પાર્ટનર બનાવી શકાય છે.

જેવા છો એવા જ રહો

દુનિયામાં જેટલા પણ માણસો છે એ બધાની કંઈક અલગ ખાસિયત હોય છે, જેમાં તમે પણ શામેલ છો. તમે જેવા છો એવા જ રહો પણ જીવન જીવવાની સ્ટાઈલમાં ફેરફાર લાવો. અન્ય કોઈ વ્યક્તિ માટે તમે જાતને બદલો નહિ અને બદલી જશો તો ‘રિલેશન’ લાંબા સમયે નુકસાન આપશે. એટલે પહેલા તો કોઈ છોકરી તમને ઓળખી શકે તેવા સરળ બનો અને ઓરીજીનલ જેવા છો તેવું જ તેની સામે પ્રેઝન્ટેશન આપો.

આ મુદ્દાઓને સારી રીતે સમજી લાઈફમાં અપ્લાય કરશો તો છોકરી સાથે વાતચીત કરવામાં અથવા છોકરી સાથે મિત્રતા કરવામાં સંકોચ અનુભવશે નહીં. 

રીયલ લાઈફ થી રિલેશન સુધીની અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *